દુનિયામાં જાત-જાતના લગ્નો વિશે તો તમે સાંભળ્યું જ હશે. હવે તો કેટલાક દેશોમાં સમલૈંગિક લગ્ન પણ સામાન્ય થઈ ગયા છે, પરંતુ આવા લગ્ન વિશે તમે આ પહેલા કદાચ ક્યારેય નહીં સાંભળ્યું હોય. બ્રિટનમાં એક ૪૯ વર્ષીય મોડેલે પુરુષોથી કંટાળીને એક છ વર્ષના કૂતરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.
ઈંગ્લેન્ડની પૂર્વ મોડેલ એલિઝાબેથ હોડે ગોલ્ડન રીટ્રિવર બ્રીડના કૂતરા ‘લોગન’ સાથે ઘરસંસાર માંડવા નિર્ણય લીધો હતો. એક કૂતરા સાથેના આ અનોખા લગ્ન ચર્ચમાં ૨૦ જેટલા મહેમાનોની હાજરીમાં થાય તેવી ઈચ્છા મોડેલે વ્યક્ત કરી હતી. લગ્ન બાદ તેણે પોતાના ‘પતિ’ લોગન સાથે ડોગ ફ્રેન્ડલી હનીમૂન પર જવાનો પ્લાન પણ બનાવ્યો હતો.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
મોટાભાગે દોડવાની વાત આવે તો લોકો કેટલી સ્પીડમાં દોડે છે એની ગણતરી લગાવે, પણ ઇંગ્લેન્ડના ગ્રેટર મેન્ચેસ્ટરમાં રહેતાં ૩૨ વર્ષીય શેન્ટેલ ગેસ્ટન-હિર્ડને બેકવર્ડ રનિંગનું ઘેલું લાગ્યું છે. તેમને સીધું દોડવું પસંદ નથી. તેઓ કહે છે કે સીધા દોડવાનું બોરિંગ લાગવા માંડ્યું હતું તેથી તે પાછા પગે દોડવાનું શરૂ કર્યું હતું. યુવાનકાળેથી જ શેન્ટેલ વર્કઆઉટ માટે જોગિંગ અને રનિંગ કરતી હતી, પરંતુ ર૦૧૩માં કોર્પોરેટ કંપનીમાં ટીમ બિલ્ડિંગ એકસરસાઇઝ તરીકે તેમને બેકવર્ડ રનિંગ કરાવવામાં આવ્યું અને તેને બહુ મજા પડી ગઈ. એ પછી તો તેમણે ગાર્ડનમાં દોડવા જતી વખતે અને જિમમાં વર્કઆઉટ કરતી વખતે પણ પાછા પગે દોડવાનું શરૂ કરી દીધું.
મેક અપમાં આઈલાઈનર ખૂબ જ મહત્ત્વનો ભાગ ગણાય છે. આઇલાઇનર વગર છોકરીઓનો મેક અપ ફિકો લાગે છે. પાર્ટી, ફંક્શન્સ કે પછી કેઝ્યુઅલ લુકમાં મહિલાઓ કે યુવતીઓ પરફેક્ટ દેખાવ માટે આઇલાઇનર જરૂર લગાવે છે. ઘણી યુવતીઓ તો કાજળની જેમ જ આઇલાઇનર વગર ઘરની બહાર પણ નીકળતી નથી. જોકે યક્ષપ્રશ્ન એ રહે છે કે આઇલાઇનરને લાંબા સમય સુધી ટકાવી કેવી રીતે રાખવી? તો પ્રશ્ન માટે અહીં ટિપ્સ આપવામાં આવી છે. આઇલાઇનર લગાવતી વખતે આ ટિપ્સ ફોલો કરશો તો તમારી આઇલાઇનર સ્પ્રેડ નહીં થાય અને લાંબો સમય રહેશે.
સુરતથી ૨૫ દેશોની સફરે નીકળેલી બાઇકિંગ ક્વીન્સની બે બાઈક એમ્સ્ટર્ડેમમાં ચોરાઈ ગઈ છે. જોકે બાઇકિંગ ક્વીન્સ દ્વારા બીજી બાઈક ભાડે મેળવીને પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર પ્રવાસ ચાલુ રાખવામાં આવ્યો છે.
ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (આઈએનએસએ)ના પ્રમુખ તરીકે ડો. ચંદ્રિમા સાહાની પસંદગી કરાઇ છે. તેઓ અત્યારે આઈઆઈટી-ગાંધીનગરની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય છે. સાથે સાથે અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાઓમાં વિવિધ હોદ્દા પર કાર્યરત છે. એકેડમીના ૮૫ વર્ષના ઈતિહાસમાં તેઓ પ્રથમ મહિલા પ્રમુખ બનશે. તેમનો કાર્યકાળ ૨૦૨૦થી શરૂ થઈ ૨૦૨૨ સુધીનો રહેશે. અત્યારે તેઓ આઈએનએસએના ઉપપ્રમુખ છે. તેમનું મૂળ સંશોધન બાયોલોજીમાં છે.
સામાન્યપણે વિશ્વમાં લોકો આઠ પ્રકારના બ્લડ ગ્રૂપમાં વહેંચાયેલા હોય છે. જોકે, કોર્નવોલના પેન્ઝાન્સનાં બાવન વર્ષનાં રક્તદાતા સ્યૂ ઓલ્ડ્સ અતિ વિશિષ્ટD - (D dash) ગ્રૂપનું રક્ત ધરાવે છે, જે બ્રિટનમાં એક માત્ર તેમનાં શરીરમાં જ વહે છે. સમગ્ર વિશ્વમાં આ ગ્રૂપનું લોહી ધરાવતી ૧૧૦ વ્યક્તિ છે, અને તેમાંથી ૮૮ જાપાનમાં વસે છે. સ્યૂએ અત્યાર સુધીમાં ૪૬ વખત રક્તદાન કર્યું છે અને તેના થકી એક બાળકી સહિત અસંખ્ય લોકોને નવજીવન સાંપડ્યું છે.
પ્રદૂષણ ભરેલા વાતાવરણમાં કોઈ પણ મોસમમાં ત્વચા પર ખૂબ જ ખરાબ અસર થાય છે. કાળા ડાઘ થવા, છિદ્રો પર ખરાબ અસર થવી. ત્વચા શુષ્ક થવા જેવી સમસ્યા યૌવનકાળથી શરૂ થઈ જાય છે. વયની છાપ પણ ખૂબ જ ઝડપથી ચહેરા પર પડવા લાગે છે અને ત્વચાના છિદ્રો ફેલવા લાગે છે. ઝડપી જિંદગીમાં ત્વચા સચવાઈ રહે એ માટે કેટલાક ઘરેલુ ઉપાય અહીં આપ્યા છે. તેને ફોલો કરવાથી તમારી ત્વચા અને તમે બંને સ્વસ્થ રહી શકશો.
ભારતની એક યુવતીને પેટમાં ઘણો દુઃખાવો થતો હતો અને તે તપાસ માટે હોસ્પિટલે પહોંચી હતી તો ડોક્ટરોના આશ્ચર્ય વચ્ચે તેના પેટમાં વાળ, હાડકાં જેવા અવશેષો હતા. તપાસમાં એવું જણાયું હતું કે આ યુવતી જ્યારે તેની માતાના ગર્ભમાં હશે ત્યારે તેની માતાને એક જોડિયું સંતાન પણ હશે, પરંતુ તે જુદું વિક્સી શક્યું નહીં અને તેના શરીરના અંશો આ બાળકીના શરીરમાં આવી ગયા હતા. આ છોકરીના પેટમાંથી જે માનવ શરીરના અવશેષો મળી આવ્યા છે તે આ છોકરીના જોડિયા ભાઈ કે બહેનના જ છે એ વાતની ડોક્ટરોને ખાતરી થઈ ગઈ છે. આવું જવલ્લે જ બને છે.
ગર્ભમાં જ બાળકને ગુમાવવાની પીડા બહુ જ દુઃખદ હોય છે. એ પીડા પછી ફરીથી બીજી વાર બાળક માટેના પ્રયત્ન વખતે પણ સ્ત્રીઓ બહુ એન્ગ્ઝાયટી અનુભવતી હોય છે. અમેરિકાના અલબામા રાજ્યના ફિફે શહેરમાં રહેતી ફોટોગ્રાફર એશ્લી સાર્જન્ટે આવી ગર્ભપાતની પીડામાંથી ગુજરી ચૂકેલી હોય એવી મહિલાઓને એકઠી કરીને આશાના કિરણ સમાન ફોટોગ્રાફ લેવાનું વિચાર્યું. આ માટે તેણે ફેસબુક અકાઉન્ટ પર એનાઉન્સ કરીને મિસકેરેજની પીડા સહન કરી ચૂકેલી ૪૦ મહિલાઓને એકઠી કરી.
પશ્વિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશને એક વૃદ્ધ મહિલા થોડાક દિવસો પહેલાં ‘એક પ્યાર કા નગમા હૈ..’ ગીત ગાતી હોય એવો વીડિયો વાઇરલ થયો હતો. લગભગ ૪૦ લાખ લોકોએ આ વીડિયો જોયો અને સાંભળનાર લગભગ તમામ યુઝર્સનું કહેવું હતું કે વાહ શું અવાજ છે?
‘બારપેટા ટાઉન ધ પ્લેસ ઓફ પીસ’ નામના ફેસબુક અકાઉન્ટ પર વીડિયો અપલોડ થયો ને રાતોરાત વાઇરલ થયો. આ બહેનના સૂરોની પ્રખ્યાતિ વધતી ગઈ. આ મહિલાનું નામ છે રાનુ મંડલ. હવે તે પશ્વિમ બંગાળના રેલવે સ્ટેશન પર નહીં, પરંતુ મુંબઇ આવી ગઈ છે.
