‘મારો જનમ અહીં થયો છે, આટલું સુંદર આયોજન પહેલી વાર જોયું?... ‘એટલો આનંદ આવે છે કે બોલવા શબ્દો નથી.’... ‘અહીં આપણે બેઠા હોઈએ તો લાગે કે આપણા ભારતના કોઇ ગામના મંદિરમાં જ છીએ.’... આ અને આવી અનુભૂતિ રોજેરોજ ઓછામાં ઓછા પચાસ માણસોના મુખેથી સાંભળવા...
પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...
ગણપતિ બાપ્પા મોરિયા... આ જયઘોષ હવે ભારતમાં અને ભારતીય સમુદાય જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં આવનારા દસ દિવસ ગુંજશે. ભાદરવા મહિનાની સુદ ચોથનો દિવસ ગણેશ ઉત્સવ રૂપે ઊજવાશે. ઘરોમાં, પંડાલોમાં, મંદિરોમાં સવાર-સાંજ ગણપતિ બાપ્પાની આરતી-સેવા-પૂજા-પ્રસાદ...
‘મારો જનમ અહીં થયો છે, આટલું સુંદર આયોજન પહેલી વાર જોયું?... ‘એટલો આનંદ આવે છે કે બોલવા શબ્દો નથી.’... ‘અહીં આપણે બેઠા હોઈએ તો લાગે કે આપણા ભારતના કોઇ ગામના મંદિરમાં જ છીએ.’... આ અને આવી અનુભૂતિ રોજેરોજ ઓછામાં ઓછા પચાસ માણસોના મુખેથી સાંભળવા...
‘ઓ સાહેબ, ઓ ભાઈ...’ એમ કોઈએ પાછળથી બૂમો પાડી અને અભિષેકે પાછળ જોયું. એક જાણીતો ચહેરો એના નાનકડા બાળકને હાથમાં તેડીને ઊભો હતો અને બીજા હાથમાં રહેલું એક પેકેટ તે બતાવી રહ્યો હતો. પળ - બે પળમાં એ સાવ નજીક આવી ગયો અને બોલ્યો, ‘આ તમારું પેકેટ તમે...
‘તારી ડાયરીમાં આપણે કાઠમંડુથી ક્યાં ક્યાં થઈને આવ્યા તે રોડમેપ લખ્યો ને!!’ બહેન મીનાએ વહેલી સવારે માનસરોવરના સાંનિધ્યમાં પૂછ્યું. જવાબ આપું તે પહેલા મિત્ર કેતને કહ્યું, ‘એક મિનિટ બહેન, આપણે સૌ અહીં આવ્યા, મહાદેવને મળવા એના દર્શને... હવે આ ગીત...
‘મમ્મી મારે સ્કૂલે જવાનું મોડું થાય છે, તેં કેમ કારણ વિના ગાડી અટકાવી?’ સહેજ ઉચાટભર્યા અવાજે દીકરા રાજવીરે મમ્મી તોરલને કહ્યું. આમ તો રાજવીરને સ્કૂલ જવા રોજ સ્કૂલની બસ જ આવે, પણ ક્યારેક તોરલ પણ એના દીકરાને મૂકવા જાય. એમ જ આજે વહેલી સવારે સ્કૂલે...
‘તમે થોડી વાર મારી સાથે બેસોને!!’ દ્વૈતાનો હાથ પકડીને એક આધેડ વયની સ્ત્રી, જેને માત્ર એ એકાદ અઠવાડિયાથી જોયે ઓળખતી હતી એણે કહ્યું અને દ્વૈતાને થોડી ગભરાટ થવા સાથે અચંબો પણ થયો.
‘હું આ અવસરે મારી લાગણી સરકાર સુધી તમારા સહુના સમર્થન સાથે પહોંચાડવા માગું છું કે ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવામાં આવે.’
‘લાંબા વાળ અને બેઠી દડીનો આ યુવાન કોઈ એક ગામનો આદર્શ કેવી રીતે હોઈ શકે?’ સુરેશ પુનડીયાને જોનાર સહુ કોઈને પહેલી નજરે આ પ્રશ્ન થાય. પસ્તીમાંથી પણ મસ્તી મળે ને સ્કીલબેઈઝ શિક્ષણમાંથી રોજગારી મળે એવું બાળકોને શિખવતો આ માણસ ગુજરાતના એક ગામડા માટે...
‘આવું થયાનું ક્યારેય યાદ નથી....’ ‘સારું આયોજન કહેવાય, ના ભૂમિકા, ન પરિચય, ના પ્રાસંગિક ઉદ્બોધન્’ ‘કાર્યક્રમ ક્યારે પૂરો થયો ખબર ના પડી એટલી પ્રવાહિતા હતી.’ આવા અભિપ્રાયો કાર્યક્રમ પૂરો થયા બાદ શ્રોતાઓના હતા. એ કાર્યક્રમ હતો અમદાવાદના રેડિયો...
‘ફિલ્મમાં રજૂ થયેલી આ સામાન્ય માણસોની કામગીરી જોઈને તેમને સલામ કરવાનું મન થઈ આવે છે...’ ‘આ ગામડિયા જેવા માણસે કેટલું મહાન કાર્ય ગ્રામ્ય વિસ્તારમાં કર્યું છે.’ આવા વાક્યો એક સ્થળે ઉપસ્થિત લોકોમાંથી કોઈ બોલી રહ્યું હતું સકારાત્મક ભાવથી. અવસર હતો...
‘આનાથી ઉત્તમ દોસ્તીનો આનંદ બીજો કયો હોઈ શકે?’ ભૈરવે કહ્યું. હજુ હમણાં જ ત્રીજી ઓગસ્ટે અમદાવાદમાં દાયકાઓ જૂના મિત્ર સી. બી. પટેલે પ્રેમપૂર્વક ઓઢાડેલી શાલ ઓઢીને મારા પપ્પા ૧૫ ઓગસ્ટને જન્માષ્ટમીના દિવસે સ્મશાનમાં અંતિમયાત્રા રૂપે ગયા.