સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    અભૂતપૂર્વ સફળ નાટક ‘યુગપુરુષ

    અહિંસક લડત અને સત્યાગ્રહ થકી સ્વતંત્રતા મેળવી વિશ્વ ઇતિહાસમાં ભારતની યશોગાથા સુવર્ણ અક્ષરે લખી મહાત્મા ગાંધીજીએ! તેમનામાં આ મૂલ્યોના બીજ વાવનાર, તેમના મનની મૂંઝવણોના પ્રસંગે તેમને તાત્ત્વિક અને સાથે સાત્ત્વિક તથા તાર્કિક દિશાનિર્દેશ કરનાર, તે યુગપુરુષ હતા શ્રીમદ્ રાજચંદ્રજી. આ નાટકના ભારતમાં બહુ જ ટૂંકા ગાળામાં ૪૫૦થી વધુ સફળ શો થઈ ચૂક્યા છે અને ૧૨૪ શોનું બુકિંગ પણ થઈ ચૂક્યું છે! આ નાટકનો પ્રથમ આંતરરાષ્ટ્રીય શો માંચેસ્ટરમાં શનિવારે ૨૭મી એપ્રિલે ડાન્સહાઉસ થિયેટરમાં યોજાયો હતો.

    પંજાબી કોમ્યુનિટી સંસ્થાઓ અન

    ભારતીય હાઈ કમિશન અને લંડનમાં તેમજ તેની આસપાસમાં આવેલા ગુરુદ્વારા અને પંજાબી કોમ્યુનિટી સંસ્થાઓ દ્વારા ૩૦ એપ્રિલને રવિવારે SKLP સ્પોર્ટ્સ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, નોર્થોલ્ટ ખાતે પંજાબીઓના નવા વર્ષ વૈશાખીની દિવસભર ઉજવણી કરવામાં આવી હતી. વૈશાખી તેમજ ગુરુ ગોવિંદસિંહની ૩૫૦મી જયંતીની વૈશ્વિક ઉજવણી માટે ૨૦ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ જયંતીની ઉજવણીની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પટણા સાહિબથી કરાવી હતી.

    ફાધર્સ ડે પ્રસંગે "પિતૃ વંદના -...

    વિદ્વાન જૈન મુની પૂ. રાજદર્શન વિજ્યજીએ ખૂબજ સરસ લખ્યું છે કે "જાહેરમાં પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા. આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા. લાગણીઓથી નવડાવનાર મા, તો બાળકોની તમામ માગણીઓ પૂરી કરે તે પિતા. એ ક્યારેય ન ભૂલશો…દિકરાનું બચપન માના હાથમાં હોય છે, તો તેજ દિકરાને બચપનથી પચપન સુધી સાચવનાર, આ દુનિયાદારીનું માર્ગદર્શન આપનાર પિતા હોય છે. પિતા બોલી નથી શકતા પણ મુંગા મુંગા એ બધુ જ કામ કરી લેતા હોય છે.”

    સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો એ આપણા સૌ ભારતીયો અને એશિયનોના જીવનના ખાસ અંગ છે. આપણે દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરીએ છીએ. આપણા તહેવારો દરમિયાન મેળાનું આકર્ષણ પણ સૌ કોઇને હોય છે આથીજ ભારતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. મેળામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે ગીત, સંગીત, નૃત્ય અને મનોરંજન. જી હા છેલ્લા છ વર્ષથી સતત સફળતા મેળવી લંડનવાસીઅો તેમજ આજુબાજુના નગરોમાં રહેતો લોકોમાં અનેરી લોકચાહના મેળવનાર સાતમા આનંદ મેળામાં આ વર્ષે મનોરંજનનો માહાસાગર ઉભરાઇ જશે.

    LSU દ્વારા નહેરુ સેન્ટર ખાતે રવિ...

    નહેરુ સેન્ટર ખાતે તા. ૫ મેએ લંડન શરદ ઉત્સવ (LSU) દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૬મી જન્મજયંતીની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. LSUના સભ્યોએ તેમાં ભાગ લઈને તેમની કલા, કૌશલ્ય અને પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ટાગોરની દરેક જયંતીએ LSU તેમની કૃતિને થીમ બનાવે છે. આ વર્ષે ‘ટાગોર એક પ્રવાસી’ વિષય હતો. તેને કેન્દ્રમાં રાખીને ગીતો અને નૃત્ય રજૂ કરાયા હતા.

    ભારતના LED બલ્બથી બ્રિટન ઝગમગી ઉ...

    ભારત સરકારમાં ઉર્જા, કોલસા, નવીન તેમજ નવીનીકરણ ઉર્જા તથા ખાણ બાબત સ્વતંત્ર હોદ્દો ધરાવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ તાજેતરમાં બ્રિટનના પ્રવાસે આવ્યા હતા. ભારત-યુ.કે. જોઇન્ટ એફોર્ડેબલ અંતર્ગત "ઉજાલા" પ્રોગ્રામ લોંચ કરવા આવેલા ઉર્જા મંત્રી પિયુષ ગોયેલ જણાવ્યું કે, ભારતીય બનાવટના LED બલ્બથી હવે બ્રિટન-લંડન ઝગમગશે. ગયા શનિવારે (૧૩ મે) વેસ્ટ લંડનના હેઇઝ ખાતે નવનાત ભવનમાં "ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી"ના ઉપક્રમે પિયુષભાઇનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય હાઇકમિશ્નર વાય. કે. સિંહા પણ ઉપસ્થિત રહ્યા હતા.

    નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ અને અન્ય વિભાગોના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચીવ શ્રી અરવિંદ અગ્રવાલના સ્વાગત સમારોહનું આયોજન તા. ૨૧-૧-૧૫ના રોજ લંડનના પેલેસ અોફ વેસ્ટમિનસ્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કીથ વાઝ, હેરો ઇસ્ટના એમપી બોબ બ્લેકમેન, લોર્ડ ભીખુભાઇ પારેખ સહિત સ્થાનિક અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

    શીવમ્ ટૂર્સ દ્વારા આયોજીત ઉત્

    શીવમ્ ટૂર્સ દ્વારા આયોજીત ઉત્તર ભારત અને ગુજરાતની યાત્રા કરીને ૩૩ યાત્રાળુઅોનું ગ્રુપ હેમખેમ પરત થયું હતું.

    લોર્ડ ભીખુભાઇ પારેખે કાર્ડીફ

    લોર્ડ ભીખુભાઇ પારેખ અને તેમના પત્ની શ્રીમતી પ્રેમિલાબેન પારેખે તા. ૭મી મેના રોજ કાર્ડીફ સ્થિત હિન્દુ કાઉન્સિલ અોફ વેલ્સ તેમજ સનાતન ધર્મ મંડળ અને કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત લીધી હતી અને વેલ્સ વિસ્તારમાં ખમતીધર હિન્દુ સંસ્થાઅોની પ્રગતિ અને વિકાસ જોઇને આનંદ વ્યક્ત કર્યો હતો.

    શ્રી એડન દેપાલા મિત્ર મંડળના હ...

    શ્રી એડન દેપાલા મિત્ર મંડળ યુકેમાં ૨૯ વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર અને બીજી સંસ્થામાં જોડાયેલા શ્રી હિંમતભાઈ જગાણી (દેપાલા)ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા એક વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન સંસ્થાના હોલમાં તા. ૩૦-૪-૨૦૧૭ના રોજ કરવામાં આવ્યું હતું.