મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ડબ્લ્યૂટીએ પ્રતિયોગિતાની પ્ર...

    ટેનિસના ખેલમાં ભારતને ચંદ્રક અપાવનાર પ્રથમ મહિલા ખેલાડી અને ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટમાં સ્થાન મેળવનાર સૌ પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી... આ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીને જાણતાં જ હશો !

    હોમમેડ લિપ બામઃ  શિયાળામાં સાચ...

    કાતિલ ઠંડીનો સપાટો ચાલી રહ્યો છે. હવામાનમાં ફેરફાર અને વાતાવરણમાં ભેજની સૌથી પહેલી અસર ત્વચા પર જોવા મળતી હોય છે, અને તેમાં પણ હોઠ તો ઝડપભેર સૂકા અને ખરબચડા થવા લાગે છે. સુકા હોઠ ચહેરાની સુંદરતા પણ બગાડે છે અને ક્યારેક ત્વચા ખેંચાઇને નીકળી જવાથી પીડા પણ થાય છે. આમ, ઠંડીની સિઝનમાં હોઠને નરમ અને કોમળ રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    ભારતમાં ‘સિલાઈવાલી’ના આશરે શ

    દક્ષિણ દિલ્હીની ભરચક ગલીઓમાં આવેલા એક રૂમમાં શરણાર્થી અફઘાન મહિલાઓ તેમના સિલાઈ મશીનો પર બેસી કાપડના ચીંથરાંમાથી કલાત્મક અને સુંદર ઢીંગલીઓ બનાવવાના કામમાં જોડાઈ છે. તેઓ જે દેશમાંથી નાસી છૂટી છે તેની સમૃદ્ધ એમ્બ્રોઈડરી કળાને પરંપરાગત પેટર્ન્સનો નિખાર આપવા સાથે હસતાં હસતાં વાતો કરે છે અને અફઘાની ગીતો ગણગણે છે. ‘સિલાઈવાલી’ સંસ્થાની દીવાલ પર અફઘાનિસ્તાનનો નકશો પણ લટકે છે જે તેમને સ્વદેશની યાદ અપાવે છે પરંતુ, 2021માં તાલિબાનીઓએ કબજો જમાવ્યો તે દેશમાં તેઓ પરત ફરવાની નથી તે નિશ્ચિત છે.

    ચહેરાની સુંદરતા નિખારશે તુલસ

    તુલસી પત્રને આપણે બહુ પવિત્ર ગણીએ છીએ, પરંતુ શું તમે એ જાણો છો કે તે પવિત્ર છે એટલા જ ત્વચા માટે પોષક પણ છે? હા, તુલસીના પાન સૌંદર્ય નિખારવામાં પણ બહુ ઉપયોગી છે. તુલસીમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ત્વચાની રંગતને નિખારવામાં મદદ કરે છે. ત્વચાને ઠંડક આપવાની સાથે સાથે ચહેરાના બ્લડ સર્ક્યુલેશનને વધારીને ચહેરાને નિખારવાનું કામ કરે છે.

    મુંબઇની 17 વર્ષની કામ્યાએ  7 મહા

    મુંબઈની 17 વર્ષની કામ્યા કાર્તિકેયને 7 મહાદ્વીપનાં 7 શિખર સર કરીને વિક્રમ સર્જ્યો છે. આ રેકોર્ડ કરનારી કામ્યા વિશ્વની સૌથી યુવાન પર્વતારોહક બની છે.

    કાંચીપુરમ સિલ્ક સાડીમાં  નીતા...

    મ્પના શપથ-ગ્રહણ સમારોહ પૂર્વે યોજાયેલા ગાલા ડિનરમાં કરોડોનું ફંડ આપનારા દિગ્ગજો સહિત દુનિયાના જાણીતા નેતાઓ અને સેલેબ્સને આમંત્રણ અપાયું હતું. જેમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીનો પણ સમાવેશ થતો હતો. પાર્ટીમાં નીતા અંબાણીએ પહેરેલી પરંપરાગત સિલ્ક સાડીએ લોકોને સંમોહિત કરી દીધા હતા. 

    AI સહિતની ટેકનોલોજીઝ પૂરી પાડતી કંપનીના સ્થાપક વિનિતા રાઠી માટે ‘સ્કાય ઈઝ ધ લિમિટ’

    આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો યુગ આવી રહ્યો છે ત્યારે અન્ય બિઝનેસીસને AI અને બ્લોકચેઈન ટેકનોલોજીસનો ઉપયોગ કરવામાં મદદ કરી રહેલી નિષ્ણાત એંગ્લો-ઈન્ડિયન કંપની સિસ્ટેન્ગો (Systango)ની ભારતવંશી સહસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ વિનિતા રાઠીએ ડિસેમ્બર મહિનામાં મહિલા ઉદ્યોગસાહસિકોની સિદ્ધિઓને બિરદાવતા ભોજન સમારંભમાં તે પોતાની કંપનીના વિકાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે બાળકોની સારસંભાળ લેનારી આયાઓનો ખાસ આભાર માન્યો હતો.

    ચહેરાની સુંદરતા નિખારશે તુલસ

    તુલસી પત્રને આપણે બહુ પવિત્ર ગણીએ છીએ, પરંતુ શું તમે એ જાણો છો કે તે પવિત્ર છે એટલા જ ત્વચા માટે પોષક પણ છે? હા, તુલસીના પાન સૌંદર્ય નિખારવામાં પણ બહુ ઉપયોગી છે. તુલસીમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ત્વચાની રંગતને નિખારવામાં મદદ કરે છે. ત્વચાને ઠંડક આપવાની સાથે સાથે ચહેરાના બ્લડ સર્ક્યુલેશનને વધારીને ચહેરાને નિખારવાનું કામ કરે છે.

    નેચરલ લુક માટે આ રીતે કરો મેકઅ

    આજે જાતને અપડેટ રાખવી એ સૌથી મોટી વાત છે. એ માટે ડ્રેસથી લઈને એક્સેસરીઝ બધા ઉપર ધ્યાન આપો. આ ઉપરાંત ચહેરાને પણ ટચઅપ કરવો જરૂરી છે, તો જ તમે અપ ટુ ડેટ દેખાશો. આજકાલ દરેક પ્રસંગ - ઇવેન્ટ માટે અલગ મેકઅપ કરવાનો ટ્રેન્ડ છે. તેથી પ્રસંગને ધ્યાનમાં રાખીને મેકઅપ કરવામાં આવે એ બહુ જરૂરી છે. અમુક જગ્યાએ ડાર્ક મેકઅપ ચાલે છે તો અમુક જગ્યાએ સોબર, તેથી આપણે પ્રસંગ અને જગ્યાને ધ્યાનમાં રાખીને મેકઅપ કરવો જોઈએ. નેચરલ લુક માટે કેવો મેકઅપ કરી શકાય એ અંગે જાણીએ.

    US Bancorpના સીઇઓ પદે ગુંજન કેડીઆ...

    ભારતવંશી ગુંજન કેડીઆને યુએસબેન્કોર્પ (U.S. Bancorp)ના આગામી સૌપ્રથમ મહિલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ સાથે 54 વર્ષીય કેડીઆ ફાઈનાન્સિયલ સેક્ટરમાં સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં સ્થાન મેળવશે. કંપનીએ જાહેર કર્યું છે કે વર્તમાન પ્રેસિડેન્ટ કેડીઆ 15 એપ્રિલે મળનારી શેરહોલ્ડર્સની વાર્ષિક સામાન્ય સભા પછી CEOનો કાર્યભાર સંભાળશે. તેઓ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પણ સામેલ થશે. કેડીઆ વર્તમાન સીઈઓ એન્ડી સેસિરેનું સ્થાન સંભાળશે જેઓ એક્ઝિક્યુટિવ ચેરમેનનો પદભાર સંભાળવા સાથે બોર્ડના નેતા રહેવા સાથે કેડીઆને નવી કામગીરીમાં સપોર્ટ આપશે.