મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    મેકઅપ, બ્રશ અને ટૂલ્સ મેકઅપને

    પ્લાસ્ટિક, આઈલાઈનર, આઈ શેડો જેવી મેકઅપ પ્રોડક્ટસ વેનિટી બોક્સમાં હોય છે, પરંતુ પરફેક્ટ લુક માટે જરૂરી મેકઅપ ટૂલ્સ શું તમારી પાસે રાખો છો? કયા બ્યુટી ટુલ્સ વેનિટી બોક્સમાં હોવા જોઈએ? આજે આ અંગે જાણીએ.

    વિદેશમાં શૂટિંગ કરનાર પ્રથમ ભ

    નાઝ ફિલ્મ વિશે સાંભળ્યું છે ? અશોક કુમાર અને નલિની જયવંત અભિનીત અને વર્ષ ૧૯૫૪માં પ્રદર્શિત થયેલી નાઝ ફિલ્મનું શૂટિંગ ઈજિપ્તની રાજધાની કેરો અને લંડનમાં થયેલું. ફિલ્મની માર્કેટિંગ સ્ટ્રેટેજી અનુસાર ફિલ્મના એક પોસ્ટરમાં નલિની જયવંતને મિસરની દેવીના રૂપમાં દર્શાવવામાં આવેલી... ફિલ્મની વિશેષતા એ હતી કે કોઈ ભારતીય અભિનેત્રીએ વિદેશમાં શૂટિંગ કર્યું હોય એવી આ પહેલી ફિલ્મ હતી. એ રીતે જોઈએ તો વિદેશની ધરતી પર શૂટિંગ કરનાર પહેલી ભારતીય અભિનેત્રી નલિની જયવંત હતી !

    રચેલ ગુપ્તાએ ઇતિહાસ રચ્યોઃ  ભા...

    ભારતની રચેલ ગુપ્તાએ પ્રતિષ્ઠિત મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. 20 વર્ષની રચેલ પંજાબના જલંધરની વતની છે અને 70 દેશોના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે તેણે આ બ્યૂટી પેજેન્ટનો તાજ પોતાના નામે કર્યો છે. આથી પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે રચેલે આ સાથે ગ્રાન્ડ પેજેન્ટ ચોઈસ એવોર્ડ પણ જીત્યો છે

    ગર્ભાવસ્થામાં નમકીન ખાવાની ઇ

     ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વિવિધ પ્રકારની વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે, જેને ‘પ્રેગ્નન્સી ક્રેવિંગ’ કહેવાય છે. ખાસ કરીને પહેલા ત્રણ મહિનામાં લગભગ 90 ટકા મહિલાઓ ઓછામાં ઓછા એકવાર પ્રેગ્નન્સી ક્રેવિંગનો અનુભવ કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે પ્રેગ્નેન્સી ક્રેવિંગનો સંસ્કૃતિ અને પોષક તત્ત્વોની ઊણપ સાથે સીધો સંબંધ છે.

    દુનિયાની પહેલી મિસ વર્લ્ડની 95

    દુનિયાની સૌથી પહેલી મિસ વર્લ્ડ કીકી હેકન્સનનું નિધન થયું છે. કિકી 95 વર્ષનાં હતાં. કિકી હેકન્સને કેલિફોર્નિયામાં તેમના નિવાસસ્થાને ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. કિકીના પરિવારે ઓફિશિયલ મિસ વર્લ્ડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તેમના મૃત્યુની જાણ કરી હતી. વિશ્વની પ્રથમ મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટ 1951માં યોજાઇ હતી, જેમાં સ્વિડનમાં જન્મેલાં કિકી હેકન્સનના શિરે પ્રથમ વિજેતાનો તાજ મૂકાયો હતો.

    સ્કિન કેર માટે અનિવાર્ય છે બ્ય...

    સ્કિન કેરના મામલે આપણામાંથી ઘણા લોકો કન્ફ્યુઝ રહે છે, કારણ કે દિવસે દિવસે બ્યુટીને લગતી નવી નવી પ્રોડક્ટ લોન્ચ થતી રહે છે. એમાં પણ કઈ પ્રોડક્ટનો અચૂક ઉપયોગ કરવો જોઈએ અને એ શા માટે ઉપયોગી છે એ અંગે આપણને ખાસ કંઈ ખબર હોતી નથી. પરિણામે ઘણી વખત ન લાવવાની પ્રોડક્ટ લઈ આવીએ છીએ અને નાણાં વેડફીએ છીએ.

    પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષય

    કલ્પના કરવાથી કલ્પના સાકાર થાય છે ! પૂર્વાપર ભૂમિકા આપીને આ વાક્ય સમજાવવાનું હોય તો એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ કલ્પના ચાવલા સિવાય બીજું કોઈ જ ન હોઈ શકે ! કલ્પના ચાવલાએ કલ્પનાની પાંખે સવાર થઈને ધરતીથી આકાશ અને આકાશથી અંતરિક્ષમાં ઊડવાની કલ્પના કરી અને એ કલ્પના સાકાર પણ કરી....પ્રથમ ભારતીય મહિલા અવકાશયાત્રી બનીને ભારતનું ગૌરવ વધાર્યું !

    ટોપ-૩૦ બિઝનેસ લીડર્સમાં રીના પ...

    અમેરિકાથી પ્રકાશિત થતા પ્રસિદ્ધ બિઝનેસ મેગેઝિન ‘ઓસ્ટિન બિઝનેસ જર્નલ’એ તાજેતરમાં આ વર્ષની ટોપ-૩૦ ફીમેલ બિઝનેસ લીડર્સનું લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં બિઝનેસ વુમન રીના પટેલનો પણ સમાવેશ થાય છે. રીના પટેલ અમેરિકન મલ્ટીનેશનલ બેન્કિંગ અને ફાઈનાન્સ કંપની વેલ્સ કાર્ગોનાં એરિયા પ્રેસિડેન્ટ છે. 

    ઈશાની કંટારીઆઃ કોયડા થકી સાંસ્કૃતિક મૂળિયાંનું પાલનપોષણ

    કોયડા કે ઉખાણા સર્જનાત્મકતાથી ભરપૂર શક્તિશાળી શૈક્ષણિક સાધન હોઈ શકે છે પરંતુ, ભારતીય સંસ્કૃતિ વિશે શીખવતા હોય તેવા કોયડાઓ દુર્લભ હોય છે. હનુમાન ચાલીસા શીખવાની ભત્રીજીની ધગશમાંથી પ્રેરણા મેળવી ઈશાની કંટારીઆએ આ લક્ષ્ય સાથે ‘108 પઝલ્સ’ની સ્થાપના કરી હતી.   યુકેમાં ભારે આદર ધરાવતા દાદા સંત પૂજ્ય રામબાપાની આગેવાની હેઠળ જ્યાં હનુમાન ચાલીસાના નિરંતર પાઠ થતા રહ્યા છે તેવા પરિવારમાંથી આવતાં ઈશાનીએ આ પ્રાર્થનામાંથી તેમને જે શક્તિ પ્રાપ્ત થઈ હતી તે છ વર્ષની ભત્રીજી સમજી શકે તેવા ઈચ્છા રાખી હતી.