મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ઘરની કાયાપલટમાં આગવું સ્થાન ધ

    કુશન્સની સ્ટાઇલમાં નવા નવા ટ્રેન્ડ ચાલતા રહે છે. આજકાલ આ ટ્રેન્ડમાં વ્હીકલ પ્રિન્ટ, એનિમલ પ્રિન્ટ અને ફ્લાવર પ્રિન્ટ ચલણમાં છે. બેઠક વ્યવસ્થામાં કમ્ફર્ટેબલ કુશન્સ આરામમાં તો વધારો કરે જ છે પરંતુ એ ઘરની કાયાપલટ કરવામાં પણ મહત્ત્વનો ફાળો આપે છે. ઘરનાં આકર્ષણમાં વધારો કરતા આ કુશન્સની ખરીદી કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો આ વાતોનું ધ્યાન રાખીને તમે રૂમની સુંદરતાને ચાર ચાંદ લગાવી શકો છો.

    બારડોલીના સ્વરાજ આશ્રમમાં આવેલી સરદાર કન્યા વિદ્યાલયમાં વર્ષોથી આદિવાસી બાળાઓમાં શિક્ષાની જ્યોત જગાવતા નિરંજનાબહેન કલાર્થીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીયકક્ષાનો નારીશક્તિ પુરસ્કાર એનાયત કરાયો છે. સમગ્ર પ્રદેશમાં ‘નાનીબા’ના ઉપનામથી જાણીતા નિરંજનાબહેનને આ પુરસ્કાર સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રશંસનીય યોગદાન બદલ અપાયો છે.

    ચહેરાને સાફ-સુથરો તથા કાંતિમય બનાવા માટે બ્લીચ એક ઉત્તમ વિકલ્પ છે. બ્લીચ ત્વચાના અવાંછિત વાળને છુપાવવાની સાથેસાથે ત્વચામાં નિખાર પણ લાવે છે. બ્લીચ હાથ, પગ તથા પેટ પર પણ વેક્સિનના વિકલ્પ તરીકે કરાતું હોય છે.

    સૌમ્ય - શીતળ અને શાનદાર લૂક આપશ

    માર્ચ મહિનો એટલે હોળી-ધૂળેટી તેમજ રંગોનો તહેવારનો મહિનો ગણાય છે, પરંતુ આજે આપણે સફેદ રંગની વાત કરવી છે. સૌમ્યતા - શીતળતા અને શાનદાર દેખાવનો ત્રિવેણીસંગમ એટલે સફેદ રંગ. ભારતમાં તો ઉનાળાના દિવસો શરૂ થઇ ગયા છે એટલે સફેદ વસ્ત્રોનું પ્રાધાન્ય વધી રહ્યું છે, અને આપણા બ્રિટનમાં સમર શરૂ થશે એટલે સફેદીનો ચમકાર વધશે. જોકે દેશ કોઇ પણ હોય, સફેદ રંગના વસ્ત્રોની આન-બાન-શાન વ્યક્તિત્વને આગવો નિખાર આપે છે.

    બ્યૂટી મંત્રઃ હેર કલર જરૂર કરો...

    સ્ટાઇલિશ અને ફેશનેબલ દેખાવા માટે વાળમાં કલર કરવો એ આજકાલ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે, પરંતુ હેર કલર પસંદ કરતી વખતે સ્કીનટોન અને વાળના પ્રકારને ધ્યાનમાં રાખવા જરૂરી છે. જો યોગ્ય રીતે હેર કલર કરવામાં ન આવે તો વાળને નુકસાન થઇ શકે છે. એમાં રહેલું કેમિકલ વાળને ડ્રાય કરી શકે છે. હેર કલર કરવાથી વાળ ખરવાની સમસ્યા પણ સર્જાઇ શકે છે. આથી જ વાળને કલર કરવી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. જેમ કે...

    કાચિંડાની જેમ રંગ બદલતા કટ્ટર

    કટ્ટરવાદના રંગે રંગાયેલા તાલિબાનો સમય સાથે ચાલવા પ્રયત્નશીલ હોવાનો દાવો તો કરે છે, પરંતુ વરવી વાસ્તવિક્તા કંઇક અલગ જ છે. તાલિબાની શાસનમાં કન્યા શિક્ષણના મામલે મોટું નાટક ભજવાઇ ગયું. અફઘાનિસ્તાન સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે રાજધાની કાબુલ સહિત અનેક પ્રાંતોમાં 23 માર્ચથી કન્યા શાળાઓ ફરી થશે, જ્યારે કંદહારમાં એપ્રિલ પછી શાળાઓ ખુલશે. આ જાહેરાત અનુસાર રાજધાની સહિતના પ્રાંતોમાં 23 માર્ચે કન્યા શિક્ષણ શરૂ તો થયું હતું, પરંતુ ગણતરીના કલાકોમાં જ સરકારે તેને બંધ કરવાનો આદેશ જારી કરી દીધો હતો.

    બ્યુટી મંત્રાઃ ફેસિયલ અને ક્લ

    ત્વચા સુંદર અને ચમકદાર હોય એવું દરેક યુવતીઓ ઇચ્છતી હોય છે. વાતાવરણમાં રહેલા પ્રદૂષણની અસર આપણી ત્વચા પર ઓછાવત્તા અંશે થતી જ હોય છે. તેથી ત્વચાની યોગ્ય સારસંભાળ રાખવામાં ન આવે તો ત્વચા દિવસે દિવસે ડલ થવા લાગે છે. આ ઉપરાંત ત્વચાને સંબંધિત અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્વચાને હેલ્ધી રાખવા માટે નિયમિત ફેસિયલ અને ક્લીનઅપ કરાવવું જોઇએ. એનાથી ત્વચાને અનેક ફાયદા થાય છે જે અંગે આજે આપણે વાત કરીએ.

    દિશા ગડાઃ યુદ્ધગ્રસ્ત યૂક્રે

    રશિયા-યૂક્રેન યુદ્ધે માહોલ દુનિયાભરમાં હલચલ મચાવી છે. એક તરફ લોકો યૂક્રેન તરફ લાગણી દાખવી રહ્યાં છે તો બીજી તરફ રશિયા પર ફિટકાર વરસાવી રહ્યા છે. મેડિકલ સ્ટડી માટે દુનિયાભરમાં આગવી ઓળખ ઉભી કરનારા યૂક્રેનમાં હજારો વિદ્યાર્થીઓ ફસાયા હતા, અને આમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓ યૂક્રેનમાં અટવાયા હતા અને તેમના માતાપિતા વતનમાં ચિંતિત હતા. બધાનો જીવ તાળવે ચોંટી ગયો હતો. વિદ્યાર્થીઓના મનમાં એક જ સવાલ હતો કે વતન પરત ફરશું કઇ રીતે? પરિવારજનોને મળી શકશું કે કેમ? આવી કફોડી પરિસ્થિતિમાં ભારત સરકાર વ્હારે પહોંચી. ‘ઓપરેશન ગંગા’ અંતર્ગત ભારતીયોનું એરલિફ્ટીંગ શરૂ થયું.

    લેબેનોનની માનુનીઓમાં છવાયો છ

    બેરુતઃ મિડલ ઇસ્ટના ટચુકડા દેશ લેબેનોનમાં વસતી મહિલાઓમાં નાકની કોસ્મેટિક સર્જરી કરાવવાનો ક્રેઝ દાવાનળની જેમ પ્રસર્યો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ૨૦૧૯માં જ્યારે આખા દેશમાં સરકાર વિરુદ્વ પ્રચંડ દેખાવો થઇ રહ્યા હતા અને અનેક રસ્તાઓ બંધ હતા તો લોકો નાકની સર્જરી કરાવવા પગપાળા ક્લિનિક પર પહોંચી રહ્યા હતા. દેશમાં ભલે જરૂરી દવાઓની અછત પ્રવર્તતી હોય, પરંતુ પ્લાસ્ટિક સર્જન પાસે બોટોક્સ ઇન્જેક્શનનો જથ્થો ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. લેબેનોનમાં વારંવાર વીજકાપ હોય છે. તેને કારણે ડો. સાદ ડિબોએ તો પોતાના ઘરમાં જ દવાઓનો સ્ટોક કરી રાખ્યો છે. તેઓ જનરેટરની મદદથી ફ્રિજને ઠંડુ રાખીને દવાનો બગાડ અટકાવે છે.

    મોસ્ટ  સ્ટાઇલિશ હૂપ્સ ઇયરિંગ્

    સ્માર્ટ અને સ્ટાઇલિશ દેખાવા પરફેક્ટ એક્સેસરીઝ સિલેક્ટ કરવી બહુ જરૂરી છે. એમાં જ્વેલરી મુખ્ય છે. આજકાલ જ્વેલરીમાં ટોપ ટ્રેન્ડમાં હૂપ્સ ઇયરિંગ્સનો સમાવેશ થાય છે. આ એરિંગ્સ ડિઝાઇન અને સાઇઝમાં ડિફરન્ટ વેરાઇટીને લીધે પસંદ કરવામાં આવે છે.