માતા-પિતા-સંતાનઃ વાણી-વર્તન-વ્યવહારમાં જવાબદારી જરૂરી

શ્રાદ્ધ પક્ષના દિવસો છો, આપણી પરંપરામાં, લોકજીવનમાં શ્રાદ્ધ પક્ષના દિવસો એટલે માતૃદેવો ભવ! અને પિતૃદેવો ભવ!ના સૂત્રને વધુ જીવંતતાથી અનુભવવાના દિવસો. આસપાસ બનતી ઘટનાઓનું મન નિરીક્ષણ કરે છે, એ ઘટનાઓનું પ્રતિબિંબ મન ઉપર પડે છે. મનમાં લાગણીના સ્પંદનો...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

‘હું માનું છું કે ગીતા આપણો રાષ્ટ્રીય ગ્રંથ ના હોઈ શકે.’વિશ્વપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે શ્રોતાઓમાં ઉપસ્થિત કેટલાય લોકો ચોંકી ઊઠ્યા હતા.

ઘરમાં ડોરબેલ રણકી. સ્તુતિએ બારણું ખોલ્યું. કુરિયર સર્વિસમાં આવેલી ટપાલ વાંચીને અને બોલી ઊઠી, ‘અરે વાહ, ડેડીને મનગમતું આમંત્રણ મળ્યું છે.’ એની બહેનપણી બોલી,...

‘બેટા, તમને અમારી વાતો જૂનવાણી લાગતી હોય, સાંભળવી ન ગમતી હોય તો હવે હું ડાઈનિંગ ટેબલ પર કે ડાયરી થકી સંવાદરૂપે કે પત્ર દ્વારા તમને કંઈ નહીં કહું’, અવિનાશે દીકરીને કહ્યું.

‘અરે, પાગલ થઈ ગઈ છો કે શું? આમ હવામાં ગુલાલ ઊડાડ્યા કરે છે?’ નીલે એની પ્રિય સખી નીલાને પૂછ્યું. જેના જવાબ સુધી પહોંચવા આ બંનેના સંબંધોના શબ્દચિત્રને નીરખવું જરૂરી છે.

‘અરે આટલો દમદાર અભિનય અને એને એવોર્ડ નહીં?’ આ અને આના જેવા અનેક આશ્ચર્યકારક વાક્યો વિશ્વભરના સિનેમાપ્રેમીઓએ ઉચ્ચાર્યા હતા જ્યારે જગતભરમાં છવાઈ ગયેલી હોલિવૂડ ફિલ્મ ‘ટાઈટેનિક’ને અનેક એવોર્ડ મળ્યા, પરંતુ રહી ગયો એનો મુખ્ય અભિનેતા લિયોનાર્ડો ડિ’કેપ્રિઓ.

‘લ્યો મેડમ, ખાસ તમારા માટે તૈયાર કરાવીને આ સોફ્ટ ડ્રીન્ક્સ લાવ્યો છું.’ અનુજે તોરલને કહ્યું અને પછી તોરલના કાનમાં એણે કાંઈક એવું કહ્યું જેના જવાબમાં તોરલે પાંચ-સાત મિત્રોની હાજરીમાં અનુજને કહ્યું, ‘તારી પાસેથી જ હું શીખી છું કે યોગ્ય પાત્રનો...

‘દેશમાં જઈને બાળકો ઉછેરો, અહીં સ્ત્રી જાતને એકલા રહેવું મુશ્કેલ થશે.’ ૧૯૫૬માં ત્રણ સંતાનો સાથે ઈસ્ટ આફ્રિકામાં રહેતા યુવાન વયે વિધવા થયેલાં શાંતાબહેનને સગાં-સંબંધીઓએ સલાહ આપી. પરંતુ હારે તે બીજા, શાંતાબહેન નહીં.



to the free, weekly Gujarat Samachar email newsletter