મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ઇંડિયન એરફોર્સના પ્રથમ મહિલા

    તેજતર્રાર સ્ક્વોડ્રન લીડર મોહના સિંહ ભારતનાં હવાઇ સીમાડાનું રક્ષણ કરતી ઇંડિયન એરફોર્સની તેજસ ફાઇટર સ્ક્વોડ્રનનો ભાગ બનનાર દેશનાં પ્રથમ મહિલા પાઇલટ બન્યાં છે. તેઓ જૂન 2016માં ભારતીય વાયુસેનામાં કમિશન કરાયેલી પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટમાંના એક છે. ગુજરાત અને કચ્છ માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે પાઇલટ મોહના સિંહને નલિયાસ્થિત નંબર 18 ફ્લાઇંગ બુલેટ સ્ક્વોડ્રન સોંપવામાં આવી છે.

    ઇન્દિરાનો અર્થ દેવી લક્ષ્મી, કાંતિ, શોભા અને સૃષ્ટિની શરૂઆતમાં ફૂલની પાંખડીઓથી બનેલી દેવી એવો થાય છે. એ જ રીતે પ્રિયદર્શિનીનો અર્થ જેનું દર્શન પ્રિય છે એ અથવા તો પ્રિય જોનારી એવો થાય છે.... આ બન્ને નામના સંગમ સમાં છતાં લોખંડી મહિલા તરીકે જાણીતાં ઇન્દિરા પ્રિયદર્શિની ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન હતાં ! ઇન્દિરા ૨૪ જાન્યુઆરી ૧૯૬૬થી ૨૪ માર્ચ ૧૯૭૭ તથા ૧૪ જાન્યુઆરી ૧૯૮૦થી તેમના અવસાન સુધી ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ સુધીના બે સમયગાળા દરમિયાન ભારતના વડાં પ્રધાનપદે રહ્યાં હતાં. 

    ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધ

    ઇન્દિરાનો અર્થ દેવી લક્ષ્મી, કાંતિ, શોભા અને સૃષ્ટિની શરૂઆતમાં ફૂલની પાંખડીઓથી બનેલી દેવી એવો થાય છે. એ જ રીતે પ્રિયદર્શિનીનો અર્થ જેનું દર્શન પ્રિય છે એ અથવા તો પ્રિય જોનારી એવો થાય છે.... આ બન્ને નામના સંગમ સમાં છતાં લોખંડી મહિલા તરીકે જાણીતાં ઇન્દિરા પ્રિયદર્શિની ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન હતાં ! 

    સિમ્પલ આઉટફિટમાં પણ સ્ટાઇલિશ

    કોલેજ હોય કે ઓફિસ, યુવતીઓ પોતાના લુકને હંમેશાં પરફેક્ટ બનાવવા ઇચ્છે છે. અમુક યુવતીઓ એવી છે જેને સ્ટાઇલિશ ડ્રેસ ગમે છે અને અમુક સિમ્પલ આઉટફિટ પહેરવાનું પસંદ કરે છે. જોકે સિમ્પલ ડ્રેસ પહેરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેની સાથે તમે અનેક પ્રકારની સ્ટાઇલિશ જ્વેલરી કેરી કરી શકો છો. આજકાલ સિલ્વર જ્વેલરીનો ક્રેઝ વધારે છે. સિલ્વર જ્વેલરી તમને સિમ્પલ કપડાંમાં પણ સ્ટાઇલિશ લુક આપે છે. તો આવો આજે આપણે જાણીએ સિલ્વર જ્વેલરીમાં જોવા મળતી કેટલીક સ્ટાઇલ વિશે...

    અજરખ બ્લોક પ્રિન્ટઃ ટ્રેડિશન

    બાડમેરમાં વિસ્થાપિત ખત્રી સમુદાય દ્વારા અજરખ પ્રિન્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ કલા આજકાલની નથી પરંતુ તેને અસ્તિત્વમાં આવ્યાંને ચાર સદી કરતાં પણ વધુ વર્ષ થઇ ચૂક્યાં છે. આજે પણ આ પ્રિન્ટ એટલી જ પોપ્યુલર અને હોટ ફેવરિટ છે. અજરખ બ્લોક પ્રિન્ટિંગ માટે કપડાંને 16 પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. તેને ધોવાથી માંડીને ડાઇ કરવા, પ્રિન્ટિંગ કરવા અને સુકાવવા સુધીની પ્રક્રિયા એમાં સામેલ છે. અજરખ બ્લોક પ્રિન્ટિંગ માટે જે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે તેને વનસ્પતિ, ફળ અને શાકભાજીમાંથી કાઢવામાં આવે છે. અજરખ બ્લોક પ્રિન્ટિંગ માટે ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુ કુદરતી છે તેથી આ ફેબ્રિકને ગરમી અને ઠંડી બંને ઋતુમાં સરળતાથી પહેરી શકાય છે.

    આરતી સરીનઃ આર્મ્ડ ફોર્સિસ મેડ

    વાઈસ એડમિરલ સર્જન આરતી સરીન આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસનાં પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ બન્યા છે. તેઓ સશસ્ત્ર દળની ત્રણેય પાંખની મેડિકલ સર્વિસીસના વડાં તરીકે કાર્યભાર સંભાળનારા પ્રથમ મહિલા અધિકારી છે, જે ભારતીય સૈન્યના ઇતિહાસમાં એક સીમાચિહ્ન છે. નોંધનીય છે કે ડાયરેક્ટર જનરલ ઓફ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિસ (ડીજીએએફએમએસ) સશસ્ત્ર દળોની મેડિકલ પોલિસીની બાબતોમાં સંરક્ષણ મંત્રાલય સાથે મળીને કામ કરે છે. ભારતીય સૈન્યના એક અધિકારીએ જણાવ્યું કે નવી નિમણૂક સાથે જ સર્જન આરતી સરીન ભારતીય સશસ્ત્ર દળોમાં સેવા આપનારા સર્વોચ્ચ રેન્કિંગવાળા મહિલા અધિકારી બની ગયા છે.

    અંગરક્ષકો નિયુક્ત કરનાર પ્રથ

    એક એવી મશહૂર અભિનેત્રી જે અંગરક્ષકો નિયુક્ત કરનાર પહેલી સિનેતારિકા હતી, જેણે પોતાના મહેલ જેવા બંગલામાં અઢાર અલ્સેશિયન કૂતરા પાળેલા, જેના પ્રાંગણમાં બ્યૂક, શેવરોલેટ, સ્ટેશન વેગન, હિલમેન અને ટાઉન ઇન કંટ્રી એમ પાંચ મોંઘેરી ગાડીઓ ખડી રહેતી અને જે દાનની રાણી તરીકે પણ ઓળખાતી.... બોલો, આ સિતારાની ઓળખાણ પડે છે?

    પ્રસંગોમાં રોયલ અને ગ્રેસફુલ

    ફેશન જગતમાં સતત પરિવર્તન આવતું રહે છે. એ પછી વેસ્ટર્ન આઉટફિટ હોય કે ટ્રેડિશનલ. આજકાલ બજારમાં અનેક પ્રકારના ડિઝાઇનર સૂટ ઉપલબ્ધ છે. એમાં અમ્બ્રેલા સૂટ ડિઝાઇન યુવતીઓના હોટ ફેવરિટ છે, જે લુકને સ્ટાઇલિશ બનાવવાનો બેસ્ટ ઓપ્શન છે. અમ્બ્રેલા સૂટ એક પ્રકારનો અનારકલી સૂટ છે, જેમાં ફ્લેયર હોય છે. તેથી આ પ્રકારના સૂટ રોયલ અને ગ્રેસફુલ લુક આપે છે. સામાન્ય રીતે પાર્ટી, લગ્ન અને ફેસ્ટિવલ જેવા ખાસ અવસર પર આ સૂટ પહેરી શકાય છે.

    સીમા સુરક્ષા દળની પ્રથમ મહિલા...

    બોર્ડર ફિલ્મ યાદ છે ? આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધકાળમાં બનેલી સત્યઘટના પર આધારિત હતી. યુદ્ધ દરમિયાન મેજર કુલદીપ સિંહ ચાંદપુરીના નેતૃત્વમાં રાજસ્થાનના લોંગેવાલા પોસ્ટ પર ૧૨૦ ભારતીય જવાનોએ રાતભર પાકિસ્તાનની ટોંક રેજીમેન્ટનો મુકાબલો કરેલો. આ સત્યઘટનાને આધારે ૧૯૯૭માં પ્રદર્શિત થયેલી ‘બોર્ડર’ ફિલ્મમાં સની દેઓલ અને જેકી શ્રોફ સહિતના કલાકારોએ અભિનયનાં અજવાળાં પાથરેલાં...આ ફિલ્મનું નામ પડતાં જ સહુના હોઠ પેલું ગીત ગણગણવા લાગે છે : સંદેશે આતે હૈં....

    ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ

    ટેબલ ટેનિસના ખેલમાં જે નિપુણ હોય અને જે કોલેજ ક્વીન પણ રહી ચૂકી હોય એ યુવતી આગળ ઉપર પ્રસિદ્ધ ખેલાડી બને અથવા તો ભારતસુંદરી બને તો નવાઈ ન લાગે, પણ આ બે ક્ષેત્રને બદલે એ રાજકારણના ક્ષેત્રમાં કાઠું કાઢીને ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર ખેડે...