Search Results

Search Gujarat Samachar

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ૩૦મીએ નિર્દેશ આપ્યો છે કે ૨૦૦૨નાં રમખાણોની દુષ્કર્મ પીડિતા બિલ્કિસ બાનોને બે અઠવાડિયામાં રૂ. ૫૦ લાખ વળતર પેટે ચૂકવવામાં આવે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે રાજ્ય સરકારને બિલ્કિસને નોકરી અને ઘર આપવાનો...

‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતનાં ગાયિકા કિંજલ દવેને આ ગીત મામલે ફરી કોર્ટની નોટિસ મળી છે. નવરાત્રિના સમયમાં નોટિસ મળતાં કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ગીતના કોપી રાઈટ મામલે કિંજલને નોટિસ મળી છે. કિંજલ દવેએ આ મામલે કોર્ટમાં ફરી ખુલાસો...

કોલેજિયન યુવાનોને તાજેતરમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપીને તેમના રિમાન્ડ મેળવ્યાં છે. ગાંજાનું આખું નેટવર્ક પકડવા માટે પણ પોલીસે તજવીજ હાથ ધરી છે. આ પ્રકરણમાં ભાવનગરના વતની અને હાલમાં નવોદિતા પાર્કમાં રહેતા રાજપૂત દિવ્યેશ રમેશ સોલંકી અને સાધુ...

અમરેલી જિલ્લામાં આતંકી દીપડાએ ૨૮મી અને ૨૯મી સપ્ટેમ્બરે એમ બે દિવસમાં એક બાળક સહિત ત્રણને ફાડી ખાધાં છે. ૨૯મીએ ધારી તાલુકાના મોણવેલ ગામે વાડીમાં ખેતી કરતા સાળા કરશન ભીખા સાગઠિયા (૪૭) અને બનેવી ભુટા અર્જુન વાળા (૪૩)ને દીપડાએ ફાડી ખાધા હતા. કલાકો...

ચંદ્રયાન-૨ ઓર્બિટર ખૂબ જ સારી રીતે કામગીરી અદા કરી રહ્યું છે અને તેની પાસેથી જે પ્રયોગની અપેક્ષા છે એ તેણે શરૂ કરી દીધા છે. ચંદ્રાયાન-૨ના મિશનમાં સહેજ માટે ક્યાં ખામી રહી તેના અંગે રાષ્ટ્રીય કક્ષાની સમિતિ વિશ્લેષણ કરે છે. હવે અમારું આગામી લક્ષ્યાંક...

આખા સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદનાં કારણે ભારે હાલાકી છે. રામપર ગામ પાસે ૨૯મીએ કાર તણાતા બે મહિલાના મૃત્યુ થયાં હતાં. એક મહિલા લાપતા થતાં તરવૈયા દ્વારા શોધખોળ ચાલુ છે. એક પુરુષ તથા ત્રણ મહિલાને લોકોએ ઉગારી લીધા હતા. કરુણતા એ હતી કે, ભોગ બનનારનો...

ગુજરાત ચેમ્બરમાં વક્તવ્ય આપતાં ભારતના ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું કે, સંસદની માત્ર ૫૪૨ બેઠક પર ચૂંટણી લડી રહેલા ૮૦૦૦ જેટલા ઉમેદવારો માટે ૧૦.૩૫ મતદાન મથકો ઊભા કરવા માટેનો ખર્ચ કરવાની સાથોસાથ જ આઈએએસ, આઈપીએસ અધિકારીઓનો કાફલો, આર્મી...

શાપરમાં સર્વેદય સોસાયટીમાં રહેતી વૈશાલી ગીગાભાઈ ખાટરીયા (ઉં ૧૯) નામની ભરવાડ યુવતીએ તેના ઘેર ફળિયામાં કેરોસીન છાંટી સળગી ઉઠતા ગંભીર રીતે દાઝી જવાથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસ તપાસમાં વૈશાલી રાજકોટની રમેશભાઈ છાયા સ્કૂલમાં ધોરણ-૧૨માં...

અમરેલીમાં રહેતી સગીરા સાથે નરોડામાં રહેતા માસીયાઈ ભાઈ પીયૂષ લાલજી જાદવ અને તેના પાંચ મિત્રોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાએ સુસાઈડ નોટ છોડીને આપઘાત કર્યો હતો. પોલીસમાં આ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે પીયૂષ લાલજી જાદવની ધરપકડ...

આઝાદી વખતનો ઈતિહાસ જાણીતો છે કે હૈદરાબાદ અને કાશ્મીર ઉપરાંત જૂનાગઢને પણ પાકિસ્તાનમાં ભેળવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જોકે હજી જૂનાગઢ-પાકિસ્તાન વચ્ચે સેતુ સાવ તૂટ્યો નથી. કેમ કે કેટલાક જૂનાગઢના મુસ્લિમ પરિવારો પાકિસ્તાન સામે સામાજિક વ્યવહાર ધરાવે...