પરિવાર સાથે પર્યટન એટલે સોનામાં સુગંધ

‘અરે, આ ગરમીમાં તે કાંઈ આટલે દૂર જવાતું હશે? ચોમાસામાં જઈશું...’ પારિવારિક દોસ્ત હિમાંશુએ કહ્યું, પણ અમે તો નીકળી જ પડ્યા... અને મજાની વાત એ કે ત્યાં પહોંચ્યા પછી એક સાંજે તોફાની પવન સાથે ખૂબ વરસાદ પડ્યો!

માધવપુર (ઘેડ)ઃ ભારતની સાંસ્કૃતિક એકતાનું મિલનસ્થાન

રમણીય, પવિત્ર, દિવ્ય અને પ્રાચીન ભૂમિ છે માધવપુર. માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહની ભૂમિ. દરિયાકિનારે આવેલા આ ગામોમાં ચૈત્ર મહિનામાં જાણે લોકનો આનંદ સાગરની જેમ હિલોળા લે છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય ખૂણામાં દ્વારકાથી 164 કિમી દૂર,...

‘આ બધું સાંભળ્યા પછી સમજાય છે કે આપણે ઉપેક્ષિતોને બહુ અન્યાય કર્યો છે...’ ‘આ લોકોના સંઘર્ષોની વાત સાંભળીને હચમચી જવાય છે, તો જેમણે ભોગવ્યું છે એમની દશા કેવી હશે..?’ ‘કહેવાતા વિકસિત સમાજે ઉપેક્ષિતોને અસુરક્ષિતતાને અવહેલના જ આપ્યા છે...’

‘આવો, તમને એક મસ્ત ફકીર સાથે પરિચય કરાવું’ એડવોકેટ અશોક દામાણીએ એમના મિત્રને કહ્યું. ગામડું હોય કે શહેર, ખૂણે-ખાંચરે પડેલા-માનવતાનું કાર્ય કરનારા, સમાજ માટે સમર્પિત લોકોને સમાજના બહોળા વર્ગ સુધી લઈ જવાનું, એમને સન્માનવાનું ઉમદા કાર્ય અશોકભાઈ...

‘આ પુસ્તકો મારા કબાટમાં મેં સમજીને જ મુક્યા છે, મારા વાંચવા માટે...’ સ્તુતિએ મમ્મીને કહ્યું ને મમ્મીને નવાઈ લાગી. ધોરણ અગિયાર પાસ કરીને હવે બારમા કોમર્સમાં એ આવી હતી એટલે એના પુસ્તકોનો કબાટ અને નોટબુકો, ટ્યુશનના ચોપડાને સ્કૂલના ચોપડા - આ બધું...

‘પપ્પા-મમ્મીના દામ્પત્યજીવનની આપણે અનોખી ઉજવણી કરવી છે.’ દર્શકે પત્ની રીનાને કહ્યું અને તેમાં ઉમળકાપૂર્વક સૂર પૂરાવતા પપ્પા-મમ્મીને ખબર ન પડે એમ રીના પણ દામ્પત્યજીવનના ૫૦ વર્ષની ઊજવણી દ્વારા પપ્પા-મમ્મીને યાદગાર ભેટ આપવામાં જોડાઈ ગઈ.

‘કહું છું સાયેબ, આ તમે મને કવર આલ્યું એમાં તો મોટી રકમ છે. મારે આટલા બધા ના લેવાય.’ ફોનમાં હિતેશે હિમાંશુને કહ્યું. વાત લગ્નગાળાના સમયની છે. દરેક મા-બાપ હંમેશાં એવું ઈચ્છતા હોય છે કે દીકરા-દીકરીના લગ્ન શ્રેષ્ઠ રીતે અને આયોજનબદ્ધ થાય. હિમાંશુએ...

‘ના બેટા, હવે આટલા વર્ષો બાદ આ ઊંમરે ફરીથી મુંબઈ મહાનગરમાં રહેવાનું મન ના ફાવે... હું અમદાવાદમાં જ બરાબર છું.’ બંકિમભાઈએ દીકરી-જમાઈને કહ્યું. ‘તો પછીનું આયોજન અમે વિચારી રાખ્યું છે, અમે મુંબઈ છોડીને અમદાવાદમાં સ્થાયી થઈશું.’ દીકરી-જમાઈએ જવાબ...

‘બેટા, કાલે આપ્યું હતું તે મેટર ટાઈપ થઈ ગયું?’ મણીભાઈએ પુત્રવધૂને પૂછ્યું. ‘હા પપ્પા, એ તો કાલે જ થઈ ગયું ને આજે આવેલું મેટર પણ હમણાં પૂરું થશે’ છાયાએ ઉત્સાહિત અને પ્રેમાળ સ્વરે વિવેકી ભાષામાં જવાબ આપ્યો.

‘ડેડી, મારે તમને કંઈક કહેવું છે...’ કહીને રડી પડી ધ્વનિ. ડેડીએ કહ્યું, ‘બેટા, કાંઈ પ્રોબ્લેમ છે?’ જવાબમાં ફરી ડુસકું મૂકતાં કહ્યું, ‘તમારી ને મારી ઈચ્છા પ્રમાણે...’ આટલું બોલીને ફરી રડી પડી. ડેડીની ચિંતા ઔર વધી કે આને કોઈ હેરાન કરે છે? ઘરમાં...

‘આ દીકરીઓ ગરીબ છે, આપણે થોડાં ગરીબ છીએ..? આ વાક્યો મેં મારી જાતને કહ્યા અને સમૂહ લગ્નનું કામ ઉપાડ્યું.’ આ શબ્દો તાજેતરમાં ઉચ્ચાર્યા હતા જાણીતા ભાગવત કથાકાર શ્રી શરદભાઈ વ્યાસે. અવસર હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાના પોંઢા ગામની નજીક યોજાયેલા...

‘બેટા, મારી સાથે જ સ્ટેજ પર ઊભા રહો અને અભિવાદન ઝીલો...’ જુનિયર એટલે કે શિષ્યા એવી નૃત્યાંગનાને તેના ગુરુએ મંચ પર કહ્યું અને શિષ્યાની પ્રસ્તુતિને ઉપસ્થિત દર્શકોએ વધાવી. પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્યકલા અને અદ્વિતીય મંદિરોના મંડપમાં સૂર્યદેવની...



to the free, weekly Gujarat Samachar email newsletter