વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

શામળાજી વિસ્તારનાં ખેરાડી - ભિલોડા ગામના ૧૦૦ વર્ષના દાદીમાં ઈજુબહેન જીવણભાઈ પટેલનું નિરોગી અને આનંદમય જીવન જોઈને સૌને નવાઈ લાગે છે. આટલી વય છતાં ઇજુબહેનને...

તાલુકાના નવાપુરા ગામના નાગજીભાઇ ચૌધરીનો પુત્ર ભેમજીભાઇ મેડિકલના અભ્યાસ માટે ચીન ગયો હતો. વર્ષ ૨૦૧૧માં અભ્યાસ પૂરો કરીને તે ત્યાં જ સ્થાયી થયો હતો. દરમિયાન...

એક તરફ, પાટીદારોનું અનામતનું કોકડું હજુયે ઉકેલાયું નથી ત્યારે બીજી તરફ, ઠાકોર-ક્ષત્રિયોએ અલગથી ૨૦ ટકા અનામતની માંગણી કરીને વિવાદને વધુ ઘેરો બનાવ્યો છે....

વાવ તાલુકામાં આવેલા માકડા ગામના ભરતભાઈ પારેગીએ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે ૧૦૦ દીકરીઓને દત્તક લીધી હતી. દીકરીઓને દત્તક લઈને તેમણે પોતાની પાંચ વર્ષની મૃત દીકરીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.

કડી તાલુકાના બુડાસણ ગામમાં શિવરાત્રીએ ભાંગ પીધા બાદ ૮મી માર્ચે સવારથી જ કેટલાક લોકોને ઝાડા-ઊલટી શરૂ થઈ ગયા હતા. આરોગ્ય વિભાગની ટીમે ૨૫૬ જેટલા દર્દીઓને...

મહેસાણાથી ૫૦ કિમી અને બહુચરાજીથી ૫ કિમીના અંતરે આવેલા ચાંદણકી ગામમાં પ્રવેશતાં જ ચોખ્ખા ચણક રસ્તા જોવા મળશે, પરંતુ બે-ચાર ઘરડા માણસો સિવાય કોઈ જુવાનિયો...

બેંગલોરની એક મદ્રેસામાં શિક્ષક તરીકે કામ કરતા ૫૧ વર્ષીય આ મૌલાના અંજર શાહે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યુવાનોને જેહાદ માટે ઉશ્કેર્યા હતા. તેવું એન્ટિટેરેરિસ્ટ બ્યુરોની તપાસમાં તાજેતરમાં બહાર આવ્યું છે. મૌલાનાએ એટીએસ સામે કબૂલ્યુ છે કે, તેણે મોડાસા...

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે કુટિર ઉદ્યોગ મીઠા ઉદ્યોગ અને ગૌસંવર્ધન પ્રધાન તારાચંદ છેડાના અધ્યક્ષસ્થાને કુટિર ઉદ્યોગ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ...

રૂપાલની પલ્લી તરીકે પ્રસિદ્ધિ પામેલા શ્રી વરદાયિની માતાજીના મંદિરના જિર્ણોદ્ધારનો શિલાન્યાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન નીતિનભાઈ પટેલ અને શિક્ષણ પ્રધાન...

શક્તિપીઠ અંબાજીમાં ૨૩મી જાન્યુઆરીએ ભાવિકો દ્વારા જગતજનની મા અંબાના પ્રાગટયોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી. પોષી પૂનમના પાવન દિવસે વહેલી સવારથી મોડી...



to the free, weekly Gujarat Samachar email newsletter