અમેરિકાની મલ્ટિનેશનલ કંપની વોલમાર્ટે એક મહિલાને વળતર પેટે ૨.૧ મિલિયન ડોલર ચૂકવવા પડશે. કંપનીના કર્મચારીઓએ આ મહિલા પર ૪૮ ડોલર (લગભગ ૩૬૦૦ રૂપિયા)ના સામાનની ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ પછી મહિલાએ ૨૦૧૮માં કોર્ટમાં કેસ કરી દીધો હતો. કોર્ટે મહિલાના પક્ષમાં ચુકાદો આપતા વોલમાર્ટને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
કોઇ પણ મેકઅપના નિખારનો આધાર હોય છે ફાઉન્ડેશન. આથી જ ખરીદી પૂર્વે ફાઉન્ડેશન અંગે સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. ખોટું ફાઉન્ડેશન ખરીદવાને લીધે મેકઅપ ખરાબ થઇ શકે છે. માર્કેટમાં મુખ્યત્વે ચાર પ્રકારનાં ફાઉન્ડેશન ઉપલબ્ધ છેઃ ક્રીમ, પાઉડર, કેક અને લિક્વિડ ફાઉન્ડેશન. તમારી સ્કિન ડ્રાય હોય તો તમારે ક્રીમ કે લિક્વિડ ફાઉન્ડેશન યૂઝ કરવું જોઇએ. તમારી સ્કિન ઓઇલી હોય તો કેક અથવા પાઉડર ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઇએ. તો નોર્મલ સ્કિન ધરાવનાર સ્ત્રીએ કેક કે લિક્વિડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો. ફાઉન્ડેશનની યોગ્ય પસંદગી તમારા મેકઅપને એકદમ પરફેક્ટ લુક આપશે.
વાર્ષિક પાર્લામેન્ટરી ઈન્ટરનેશનલ વિમેન્સ ડે ડિબેટનું ગત સપ્તાહે આયોજન કરાયું હતું જેના કેન્દ્રસ્થાને ‘બ્રેક ધ બાયસ’ વિષય હતો. લોર્ડ અને લેડી પોપટ દ્વારા આયોજિત વાર્ષિક ચર્ચાસભાનું આ પાંચમું વર્ષ હતું અને ચર્ચાનો હેતુ નોન-પાર્લામેન્ટેરિયન્સને લૈંગિક સમાનતા વિશે પોતાનો અવાજ રજૂ કરવા વિશિષ્ટ મંચ આપવાનો છે. સામાન્યપણે પાર્લામેન્ટમાં યોજાતી આ ચર્ચાસભા કેટલાક નિયંત્રણોના કારણે વર્ચ્યુઅલ યોજાઈ હતી અને વિશ્વભરમાંથી 1000 કરતાં વધુ લોકોએ હાજરી આપી હતી.
સમરમાં સૂર્યપ્રકાશથી બચવા માટે ઘણી યુવતીઓ એકદમ પાતળા, સ્કિન કલરના મોજાં પહેરે છે. જોકે આ રીતે પગની ત્વચાનું રક્ષણ તો થાય છે, પરંતુ પગમાંથી જે દુર્ગંધ આવવાની શરૂ થાય છે એનું શું?
જમ્પસૂટ સદાબહાર છે કેમ કે તે એક સ્ટાઇલિશ સ્ટેટમેન્ટ છે, અને જો તેને ડિફરન્ટ રીતે પહેરવામાં આવે તો તે ગોર્જિયસ લુક આપે છે. આ જ કારણ છે કે તે ક્યારેય આઉટ ઓફ ફેશન થયાં નથી. તમે જમ્પસૂટ પહેરીને અલગ અલગ લુક્સ અને સ્ટાઇલ અજમાવી શકો છો. આજે યુવતીઓ પાસે સ્ટાઇલિંગના ઓપ્શનની કંઈ કમી નથી. જિન્સ, સ્કર્ટ, કુરતી, મીડી આ બધા ઉપરાંત જમ્પસૂટનો સ્ટાઇલમાં સમાવેશ થાય છે.
એક સમયે મહિલાઓ પર આકરા નિયંત્રણો માટે જાણીતા સાઉદી અરેબિયામાં હવે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. અહીં મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પરિવર્તનનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે તાજેતરમાં મક્કાથી મદીના વચ્ચે બુલેટ ટ્રેનની મહિલા ડ્રાઇવરની 30 જગ્યા માટે અરજીઓ મંગાવાઇ હતી.
જે મહિલાઓના હોઠ કાળા હોય છે તેઓ આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા લીપસ્ક્રબથી માંડીને લીપ-બામ સહિત અનેક કોસ્મેટિક્સનો ઉપયોગ કરતા જોવા મળે છે. સવિશેષ તો ઠંડીમાં, અને તેમાં પણ મહિલાઓમાં હોઠ કાળા પડવાની સમસ્યા વધુ જોવા મળે છે.
વર્ષ 1984માં એક ફિલ્મ આવી હતી, Where Others Keep Silent. આ ફિલ્મની વાર્તા એક એવી સ્ત્રીના જીવનની સત્યઘટનાઓને દર્શાવતી હતી, જેમના કારણે આજે વિશ્વભરમાં ગર્વભેર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ફિલ્મનું મુખ્ય પાત્ર એટલે ક્લેરા ઝેટકિન. જર્મનીમાં જન્મેલી અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતી આ સ્ત્રીએ જિંદગી આખી મહિલાઓ, મજૂરો તેમજ રાજકીય ચળવળો લડી. પોતાના જીવની પરવા ના કરતા તેમણે વિશ્વભરમાં સ્ત્રીઓ માટેના સમાન વેતન તેમજ મતાધિકારો જેવા અનેક કાયદાઓ અમલમાં લાવવા માટે ક્રાંતિનો જુવાળ ફેલાવ્યો. ‘આ બધા જમેલામાં પડીને મારે શું?’ તેવું વિચારીને બેસી રહેનારામાંના તેઓ નહોતાં. ક્લેરા ઝેટકિન તો હંમેશા અન્યો માટે કંઇક કરી છૂટવાની ભાવના ધરાવતા લોકોમાંના એક હતાં.
બારડોલીના સ્વરાજ આશ્રમમાં આવેલી સરદાર કન્યા વિદ્યાલયમાં વર્ષોથી આદિવાસી બાળાઓમાં શિક્ષાની જ્યોત જગાવતા નિરંજનાબહેન કલાર્થીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીયકક્ષાનો નારીશક્તિ પુરસ્કાર એનાયત કરાયો છે. સમગ્ર પ્રદેશમાં ‘નાનીબા’ના ઉપનામથી જાણીતા નિરંજનાબહેનને આ પુરસ્કાર સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રશંસનીય યોગદાન બદલ અપાયો છે.
ચહેરાને સાફ-સુથરો તથા કાંતિમય બનાવા માટે બ્લીચ એક ઉત્તમ વિકલ્પ છે. બ્લીચ ત્વચાના અવાંછિત વાળને છુપાવવાની સાથેસાથે ત્વચામાં નિખાર પણ લાવે છે. બ્લીચ હાથ, પગ તથા પેટ પર પણ વેક્સિનના વિકલ્પ તરીકે કરાતું હોય છે.
