અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

 કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની રૂ. ૭૫ લાખની કિંમતની મિલ્કત ટાંચમાં લેવાનો વિશેષ કોર્ટે આદેશ કર્યો છે. એન્ટી મની લોન્ડરીંગ એક્ટ કોર્ટે આ આદેશ પ્રદીપ શર્મા સામેના સરકારી જમીન સસ્તા ભાવે ખાનગી કંપની આપવાના કેસમાં કર્યો છે અને હવે પ્રદીપ શર્માની...

‘લગાન’ અને ‘ધ ગુડ રોડ’ પછી કચ્છમાં ફિલ્માંકન થયેલી ત્રીજી ફિલ્મ ‘જલ’ને પણ ઓસ્કર એવોર્ડમાં નોમિનેશન મળે તેવી શક્યતા છે. પ્રથમ બંને ફિલ્મ ભારત વતીથી ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી. જ્યારે ‘જલ’ને બેસ્ટ પિક્ચરની ઓપન કેટેગરીમાં અંતિમ ૧૦૦ ફિલ્મની યાદીમાં...

મહેસાણાઃ શહેરમાં રહેતા ૭૭ વર્ષીય પિતાને ઢળતી ઉંમરે તેમના મોટા દીકરાએ પોતાની સાળી સાથે પરણાવીને સમાજમાં નવો ચીલો પાડ્યો છે. આ લગ્ન બાદ પિતા-પુત્રના સંબંધો બદલાયા છે, અને હવે તેઓ સાઢુ પણ બન્યા છે. બંને પરિવાર આ લગ્નથી ખુશ છે.

મહેસાણાઃ જિલ્લાના ખેરાળુ ખાતે કોલેજ સંકુલમાં ૯થી ૧૧ ડિસેમ્બર ડો. ટીના દોશી દ્વારા નારી કથા યોજાઇ હતી. નારીકથાનો પ્રારંભ કરાવતા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ...

રાધનપુર પાલિકાને ભાજપે આંચકી લેતાં પાલિકા કોંગ્રેસમુક્ત થઈ છે. નગરપાલિકાની ગત ચૂંટણીમાં કુલ ૨૭માંથી ૨૧ બેઠક મેળવનારા કોંગ્રેસના ૧૯ સભ્યો બે તબક્કે ભાજપમાં જોડાઈ જતાં હવે ભાજપનું સંખ્યાબળ ૨૫ થઈ ગયું છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર બે સભ્ય જ રહ્યા...

આવતા વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી સુધરાઇની ચૂંટણીનું રાજ્ય સરકારે તાજેતરમાં પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાને નારીઓનું રાજકીય વજન વધાર્યું છે અને હવે ૫૦ ટકા ‘મહિલા અનામત’ બેઠક દાખલ થશે. આમ ભવિષ્યમાં રાજકીય...

કચ્છમાં સતત બે વર્ષથી પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડતા ભવિષ્યમાં પાણીની ગંભીર અછત સર્જાવાની સંભાવના ઊભી થઇ હતી. નર્મદા નદીની લાઇનમાંથી માળિયાથી કચ્છને ૨૨૦ એમએલ.ડી. પાણી મળે છે જે કચ્છની ઘણો ઓછો જથ્થો છે, જથ્થો વધારવા શું કરી શકાય એ માટે એન્જિનિયરોએ...

માંડવીઃ લંડન નોર્થ હેમ્ટનથી માંડવી ફરવા આવેલા ભાટિયા પરિવારની બે લાખની રોકડ, પાસપોર્ટ, બેંક કાર્ડ સહિતની બેગ ખોવાઈ ગયા બાદ સ્થાનિક રહેવાસી અને દરજી કામ કામ કરતા નીતિન ઓઘવજી પરમારે પરત કર હતી.

ભૂજઃ કચ્છની અગ્રણી આરોગ્ય સંસ્થા બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન બચુભાઈ રાંભિયાનું ગત સપ્તાહે અચાનક અવસાન થયું છે. કચ્છના વિકાસના દરેક કાર્યમાં તેમનું માર્ગદર્શન પ્રરેણારૂપ રહ્યું હતું.

કચ્છનો પ્રવાસપ્રિય રણોત્સવ નજીક આવી રહ્યો છે. આ મહોત્સવ માટે ડિસેમ્બરથી કચ્છમાં સેંકડો પ્રવાસી આવે એવી સંભાવના છે. આથી પ્રવાસીઓ અમદાવાદથી સીધા ભૂજ આવી શકે એ માટે આગામી માસથી દરરોજ બે ફ્લાઇટ શરૂ કરવાનું નક્કી થયું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter