‘મમ્મી મારે સ્કૂલે જવાનું મોડું થાય છે, તેં કેમ કારણ વિના ગાડી અટકાવી?’ સહેજ ઉચાટભર્યા અવાજે દીકરા રાજવીરે મમ્મી તોરલને કહ્યું. આમ તો રાજવીરને સ્કૂલ જવા રોજ સ્કૂલની બસ જ આવે, પણ ક્યારેક તોરલ પણ એના દીકરાને મૂકવા જાય. એમ જ આજે વહેલી સવારે સ્કૂલે...
‘અરે, આ ગરમીમાં તે કાંઈ આટલે દૂર જવાતું હશે? ચોમાસામાં જઈશું...’ પારિવારિક દોસ્ત હિમાંશુએ કહ્યું, પણ અમે તો નીકળી જ પડ્યા... અને મજાની વાત એ કે ત્યાં પહોંચ્યા પછી એક સાંજે તોફાની પવન સાથે ખૂબ વરસાદ પડ્યો!
રમણીય, પવિત્ર, દિવ્ય અને પ્રાચીન ભૂમિ છે માધવપુર. માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહની ભૂમિ. દરિયાકિનારે આવેલા આ ગામોમાં ચૈત્ર મહિનામાં જાણે લોકનો આનંદ સાગરની જેમ હિલોળા લે છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય ખૂણામાં દ્વારકાથી 164 કિમી દૂર,...
‘મમ્મી મારે સ્કૂલે જવાનું મોડું થાય છે, તેં કેમ કારણ વિના ગાડી અટકાવી?’ સહેજ ઉચાટભર્યા અવાજે દીકરા રાજવીરે મમ્મી તોરલને કહ્યું. આમ તો રાજવીરને સ્કૂલ જવા રોજ સ્કૂલની બસ જ આવે, પણ ક્યારેક તોરલ પણ એના દીકરાને મૂકવા જાય. એમ જ આજે વહેલી સવારે સ્કૂલે...
‘તમે થોડી વાર મારી સાથે બેસોને!!’ દ્વૈતાનો હાથ પકડીને એક આધેડ વયની સ્ત્રી, જેને માત્ર એ એકાદ અઠવાડિયાથી જોયે ઓળખતી હતી એણે કહ્યું અને દ્વૈતાને થોડી ગભરાટ થવા સાથે અચંબો પણ થયો.
‘હું આ અવસરે મારી લાગણી સરકાર સુધી તમારા સહુના સમર્થન સાથે પહોંચાડવા માગું છું કે ગાયને રાષ્ટ્રીય પશુ તરીકે ઘોષિત કરવામાં આવે.’
‘લાંબા વાળ અને બેઠી દડીનો આ યુવાન કોઈ એક ગામનો આદર્શ કેવી રીતે હોઈ શકે?’ સુરેશ પુનડીયાને જોનાર સહુ કોઈને પહેલી નજરે આ પ્રશ્ન થાય. પસ્તીમાંથી પણ મસ્તી મળે ને સ્કીલબેઈઝ શિક્ષણમાંથી રોજગારી મળે એવું બાળકોને શિખવતો આ માણસ ગુજરાતના એક ગામડા માટે...
‘આવું થયાનું ક્યારેય યાદ નથી....’ ‘સારું આયોજન કહેવાય, ના ભૂમિકા, ન પરિચય, ના પ્રાસંગિક ઉદ્બોધન્’ ‘કાર્યક્રમ ક્યારે પૂરો થયો ખબર ના પડી એટલી પ્રવાહિતા હતી.’ આવા અભિપ્રાયો કાર્યક્રમ પૂરો થયા બાદ શ્રોતાઓના હતા. એ કાર્યક્રમ હતો અમદાવાદના રેડિયો...
‘ફિલ્મમાં રજૂ થયેલી આ સામાન્ય માણસોની કામગીરી જોઈને તેમને સલામ કરવાનું મન થઈ આવે છે...’ ‘આ ગામડિયા જેવા માણસે કેટલું મહાન કાર્ય ગ્રામ્ય વિસ્તારમાં કર્યું છે.’ આવા વાક્યો એક સ્થળે ઉપસ્થિત લોકોમાંથી કોઈ બોલી રહ્યું હતું સકારાત્મક ભાવથી. અવસર હતો...
‘આનાથી ઉત્તમ દોસ્તીનો આનંદ બીજો કયો હોઈ શકે?’ ભૈરવે કહ્યું. હજુ હમણાં જ ત્રીજી ઓગસ્ટે અમદાવાદમાં દાયકાઓ જૂના મિત્ર સી. બી. પટેલે પ્રેમપૂર્વક ઓઢાડેલી શાલ ઓઢીને મારા પપ્પા ૧૫ ઓગસ્ટને જન્માષ્ટમીના દિવસે સ્મશાનમાં અંતિમયાત્રા રૂપે ગયા.
‘કૃષ્ણ વિશે, શ્રીજી સ્વરૂપ વિશે વાતો કરજો અને આનંદ કરજો.’ દુરદર્શનના અધિકારી અને અભિનેતા-ગાયક અરુણ રાજ્યગુરુએ ફોન કર્યો અને પહોંચ્યા અમદાવાદના રિલીફ રોડથી અંદર ઝવેરી વાડમાં અને પછી દોશીવાડાની પોળમાં આવેલી ગૌસ્વામી હવેલીમાં. નટવર પ્રભુજીનું દિવ્ય...
‘કોઈ ખાસ અવસર છે..?’ ‘કોઈ નવી જાહેરાત થવાની છે?’ ‘કોઈ વ્યક્તિ વિશેષ આવવાના છે?’ આવો એક પણ સવાલ એ દિવસે એક ગેધરિંગમાં ઉપસ્થિત પૈકીના એક પણ વ્યક્તિને થતાં ન હતા કારણ કે આ રીતે દર વર્ષે આમ જ કારણ વિના કે નાનકડા કારણોને અવસર બનાવવાના સી. બી. પટેલના...
‘બાળપણમાં એમને ગાતા સાંભળીને ઘરે આવતા એક ફકીરે દુઆ આપી હતી કે બેટા, એક દિન તું બડા હી નહિ, મહાન ગાયક બનેગા.’ વડોદરામાં ઝરમર વરસતી વર્ષાના વાતાવરણમાં મોહમ્મદ રફીના સુપુત્ર શાહીદ રફી એમના પિતાજી અને હિન્દી ફિલ્મોના મહાન પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીના...