પરિવાર સાથે પર્યટન એટલે સોનામાં સુગંધ

‘અરે, આ ગરમીમાં તે કાંઈ આટલે દૂર જવાતું હશે? ચોમાસામાં જઈશું...’ પારિવારિક દોસ્ત હિમાંશુએ કહ્યું, પણ અમે તો નીકળી જ પડ્યા... અને મજાની વાત એ કે ત્યાં પહોંચ્યા પછી એક સાંજે તોફાની પવન સાથે ખૂબ વરસાદ પડ્યો!

માધવપુર (ઘેડ)ઃ ભારતની સાંસ્કૃતિક એકતાનું મિલનસ્થાન

રમણીય, પવિત્ર, દિવ્ય અને પ્રાચીન ભૂમિ છે માધવપુર. માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહની ભૂમિ. દરિયાકિનારે આવેલા આ ગામોમાં ચૈત્ર મહિનામાં જાણે લોકનો આનંદ સાગરની જેમ હિલોળા લે છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય ખૂણામાં દ્વારકાથી 164 કિમી દૂર,...

‘યોગેશ્વરનું હૃદય ખરેખર સોનાનું છે. તેણે જે પ્રસ્તાવ મૂક્યો છે એ તેની ખેલદિલી અને સંવેદનશીલતા દર્શાવે છે. મને તમારા વર્તન અને સિદ્ધિઓ પર ગર્વ છે.’ આ શબ્દો...

‘આજથી મંદિરની જગ્યામાં પૈસા કે બીજા કોઈ સ્વરૂપે દાન સ્વીકારાશે નહીં’ રાજકોટ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના જલારામ મંદિરે ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ કરેલી જાહેરાતથી ઘણાને નવાઈ લાગી હતી. આજે આટલા વર્ષેય ત્યાં ડોનેશન સ્વીકારાતું નથી. અવિરત...

‘મારે અંગ્રેજી ભાષામાં ઝવેરચંદ મેઘાણી વિશે સ્કૂલમાં નિબંધ લખવો છે. હું આપની વેબસાઈટમાંથી વિગતો લઈને કઈ બાબતોને આવરી શકું? માર્ગદર્શન આપશો?’

‘આવો, તમને મારા પારિવારિક મિત્રનો પરિચય કરાવું, એ બીજાઓના સુખ-સમૃદ્ધિ માટે બહુ માનતાઓ રાખે છે.’ હાર્દિક જોષીએ કહ્યું અને સાંભળનારને આખી વાતમાં રસ પડ્યો.

‘હર્ષા, તારા વ્હોટ્સએપ પ્રોફાઈલમાં આ ફોટો કોનો છે પ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે સાથે?’ સખીએ પૂછ્યું અને પછી લાગણીથી લથબથ સંબંધોની વાત હર્ષાએ એને માંડીને કહી.

‘આવી સારી નોકરી તે કાંઈ છોડીને અવાતું હશે?’‘અરે થોડોક સમય અહીં રહીને પરત યુએસ જઈ શક્ચો હોત!’આ અને આવા ઘણાયે સંવાદો આશિષ સોનીએ પોતાના માટે બોલાતા સાંભળ્યા છે. માતા નિરુબહેન અને પિતા જશવંતલાલ સોની. જન્મ અને કોલેજ કક્ષા સુધીનો ઉછેર ગાંધીનગરમાં....

‘કહું છું, આ દીકરી બહુ ભણે છે, પણ ખર્ચાને કેમ પહોંચી વળીશું?’અમરીબહેને પતિ રામભાઈને કહ્યું. વાત સાચી જ હતી, પરંતુ આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આવ્યો તેની વાત જાણવા તમને લઈ જવા છે સૌરાષ્ટ્રના દેવકા ગામમાં.

‘અરે બહુ વાગ્યું તો નથી ને?’‘તાત્કાલિક દવાખાને પહોંચી ગયા તે સારું થયું!’‘હવે ક્યાંયે જતા નહીં, મારા ઘરે આરામ કરજો...’આવા લાગણીભર્યાં પાંચ-સાત વ્યક્તિઓના...

ઉત્તર ગુજરાતના ગામમાં મૂળ વતન ધરાવતા મહેશ જોશી. એમના પત્ની નીતા અને ત્રણ દીકરીઓના પરિવાર સાથે વસ્ત્રાપુર, અમદાવાદમાં રહે છે. દિશા સહુથી મોટી, ત્રણે દીકરીઓ માતા-પિતાને સંતોષ થાય એવું ભણી છે અને પોતપોતાના અભ્યાસની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે.

‘અંકલ હવે મારે જિંદગીનો નવો અધ્યાય શરૂ કરવો છે, બીજાને પણ રાજી રાખવા છે, અને તેનાથી મારે પણ રાજી રહેવું છે.’ દિશાએ એના પપ્પાના મિત્ર મણિલાલ રાજપૂતને કહ્યું.



to the free, weekly Gujarat Samachar email newsletter