સર્વ પિતૃ પુણ્યતિથિ મોક્ષાર્થે યોજાયો પૂજન કાર્યક્રમ

માણસા તાલુકાના પુંધરા ગામે પહેલી વખત સર્વ પિતૃ પુણ્યતિથિ મોક્ષાર્થે પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સદગત સ્વજનોને અંજલિ અર્પી હતી.

ડિંગુચાના પટેલ પરિવારને મોતના મુખમાં ધકેલનાર હર્ષદ પટેલને 10 વર્ષની કેદ

કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...

અરવલ્લિ જિલ્લાના મેઘરજ તાલુકામાં વરસાદને અભાવે પાણીની તીવ્ર તંગી ઊભી થઇ છે. ચોમાસાની સિઝનમાં ઉનાળા જેવી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ સાથે વરસાદ નહીં પડવાથી આ પંથકમાં પીવાના પાણી અને ઘાસચારાની વિકટ પરિસ્થિતિ પેદા ઊભી થઇ છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક ગણાતા પાલનપુરને સુરતના હીરા ઉદ્યોગ સાથે સીધો સંબંધ છે. અત્યારે હીરા બજારની મંદીની અસર પણ પાલનપુરના હીરા ઉદ્યોગ પર પડી છે. 

વિશ્વમાં ક્રિકેટની રમતમાંથી અનેક ખેલાડીઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. પરંતુ ભારતને વિશ્વકક્ષાએ અંધજન ક્રિકેટમાં ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર...

ઘણા સમયથી અંબાજી પંથકમાં વરસાદ ન પડતા વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને મેઘરાજાને મનાવવા પરિવાર સાથે જંગલમાં વન ભોજન લીધું હતું અને મેઘરાજાને પધારવા વિનવણી કરી હતી. 

થોડા વર્ષો અગાઉ ભારતના અનેક શહેરોમાં ત્રાસવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટની ઘટના ઘટી હતી. આ હિંમતનગર નજીકના મોડાસાના સૂકાબજાર ખાતે વિસ્ફોટ થયો હતો. 

 ગબ્બર પર્વત પરથી મહાકાય પથ્થર શીલા અચાનક ગત સપ્તાહે રાત્રે ગબડી પડ્યો હતો. આ શીલા તૂટી પડતાંની સાથે જ જોરદાર ધડાકો થતાં આજુબાજુના દુકાનદારો ફફડી ઉઠયા...

બનાસકાંઠા જિલ્લામાં નહીંવત વરસાદ પડ્યો હોવા છતાં રાજસ્થાનના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી બે કાઠે વહેતી થઈ છે. 

ગુજરાત સરકાર દ્વારા ‘ગતિશીલ ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત દરેક શહેર તથા ગામને પોતાની ઓળખની પ્રતિકૃતિ બનાવી શહેરના પ્રવેશદ્વારે મૂકવા માટે જણાવાયું હતું. 

પ્રાચીન ગ્રંથોમાં સિદ્ધપુરની સરસ્વતી નદીનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આ નદી અત્યારે સુક્કીભઠ બની છે. તેને ફરી વહેતી કરવા સિદ્ધપુરના ધારાસભ્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter