મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    તડકામાં વધુ રહેતી મહિલાઓમાં બ

    એક અભ્યાસના આધારે દાવો થયો છે કે તડકામાં સમય વધુ સમય સુધી રહેવાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું થાય છે. આ સંશોધન ‘કેન્સર એપિડેમિયોલોજી, બાયોમાર્કર એન્ડ પ્રિવેન્શન જર્નલ’માં પ્રકાશિત થયું છે.

    ઓડિશાના આશાવર્કર મતિલ્દા કુલ

    ઓડિશાના ખોબા જેવડા ગામમાં વસતાં મતિલ્દા કુલ્લુ આંતરરાષ્ટ્રીય તખતે ચમકી ગયા છે. વિખ્યાત ‘ફોર્બ્સ’ મેગેઝિને તાજેતરમાં બહાર પાડેલી દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓમાં ઓડિશાનાં ૪૫ વર્ષનાં આદિવાસી મહિલા અને આશાવર્કર મતિલ્દા કુલ્લુનો સમાવેશ થયો છે. મતિલ્દા કુલ્લુ દોઢ દસકા કરતાં વધુ સમયથી સુંદરગઢ જિલ્લાના બડગાંવ તાલુકાના ગર્ગડબહલ ગામમાં આશા વર્કર તરીકે કામ કરે છે. આ વિસ્તારમાંથી કાળા જાદુ જેવા સામાજિક અભિશાપને નિર્મૂળ કરવામાં મતિલ્દાનું પ્રશંસનીય યોગદાન છે. તેમની આ સિદ્ધિને પગલે જ ‘ફોર્બ્સ’ની યાદીમાં જાણીતા બેન્કર અરુંધતી ભટ્ટાચાર્ય, અભિનેત્રી રસિકા દુગ્ગલ જેવી મહિલાઓ સાથે ૨૦૨૧નાં સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં મતિલ્દાને પણ સ્થાન અપાયું છે.

    બેબી બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવ

    ચહેરા પર વધતી ઉંમરના સંકેત દેખાય નહીં તેના માટે આજકાલ બોટોક્સ ટ્રીટમેન્ટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. યુવતીઓ એકદમ યુવાન દેખાવાના મામલે એટલું માનસિક દબાણ અનુભવે છે કે તે હવે ૨૦થી ૨૫ વર્ષની ઉંમરમાં જ બેબી બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવવા લાગી છે. ખાસ તો અમેરિકા અને બ્રિટનમાં આ બ્યૂટી ટ્રીટમેન્ટની માગ વધી રહી છે અને ભારતમાં આ ટ્રેન્ડ વેગ પકડી રહ્યો છે. અહીં બ્યૂટી એક્સપર્ટ્સ બેબી બોટોક્સ ટ્રીટમેન્ટ, તેની પ્રોસેસ, ફાયદા અને નુકસાન અંગે જણાવી રહ્યા છે.

    રાજસ્થાનની મુસ્લિમ યુવતીએ સં

    એક મુસ્લિમ યુવતી અને તેના પરિવારજનોનો સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ આશ્ચર્ય પમાડે તેવો છે. આ જ કારણ છે કે ઇસ્મત શેરવાનીએ એમ.એ. સંસ્કૃત વ્યાકરણમાં ૭૫ ટકા માર્ક્સ મેળવ્યા છે. ઇસ્મતને આ સિદ્ધિ બદલ જયપુરની જગદ્ગુરુ રામનંદાચાર્ય રાજસ્થાન સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આચાર્યની પદવી સાથે ગોલ્ડ મેડલ એનાયત થયો છે.

    હેલ્ધી અને સ્ટ્રોંગ  વાળ માટે

    તમારા વાળનો ગ્રોથ અટકી ગયો છે? વાળ ડલ અને નબળા થઇ ગયા છે, હેર ફોલ થઇ રહ્યો છે? તો બની શકે કે તમે જે આહાર લઇ રહ્યાં છો એમાં જરૂરી વિટામિન્સના પ્રમાણની ઉણપ હોય. વિટામિન્સની ઉણપને કારણે વાળને લગતી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. વાળના ગ્રોથને વધારવા અને વાળને ભરપૂર પોષણ પૂરું પાડવામાં વિટામિન્સ આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. 

    બ્યુટી કેરઃ હોમમેડ બ્લીચથી  ગ્...

    સ્કિનને ગ્લોઈંગ બનાવવા અનેક મહિલાઓ દર મહિને બ્લીચ કરાવે છે. તેનાથી ત્વચા પર જામેલી ગંદકી તથા ટેનિંગની સાથે અણગમતા વાળનો રંગ તો હળવો થઈ જાય છે, પણ કેમિકલ્સથી ભરપૂર હોવાથી સ્કિન પણ ડેમેજ થઈ શકે છે.

    પાંચ બાળકોની સિંગલ માતા અસિમા

    પાંચ બાળકોની ૩૭ વર્ષીય સિંગલ માતા અસિમા નઝિરને જીવનમાં પરિવર્તન લાવનારી મિલેનિયમ પોઈન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સ્કોલરશિપની વિજેતા જાહેર કરવામાં આવી છે. હવે તેઓ પૂર્ણ ભંડોળ સાથે બર્મિંગહામ સિટી યુનિવર્સિટી (BCU)માં અંડરગ્રેજ્યુએટ ડીગ્રી માટે અભ્યાસ કરશે. હાલ ડડલી કોલેજમાં સોશિયલ સાયન્સ એન્ડ હ્યમેનિટીઝનો અભ્યાસ કરતી અસિમાનું લક્ષ્ય BCUમાં પ્લાનિંગની ડીગ્રી હાંસલ કરવાનું છે.