Search Results

Search Gujarat Samachar

 વર્ષ 2024ના શ્રેષ્ઠ બ્રિટિશ રેસ્ટોરન્ટ એવોર્ડ માટે લેસ્ટરની 10 રેસ્ટોરન્ટને નોમિનેટ કરાયાં છે. જે દર્શાવે છે કે લેસ્ટરમાં કેટલી વિવિધતાસભર વાનગીઓ ઉપલબ્ધ છે. આરતી સ્વીટ્સ, ઇસ્ટર્ન સ્પાઇસ, પોચર્સ બ્રેસરી, ધ ગ્લોબ-પબ એન્ડ કીચનનો આ યાદીમાં સમાવેશ...

પોતાના સર્જરી લિસ્ટમાંથી દર્દીનું નામ હટાવવા માટે દર્દી દ્વારા હુમલો કરાયો હોવાની વાત ઉપજાવી કાઢનાર 58 વર્ષીય ભારતીય મૂળના મેડિકલ પ્રેકટિશનર ગુરકિરિટ કાલકાટને 12 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.

યુકેમાં ચલણી સિક્કા બનાવતી રોયલ મિન્ટે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાંથી સોનું એકઠું કરવાનો પ્રારંભ કર્યો છે. આ માટે વેલ્સમાં કંપની દ્વારા એક મોટો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. કંપની જૂના સરકિટ બોર્ડમાંથી સોનું કાઢવાનું કામ કરશે.

મગરોના નિષ્ણાત અને એક સમયે બીબીસી તથા નેશનલ જિઓગ્રાફીક જેવી ચેનલો સાથે સંકળાયેલા 53 વર્ષીય એડમ બ્રિટોનને શ્વાનો સાથે કુકર્મ કરી તેમની હત્યા સહિતના અન્ય અપરાધો માટે એક દાયકા કરતાં વધુ કેદની સજા ફટકારવામાં આવી છે.

ડોરસેટના 1300 વર્ષ જૂના ચર્ચમાંથી હજારો પાઉન્ડ મૂલ્યની ચાંદીની ચીજવસ્તુઓની ચોરી થઇ છે.  આ સમાચાર હિન્દુ મંદિરો માટે પણ સાવચેતીનો સૂર ઉચ્ચારી રહ્યાં છે. 

રાજધાનીના લેસ્ટર સ્ક્વેર વિસ્તારમાં 34 વર્ષની મહિલા અને 11 વર્ષની કિશોરી પર ચાકૂ વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર આયોન પિન્તારુ નામના શખ્સની ધરપકડ કરાઇ છે.

ડિસેમ્બર 2021માં લાપતા બનેલા કરણદીપ સિંહના અવશેષો પોલીસને જુલાઇ 2024માં હર્શેલપાર્ક ખાતેથી મળી આવ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે, કરણદીપ હોમલેસ હતો તેની અમને અત્યાર સુધી જાણ નહોતી.

સુનિલ મિત્તલની માલિકીના ભારતી એન્ટરપ્રાઇઝે યુકેની સૌથી મોટી મોબાઇલ અને બ્રોડબેન્ડ પ્રોવાઇડર કંપની બ્રિટિશ ટેલિકોમમાં 24.5 ટકા હિસ્સો ખરીદ્યો છે. બીટી ગ્રુપે...

વેસ્ટ નોર્ધમ્પ્ટનશાયરના ટોરી કાઉન્સિલર રેમન્ડ કોનોલીની પત્નીની વંશીય ટિપ્પણીઓ અને ઉશ્કેરણી માટે ધરપકડ કરાઇ છે. નોર્ધમ્પ્ટનશાયરમાં ચાઇલ્ડ માઇન્ડર તરીકે કામ કરતી લ્યૂસી કોનોલી પર ફાર રાઇટ ઠગોને માઇગ્રન્ટ્સની હોટલો પર હુમલા માટે ઉશ્કેરવાનો આરોપ...

સુનાક સરકાર દ્વારા લાદવામાં આવેલા વિઝા નિયંત્રણોના કારણે એકતરફ વિદેશી સ્કીલ્ડ વર્કરો, હેલ્થ કેર વર્કરો અને સ્ટુડન્ટ્સની વિઝા અરજીમાં મોટો ઘટાડો નોંધાયો છે ત્યારે બીજીતરફ નવી ચૂંટાયેલી લેબર સરકાર માઇગ્રેશન ઘટાડવા માટે વિદેશી આઇટી, ટેલિકોમ અને...