88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

નર્મદા ડેમમાંથી પાણી નહિ છોડવામાં આવતાં ભાડભૂતથી ગરૂડેશ્વર સુધીના ૧૨૧ કિમી સુધીના વિસ્તારમાં નદી દરિયામાં પરિવર્તિત થઈ ચૂકી છે. 

કોંગ્રસ પરિવારનાં વંશજો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના દાદા અને પૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના પતિ સ્વ. ફિરોઝ ગાંધીની ભરૂચના પારસીવાડ વિસ્તારમાં મિલકત...

સ્ટર્લિંગ જૂથના ૮૧૦૦ કરોડના બેંક કરોડ કૌભાંડમાં સંડોવાયેલા નીતિન સાંડેસરાને તિરાના સરકાર દ્વારા નાઇજિરિયામાં કાઉન્સેલ ઓફ ઓનર (માનદ રાજદ્વારી) તરીકે નિમવામાં આવ્યા હતા.જેને કારણે નીતિન રાજદ્વારી વિશેષાધિકાર (ડિપ્લોમેટિક ઇમ્યુનિટી) સાથે નાઇજીરિયામાં...

સુરતના કરતારગામ વિસ્તારમાં અંકુર સ્કૂલ પાસે આવેલા સાઈ હેવન ફ્લેટમાં પહેલા માળે રહેતા શૈલેશ પાલડિયાએ ખેડા જિલ્લાના કપડવંજની રહેવાસી યુવતી સાથે પરિચય કેળવીને યુવતીને ભાગીદારીમાં બ્યુટીપાર્લરનો ધંધો શરૂ કરવા સુરતમાં જહાંગીરપુરા બોલાવી હતી. ૧૩મી...

વલસાડના કલવાડાના વતની અને વર્ષો અગાઉ અમેરિકા સ્થાયી થયેલા ભીખુભાઈ પટેલની તાજેતરમાં હત્યા થયાનું ખૂલ્યું છે. ભીખુભાઈનો મૃતદેહ એક મોટેલના રૂમમાંથી મળ્યો હતો. અમેરિકી પોલીસે આ હત્યાનો કેસ જોકે ૪૮ કલાકમાં જ સોલ્વ કરી તેના હત્યારાઓની ધરપકડ પણ કરી...

ભરુચના મનબુર અને વલણ ગામના અને ધંધાર્થે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં સ્થાયી થયેલા બે યુવાનો પર લૂંટના ઇરાદે ધસી આવેલા અશ્વેતોએ પાંચમીએ ફાયરિંગ કરતાં બંને ગુજરાતી ઘવાયા હતા. ભરુચના મનુબર ગામે શેઠાણી સ્ટ્રીટના રહેવાસી મહંમદ હસુનુદ્દીન દાઉદ માજા ૮...

જેસીબી ભારતમાં સુરત નજીક ૪૪ એકર જમીનમાં ૬૫ મિલિયન પાઉન્ડના ખર્ચે વર્ષે ૮૫,૦૦૦ ટન સ્ટીલનું પ્રોસેસિંગ કરનારી નવી અદ્યતન ફેક્ટરીનું નિર્માણ કરશે. તેનું ઉત્પાદન ૨૦૨૦ સુધીમાં શરૂ થઈ જશે. જેસીબીના ચેરમેન લોર્ડ બેમ્ફર્ડે ૨૫ માર્ચને સોમવારે નવી ફેક્ટરીનું...

ડાયમંડ કંપની યુરોસ્ટારની એન્ટવર્પમાં નાદારી પ્રક્રિયા શરૂ થઈ છે. યુરોસ્ટાર પર ચાર બેંકો તથા અન્યોનું મળીને રૂ. ૩૫૦૦ કરોડ (૫૦૦ મિલિયન ડોલર)થી વધુનું દેવું છે. વર્ષોથી એન્ટવર્પ-બેલ્જિયમમાં સ્થાયી થયેલા ગુજરાતી મહેતા પરિવારની યુરોસ્ટાર ડાયમંડ છેલ્લા...

સુરત જિલ્લાનાં મહુવામાં પૂર્ણા નદી કિનારે આવેલી શ્રી ૧૦૦૮ શ્રી વિઘ્નહર પાશ્વનાર્થ (અ.ક્ષે) દિગમ્બર જૈન દેરાસરમાં મધરાત્રે પ્રવેશેલો તસ્કર અલગ અલગ ભગવાનની...



to the free, weekly Gujarat Samachar email newsletter