પરિવાર સાથે પર્યટન એટલે સોનામાં સુગંધ

‘અરે, આ ગરમીમાં તે કાંઈ આટલે દૂર જવાતું હશે? ચોમાસામાં જઈશું...’ પારિવારિક દોસ્ત હિમાંશુએ કહ્યું, પણ અમે તો નીકળી જ પડ્યા... અને મજાની વાત એ કે ત્યાં પહોંચ્યા પછી એક સાંજે તોફાની પવન સાથે ખૂબ વરસાદ પડ્યો!

માધવપુર (ઘેડ)ઃ ભારતની સાંસ્કૃતિક એકતાનું મિલનસ્થાન

રમણીય, પવિત્ર, દિવ્ય અને પ્રાચીન ભૂમિ છે માધવપુર. માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહની ભૂમિ. દરિયાકિનારે આવેલા આ ગામોમાં ચૈત્ર મહિનામાં જાણે લોકનો આનંદ સાગરની જેમ હિલોળા લે છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય ખૂણામાં દ્વારકાથી 164 કિમી દૂર,...

‘ઓડિયન્સમાંથી એક છોકરાને ગાવું છે, ઈન્વાઈટ કરજો.’ કાર્યક્રમ આયોજન સાથે સંકળાયેલા એક મિત્રએ સ્ટેજ પર સંચાલન કરી રહેલા સૂત્રધારને SMS કર્યો.

‘આમ કોઈ લાખના બાર હજારના ધંધા કરાતા હશે?’ એક-બે સાથીમિત્રોએ દશરથસિંહને સલાહ આપી. પ્રશ્ન એ થાય કે સેવા પ્રકલ્પ અથવા આયોજન હતું જેના માટે તેમને આવી સલાહ મળી હતી.

‘બેટા, તમે તો અત્યારે મારી રીક્ષામાં મુસાફરી કરી નથી, તો આ શેના પૈસા આપો છો?’આધેડ વયના રીક્ષાચાલક મનુભાઈએ કોલેજમાં ભણતી દીકરી સીમરનને કહ્યું. 

‘સર, આપકી બાત સચ્ચી હૈ, મગર જબ સહી જગા મિલેગી તબ હી મેં ગાડી રોકુંગા.’ ભાંગીતૂટી હિન્દીમાં કેરાલીયન ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવર શફીકે કહ્યું ત્યારે મુસાફરોને થોડો સમય એના પર ગુસ્સો આવ્યો. પરંતુ શફીકે આવું કેમ કહ્યું તે વાત જાણવી પણ એટલી જ રસપ્રદ...

‘હું માનું છું કે ગીતા આપણો રાષ્ટ્રીય ગ્રંથ ના હોઈ શકે.’વિશ્વપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે શ્રોતાઓમાં ઉપસ્થિત કેટલાય લોકો ચોંકી ઊઠ્યા હતા.

ઘરમાં ડોરબેલ રણકી. સ્તુતિએ બારણું ખોલ્યું. કુરિયર સર્વિસમાં આવેલી ટપાલ વાંચીને અને બોલી ઊઠી, ‘અરે વાહ, ડેડીને મનગમતું આમંત્રણ મળ્યું છે.’ એની બહેનપણી બોલી,...

‘બેટા, તમને અમારી વાતો જૂનવાણી લાગતી હોય, સાંભળવી ન ગમતી હોય તો હવે હું ડાઈનિંગ ટેબલ પર કે ડાયરી થકી સંવાદરૂપે કે પત્ર દ્વારા તમને કંઈ નહીં કહું’, અવિનાશે દીકરીને કહ્યું.

‘અરે, પાગલ થઈ ગઈ છો કે શું? આમ હવામાં ગુલાલ ઊડાડ્યા કરે છે?’ નીલે એની પ્રિય સખી નીલાને પૂછ્યું. જેના જવાબ સુધી પહોંચવા આ બંનેના સંબંધોના શબ્દચિત્રને નીરખવું જરૂરી છે.

‘અરે આટલો દમદાર અભિનય અને એને એવોર્ડ નહીં?’ આ અને આના જેવા અનેક આશ્ચર્યકારક વાક્યો વિશ્વભરના સિનેમાપ્રેમીઓએ ઉચ્ચાર્યા હતા જ્યારે જગતભરમાં છવાઈ ગયેલી હોલિવૂડ ફિલ્મ ‘ટાઈટેનિક’ને અનેક એવોર્ડ મળ્યા, પરંતુ રહી ગયો એનો મુખ્ય અભિનેતા લિયોનાર્ડો ડિ’કેપ્રિઓ.



to the free, weekly Gujarat Samachar email newsletter