બ્રિટિશ પાર્લામેન્ટ સમગ્ર વિશ્વમાં ‘મધર ઓફ ઓલ ડેમોક્રસી’નું માનવંતુ સ્થાન ધરાવે છે. આ સ્થળેથી વિશ્વભરમાં લોકોને ડેમોક્રસીની મહાન પ્રેરણા પ્રાપ્ત થઈ છે. અત્યારે બ્રિટનમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા ૧૩ લાખથી પણ વધારે છે. આ દેશમાં જૈન પ્રજાએ પણ ધર્મના ઉચ્ચતર મૂલ્યોનો સારો એવો પ્રચાર કરેલો છે. આ મૂલ્યપ્રચાર અને પ્રસારના કાર્યમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ) અને ‘વન જૈન’ સંસ્થાઓનો સિંહફાળો છે. આ સંસ્થાએ જૈન ધર્મને વિશ્વના ફલક પર મૂક્યો છે અને ખુબ જ મોટા પાયે કાર્ય કરી રહી છે.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
તાજેતરમાં લંડનમાં ઘણાં સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા. યુકે વિમેન્સ નેટવર્ક દ્વારા ૯ માર્ચે હાઉસ ઓફ કોમન્સમાં અડધા દિવસના સેમિનારનું આયોજન થયું હતું, જેમાં અગ્રણી તમિળ મહિલાઓએ સેમિનારમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રની મહિલાઓ સમક્ષ પોતાના જીવનની યાત્રાની વાત કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષપદે વીરેન્દ્ર શર્મા MP હતા અને રૂથ કેડબરી MP ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાર્લી સ્ટ્રીટ ફર્ટિલીટી ક્લિનિકના ડિરેક્ટર ડો. ગીતા વેંકટ અને ટીવી અભિનેત્રી અનુ હસન સહિત બે મુખ્ય અતિથિઓ અને અન્ય વક્તાઓએ પોતે જીવનમાં કરેલા પડકારોનો સામનો, આર્થિક મુશ્કેલી દૂર કરવા અને બિઝનેસને તેમજ કારકિર્દીને સફળ બનાવવા માટે સોશિયલ મીડિયા સહિતના ક્ષેત્રે કરેલી મહેનતની વિગતો આપી હતી.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા મધર્સ ડેની ઉજવણી નિમત્તે લંડન સ્થિત ભારતીય વિદ્યા ભવન ખાતે રવિવાર, ૨૬ માર્ચના રોજ સમી સાંજે સર્વે માતાઓ પ્રતિનું ઋણ અને આદર વ્યક્ત કરવા સંગીતમય માતૃવંદના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. મધર્સ ડે પ્રસંગે વિશેષ મેગેઝિન 'માતૃ વંદના' વિશેષાંકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જેમાં લોર્ડ જિતેશ ગઢિયા, જાણિતા ઉદ્યોગપતિ ડો. રેમી રેન્જર CBE, ઇલીંગ સાઉથોલના સાંસદ વિરેન્દ્ર શર્મા અને ભારતીય વિદ્યા ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એમ.એન. નંદકુમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોકિલકંઠી ગાયિકા માયા દીપક અને સાથી કલાકારોએ શ્રોતાઅોને આ પ્રસંગને અનુરૂપ મંત્રમુગ્ધ કરતા ખાસ પસંદ કરાયેલા ગીતો - ભક્તિ ગીતો અને કાવ્યો રજૂ કર્યા હતા.
જેને કોઈ ઉપમા આપી ન શકાય, જેની કોઈ સીમા નથી અને જેને ક્યારેય કોઇ પાનખર નથી નડી તેનું નામ છે મા. મા ઘરનો પ્રાણ છે, મા ગ્રંથ છે, શાળા-કોલેજ છે અને મા પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર છે. દુનિયા પર જીવતી દરેક વ્યક્તિની સફળતાનો આધાર છે મા. આવી જનેતાને ખરા દિલથી ગીત સંગીતના માધ્યમથી વંદન કરવા "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા ભારતથી ખાસ આ કાર્યક્રમ માટે જ પધારેલા વિખ્યાત ગાયક કલાકાર શ્રીમતી માયા દીપક અને ગૃપના 'માતૃ વંદના' કાર્યક્રમોનું આયોજન તા. ૭ એપ્રિલ શુક્રવારના રોજ લેસ્ટર ખાતે અને તા. ૮ એપ્રિલ શનિવારના રોજ પ્રેસ્ટન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા સ્થાનિક શ્રોતાઅોએ માતૃ વંદના કરી ખાસ પસંદ કરાયેલા ગીતોની મોજ માણી હતી.
રાજધાનીના લેમ્બેથ બરોમાં બસવેશ્વરાની પ્રતિમા પાસે ૧૪મી એપ્રિલ, ૨૦૧૭ના રોજ ડો. બી.આર.આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન વતી લેમ્બેથ બરોના પૂર્વ મેયર ડો. નીરજ પાટિલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પાટિલે જણાવ્યું હતું કે આ બન્ને મહાન વ્યક્તિ વચ્ચે વૈચારિક સંબંધને કારણે બસવેશ્વરા પ્રતિમા પાસે આંબેડકરની જન્મજયંતીની ઉજવણી યોજાઈ હતી. બસવેશ્વરા અને આંબેડકરે ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિભેદ સામે લડત આપી હતી.
બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા સાતમા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજા માણવા માટે વિખ્યાત એવા આનંદ મેળામાં સૌની તંદુરસ્તી માટે 'મેડીટોરીઆ હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.
સમાજસેવાના ઉમદા કાર્યો માટે ભંડોળ એકત્ર કરવાના ઉદ્દેશથી ૨૬ માઈલની કેનેરી વ્હાર્ફથી વેસ્ટફેરી સુધીની લંડન મેરેથોન રવિવાર, ૨૩ એપ્રિલે યોજાઈ હતી. તેમાં નાના મોટા ૪૦,૦૦૦ દોડવીરોએ વિક્રમજનક સંખ્યામાં ભાગ લીધો હતો.
આર્મ્ડ ફોર્સીસ ચેરિટી કોમ્બેટ સ્ટ્રેસના લાભાર્થે પંજાબી સોસાયટી ઓફ ધ બ્રિટિશ આઈલ્સ (PSBI) દ્વારા ૨૦ એપ્રિલે ગવર્નર હાઉસ હોટલ ખાતે વાર્ષિક ડિનરનું આયોજન કરાયું હતું. ચેરિટી દ્વારા પૂર્વ સૈનિકો અને મહિલાઓને માનસિક સ્વાસ્થ્ય માટે મદદ અને સ્પેશિયલાઈઝ્ડ સારવાર પૂરી પડાય છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ સાજિદ જાવિદ PC MP, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્ન્મેન્ટ અને અતિથિ વિશેષ તરીકે દિનેશ પટનાયક, યુકે ખાતેના ભારતના ડેપ્યુટી હાઈકમિશનર હતા.
છેલ્લા છ વર્ષથી સતત સફળતા મેળવી લંડનવાસીઅો તેમજ આજુબાજુના નગરોમાં રહેતો લોકોમાં અનેરી લોકચાહના મેળવનાર સાતમા આનંદ મેળામાં આ વખતે બાળકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ માટે કાર્ય કરતી ચેરીટી સંસ્થા "હોપ ફોર ચિલ્ડ્રન"ની પસંદગી કરવામાં આવી છે. આપના દ્વારા ખરીદવામાં આવેલી £૨-૫૦ની ટિકીટની તમામ રકમ "હોપ ફોર ચિલડ્રન"ને સુપ્રત કરવામાં આવશે જેથી તે રકમ કોઇના લાડકવાયા બાળકના ભાવિને ઘડી શકે અને તે બાળક ભણીગણીને જવાબદાર નાગરીક બની શકે.
લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને પ્રેસ્ટનમાં ગત માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન યોજાયેલા શાનદાર "માતૃ વંદના" કાર્યક્રમોની ઝળહળતી સફળતા અને મનનીય માહિતી ધરાવતા "માતૃ વંદના વિશેષાંક"ની લોકપ્રિયતા બાદ આગામી તા. ૧૮મી જૂન ૨૦૧૭ રવિવારના રોજ આવી રહેલા ફાધર્સ ડે પ્રસંગે આપના પ્રાણપ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા બ્રિટનભરમાં "પિતૃ વંદના" કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.
