મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

 એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ કરોડોના રૂપિયાના એનએસઇએલ કૌભાંડમાં એન. કે. પ્રોટીન્સની કડી ખાતેની રૂ. ૨૭૮ કરોડની ઓઇલ ફેકટરી ટાંચમાં લીધી છે. 

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડાયસ્પોરા વિભાગના ત્રણ પુસ્તકો છપાવવામાં બેદરકારી દાખવવા બદલ વિભાગના અધ્યક્ષ ડો.આદેશ પાલને સસ્પેન્ડ કરાયા છે.

જૈન સમાજમાં હવે અઢળક સંપત્તિ ધરાવનાર પરિવાર અને વ્યક્તિગત રીતે ભવ્ય સંસાર છોડીને આકરો સન્યાસ માર્ગ સ્વીકારવાનું પ્રમાણ વધ્યું છે.

યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાયેલી રાણકીવાવના વિકાસ માટે શરૂ થયેલી કાર્યવાહીમાં કેન્દ્રીય બજેટમાં તેના માટે નાણાંની ખાસ ફાળવણી થઇ છે.

મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે સાબરકાંઠામાં દર વર્ષે દિવાળી પર્વથી શિયાળાના સમય દરમિયાન પોળો ઉત્સવ યોજવાની નેમ વ્યક્તિ કરી હતી.

સુખી-સંપન્ન લોકો પોતાની શક્તિ મુજબ વિવિધ રીતે લોકોપયોગી સેવા કાર્યો કરતા હોય છે. એક સેવાભાવી તબીબે પોતાના વતનમાં ગામલોકોને મોંઘી તબીબી સારવારથી બચાવવાનો નિર્ધાર કર્યો છે.

પ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજી માતાજીનું મંદિરનો તેની ઊંચાઇને લઇને મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરના વિસ્તૃતિકરણના પ્રોજેક્ટમાં નવનિર્મિત મંદિરની ઊંચાઇ પરંપરાગત ૫૬ ફૂટ બદલે ૪૯ ફૂટ હોવાનું ધ્યાને આવતા ભારે ઊહાપોહ મચ્યો છે. આ અંગે ટ્રસ્ટીમંડળની બેઠકમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter