મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ઓલિમ્પિક હોકીમાં હેટ્રિક કરન

    ભારતની રાષ્ટ્રીય રમત એટલે હોકી. હોકી દેશની સૌથી જૂની રમત છે. હોકી વક્ર લાકડી વડે રમાય છે. લાકડીનો હેતુ બોલને આગળ ખસેડવાનો અને ગોલ કરવાનો છે. તે ગોલને રોકવાની જવાબદારી ગોલકીપરની હોય છે. ગોલકીપર ગોલ રોકવાનો પ્રયાસ કરે અને સ્ટ્રાઈકર ગોલ કરવાનો પ્રયત્ન કરે... ખેલાડી ગોલ ફટકારવામાં કુશળ હોય તો તેના શોટ સફળતાપૂર્વક ગોલ પોસ્ટમાં પ્રવેશે છે. ગોલ થાય ત્યારે ખેલાડીઓમાં દિવાળીની ઉજવણી થતી હોય છે. એવામાં કોઈ ખેલાડી એકસાથે ત્રણ ત્રણ ગોલ કરે તો ઈતિહાસ રચાઈ જાય...એ ખેલાડીને જાણો છો ?

    65 વર્ષના રીટા મહેતાએ પાવર લિફ્

    તાજેતરમાં ગોવામાં યોજાયેલી નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં માસ્ટર-થ્રી કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને મુંબઈનાં રીટા મહેતાએ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રીટાબહેને 84 કિલોગ્રામ કેટેગરીમાં સૌથી વધારે 45 કિલો વજન ઉઠાવ્યું હતું અને મણિપુર, મિઝોરમ, ઝારખંડ, હરિયાણાના પ્રતિસ્પર્ધીને પાછળ મૂકીને આ ગુજરાતણે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.

    મહિલાઓએ તંદુરસ્તી માટે સાત-આઠ...

    પુરુષો માટે સાતથી આઠ કલાકની ઊંઘ પૂરતી છે, પરંતુ મહિલાઓએ પુરુષોની તુલનાએ વધારે ઊંઘ લેવી જોઈએ એવું નિષ્ણાતોનું તારણ છે. અપૂરતી ઊંઘથી પુરુષોની સરખામણીએ મહિલાઓને વધારે થાક લાગે છે. સરખી ઊંઘ કરવાથી શરીરની ઘણી નાની સમસ્યા દૂર થાય છે. હેલ્થ એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ઊંઘ સાથે શારીરિક-માનસિક ફિટનેસને સીધો સંબંધ છે.

    ઓલિમ્પિક મુક્કેબાજીમાં ચંદ્ર...

    માંગ્તે ચુંગનેઈજંગને ઓળખો છો ? આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ નકારમાં જવાબ વાળશે, પરંતુ જો કોઈ એમ કહે કે મેરી કોમનું નામ સાંભળ્યું છે, તો જવાબ હકારમાં જ મળશે. એમ.સી.મેરી કોમ ભારતની પ્રખ્યાત મહિલા મુક્કેબાજ છે. તે મુક્કેબાજીમાં પાંચ વખત વિશ્વ ચેમ્પિયન બની છે. 

    વિન્ટરમાં સ્કિનને ડ્રાય અને ડ

    શિયાળાના ઠંડાગાર દિવસોમાં સ્કિન ડ્રાય અને ડિહાઇડ્રેટ થઇ જાય છે. પરિણામે આ સિઝનમાં મેકઅપ કરવામાં તકલીફ પડે છે. વળી, વિન્ટરમાં મેકઅપ સ્કિનને ડ્રાય અને ડલ પણ બનાવે છે. તો પછી આનો ઉપાય શું? બ્યુટી એક્સપર્ટ્સ કહે છે કે આ પ્રકારની સ્થિતિમાં હેવી મેકઅપ કરવાને બદલે હાઇડ્રેટિંગ ડ્યૂઇ મેકઅપ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો. તેને ફોલો કરીને તમે સરળતાથી ઘરેબેઠાં ટ્રેન્ડી મેકઅપ લુક ક્રિએટ કરી શકો છો.

    ટ્રાવેલ ડ્રેસિંગ એટલે કમ્ફર્

    ક્રિસમસ વેકેશનના દિવસો શરૂ થઇ રહ્યા છે અને ઘણા લોકો આ સમયગાળા દરમિયાન પ્રવાસ કરવાનું પસંદ કરતા હોય છે. કોઇ દેશમાં તો કોઇ વિદેશમાં તો કોઇ વતનના પ્રવાસે પહોંચવાની તૈયારી કરી રહ્યા હશે. સામાન્ય રીતે લોકો પ્રવાસ દરમિયાન એવા પોશાક પહેરવાનું પસંદ કરે છે, જે ખૂબ આરામદાયક અને ઢીલા હોય છે. પરંતુ જ્યારે યુવતીઓની પસંદગીની વાત થઇ રહી હોય ત્યારે તેમના માટે કપડાંમાં કમ્ફર્ટ અને સ્ટાઇલનું કોમ્બિનેશન જરૂરી બની જાય છે. આથી ટ્રાવેલિંગ દરમિયાન સરળતા તો રહે જ છે, પણ આ સમય દરમિયાન લીધેલા ફોટોગ્રાફ્સ વધુ યાદગાર બની જાય છે.

    ઈરાની સિંગરે હિજાબ વગર કોન્સર

    ઈરાનની કટ્ટરવાદી ઈસ્લામિક સરકાર વિરુદ્ધ દેશભરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે. તેમાં કલાકારો અને લેખકો, લેખિકાઓ તો વિરોધ કરવા ખુલ્લેઆમ આગળ આવી રહી છે. પરસ્તુ નામની આવી જ એક વિખ્યાત સિંગરે વીડિયો સંદેશામાં, ઈસ્લામિક-કટ્ટરવાદી સરકારને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું: ‘હું પરસ્તુ છું, હું તે છોકરી છું જે ચૂપ રહી શકતી નથી. જે પોતાના દેશ માટે ગાવાનું બંધ કરવાનો ઈન્કાર કરે છે.’

    વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ

    લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

    લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. 

    પંગુમ લંઘયતે ગિરિમઃ પ્રોસ્થેટિક પગ સાથે મોડેલિંગમાં સફળ જ્યોર્જીઆ સ્ટેનાર્ડ

    મુસીબત ગમે ત્યારે આવી શકે છે પરંતુ, તેની સામે લડત આપવી તે જ માનવીને મુઠી ઊંચેરો બનાવે છે. આવી જ વાત જાણીતી મોડેલ જ્યોર્જીઆ સ્ટેનાર્ડની છે. જ્યોર્જીઆ જ્યારે 22 વર્ષીય સ્ટુડન્ટ હતી ત્યારે એક બસે તેનો પગ કચડી નાખ્યો અને તેણે જમણો પગ કપાવી નાખવો પડ્યો હતો. તેણે પરિસ્થિતિ સામે ઝીંક ઝીલી, કપરો સંઘર્ષ કર્યો અને આજે તે મોડેલ છે અને હાઈ સ્ટ્રીટ શૂ બ્રાન્ડનો ચહેરો બની છે.