સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    ભારત વિશ્વમાં સૌથી વધુ ગતિએ વિકસતું અર્થતંત્રઃ હાઈ કમિશનર

    સમગ્ર વિશ્વમાં ડાયસ્પોરાએ ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. ભારતીય બંધારણે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતના શાસન દસ્તાવેજ તરીકે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ (૧૯૩૫)નું સ્થાન લીધું હતું. નવી દિલ્હીમાં ગણતંત્ર દિનની ઉજવણીમાં લશ્કરી અને સાંસ્કૃતિક તાકાતનું પ્રદર્શન કરાયું હતું ત્યારે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા સિટીના ગિલ્ડ હોલમાં વાર્ષિક રિસેપ્શનનું આયોજન કરાયું હતું. સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિજિટલ, કલ્ચર એન્ડ મીડિયા અને સાંસદ જેરેમી રાઈટ આ સમારંભના મુખ્ય અતિથિ હતા. બીજી તરફ, વોશિંગ્ટન, ડીસીમાં પણ ત્રિરંગો ધ્વજ લહેરાવતા ભારતીય અમેરિકનો મોટી સંખ્યામાં ભારતીય એમ્બેસીની બહાર ઉજવણી કરવા ઉમટ્યા હતા.

    BAPS એન્યુઅલ ૧૦કે ચેલેન્જનું લોન્ચિંગઃ NSPCC સત્તાવાર પાર્ટનર ચેરિટી

    નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર, નવ ફેબ્રુઆરીની સાંજે BAPS એન્યુઅલ ૧૦કે ચેલેન્જનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ૨૮ એપ્રિલે યોજાનારી ચેરિટી ચેલેન્જના સત્તાવાર પાર્ટનર નેશનલ સોસાયટી ફોર પ્રીવેન્શન ઓફ ક્રુઆલિટી ટુ ચિલ્ડ્રન (NSPCC) છે, જે યુકેમાં બાળકોને બેદરકારી, નુકસાન અને શોષણમાંથી બચાવવા અને રક્ષણ માટે કાર્યરત અગ્રણી ચેરિટી સંસ્થા છે. એન્યુઅલ ૧૦કે ચેલેન્જમાં દેશભરમાંથી તમામ વય અને પશ્ચાદભૂ સાથેના ૩,૦૦૦થી વધુ ઉત્સાહીઓ વિવિધ સારા ઉદ્દેશો અને સ્થાનિક ચેરિટીઝ માટે મનોરંજન અને તંદુરસ્ત માર્ગે ભંડોળ એકત્ર કરવા માટે ભાગ લેશે.

    ઈન્ડિપેન્ડન્ટ ન્યૂઝ એજન્ટ્સ અને કન્વિનિયન્સ સ્ટોર માલિકોનું ૨૪મીએ વાર્ષિક ડિનર ડાન્સ

    આગામી ૨૪ ફેબ્રુઆરીને રવિવારે સેંકડો ઈન્ડિપેન્ડન્ટ ન્યૂઝએજન્ટ અને કન્વિનિયન્સ સ્ટોર માલિકો તેમના મિત્રો અને પરિવાર સાથે વાર્ષિક ડિનર ડાન્સ માટે ભેગાં થશે. જોકે, તેઓ જે ટ્રેડ એસોસિએશન નેશનલ ફેડરેશન ઓફ રિટેઈલ ન્યૂઝએજન્ટ્સ (NFRN)ના સભ્યો છે તે શતાબ્દિ ઉજવી રહ્યું હોવાથી આ વર્ષનો કાર્યક્રમ ખાસ બની રહેશે.

    • રાધા કૃષ્ણ ટેમ્પલ ૩૩ બાલમ હાઇરોડ, લંડન SW12 9AL ખાતે તા.૪.૩.૧૯ને સોમવાર મહાશિવરાત્રીના કાર્યક્રમો - આરતી સવારે ૭, બપોરે ૧૨, સાંજે ૭ અને રાત્રે ૯.૩૦. બપોરે ૧૨ વાગે રુદ્રાભિષેક પછી આરતી - મહાપ્રસાદ બપોરે ૧.૩૦ – મંદિર સવારે ૭થી રાત્રે ૧૦ સુધી ખૂલ્લું રહેશે. સંપર્ક 020 8675 3831

    • પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા૧૦.૦૩.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર મુન્નાભાઈ કચાવા અને પરિવાર (બાલાજી સ્વીટ્સ) છે. સંપર્ક. 020 8459 5758

    • વડતાલધામ શ્રી સ્વામીનારાયણ હિંદુ ટેમ્પલ દ્વારા તા.૨૩થી ૨૯ માર્ચ, ૨૦૧૯, સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન પૂ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીની વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું શ્રી સ્વામીનારાયણ હિંદુ ટેમ્પલ, બ્રાઈડલ રોડ, પીનર, લંડન HA5 2SH ખાતે આયોજન કરાયું છે. કથા બાદ દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. કથાનું લાઈવ પ્રસારણ લક્ષ્ય ટીવી પર થશે. કથા દરમિયાન દરરોજ પીનર મંદિરમાં પૂ. સંતો પધારશે અને સવારે ૧૦થી ૧૨ સત્સંગ-કથાવાર્તાનો લાભ આપશે. સંપર્ક. 020 3972 2274

    • ભગવતી શક્તિપીઠ યુકે અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન, ભારત દ્વારા પૂ. સંજીવ કૃષ્ણ ઠાકુરજીના મુખે શ્રી રામ કથાનું તા.૬.૪.૧૯થી ૧૪.૪.૧૯ બપોરે ૩.૩૦થી સાંજે ૭ દરમિયાન KPS સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે.
    દરરોજ કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. કથાનું આસ્થા ટીવી પર લાઈવ પ્રસારણ થશે. સંપર્ક. 01923 903 241

    • OFBJP UK દ્વારા ‘યુકે રન ફોર મોદી ૨૦૧૯’નું તા.૬.૪.૧૯ સવારે ૧૧ વાગે એક્ઝિટ 1, વેસ્ટમિન્સ્ટર સ્ટેશન, વેસ્ટમિન્સ્ટર, લંડન SW1A 2JRખાતેથી આયોજન કરાયું છે. સંપર્ક. 07440 635 511  

    • ભગવતી શક્તિપીઠ યુકે અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન, ભારત દ્વારા પૂ. સંજીવ કૃષ્ણ ઠાકુરજીના મુખે શ્રી રામ કથાનું તા.૧૪.૪.૧૯ સુધી બપોરે ૩.૩૦થી સાંજે ૭ દરમિયાન KPS સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે. દરરોજ કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. કથાનું આસ્થા ટીવી પર લાઈવ પ્રસારણ થાય છે. સંપર્ક. 01923 903 241

    બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતીની સંયુક્ત ઉજવણી

    લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતી સંયુક્તપણે ભેદભાવવિરોધી દિન તરીકે ઉજવાઈ હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામ અને ડેપ્યુટી હાઈ કમિશનર મિ. ચરણજિત સિંહે લંડનમાં આલ્બર્ટ એમ્બેન્કમેન્ટ ખાતે લોર્ડ બસવેશ્વરા અને ડો. આંબેડકરને અંજલિ અર્પણ કરી હતી.