સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    મૃત્યુ વેળાએ વ્યક્તિ જીવનની મ

    મોત કાયમ માનવ જીવનનું સૌથી મોટુ રહસ્ય રહ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ શ્વાસ તરફ આગળ વધે છે ત્યારે તેના શરીરમાં અનેક સ્પષ્ટ ફેરફાર દેખાય છે જેવા કે શ્વાસ અસંતુલિત થવો, હૃદયના ધબકારા ધીમા પડવા તેમજ શરીર ઠંડુ પડવું. જોકે આ શારીરિક લક્ષણો પાછળ મગજમાં જે ચાલી રહ્યું હોય છે, તેને સમજવાની જિજ્ઞાસા લાંબા સમયથી ચાલી રહી છે. આ સંશોધન આપણી ધારણા બદલવા ઉપરાંત અવયવ દાન જેવા મહત્વના વિષયો વિશે નવેસરથી ચર્ચા છેડી શકે છે.

    ફૂડ - લાઇફસ્ટાઇલમાં થોડોક બદલા...

    અનેકવિધ તબીબી સર્વે - સંશોધનોના તારણોનો નિષ્કર્ષ કહે છે કે 10થી 19 વર્ષની વયના ટીનેજર્સમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઝડપભેર વધી રહી છે. 10થી 12 વર્ષના ટીનેજર્સમાં આ પ્રમાણ લગભગ 35 ટકા જ્યારે મોટા ટીનેજરમાં લગભગ 25 ટકા છે. તેનું મુખ્ય કારણ ભોજનમાં વધતું જંક ફૂડ, સ્થૂળતા અને નિષ્ક્રિય જીવનશૈલી છે. ખાણીપીણી અને રહેણીકરણીમાં થોડોક બદલાવ કરીને યુવા પેઢીમાં હાર્ટ અટેકનું જોખમ 23 ટકા સુધી ઘટાડી શકાય છે.

    હેલ્થ ટિપ્સઃ શિયાળામાં રોજ કા

    કાળા તલ શિયાળાનું સુપર ફૂડ ગણાય છે. શિયાળામાં કાળા તલ ખાવાથી શરીરને સૌથી વધુ લાભ થાય છે. ઠંડીના દિવસોમાં રોજ કાળા તલ ખાવાથી શરીરને થતાં ત્રણ ફાયદા વિશે તમને જણાવીએ. જો તમને પણ આ સમસ્યાઓ રહેતી હોય તો (તમારા સ્વાસ્થ્યને નજરમાં રાખીને) કાળા તલ ખાવાનું શરૂ કરી દો...

    વિન્ટર બ્લૂઝ  શિયાળાની માનસિક...

    ઠંડીની મોસમમાં અનેક લોકો ઉદાસી, થાક અને એકાગ્રતાના અભાવની ફરિયાદ કરતા સાંભળવા મળે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને ‘વિન્ટર બ્લૂઝ’ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કિસ્સામાં આ સ્થિતિ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે જેને સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર કહેવાય છે. કોલંબિયા યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રવિ શાહ કહે છે કે શિયાળામાં લોકો સુસ્તી અને થાક અનુભવી શકે છે. તેમના મતે ઓછો સૂર્યપ્રકાશ અને એક્ટિવિટીથી સુસ્તી વધે છે.

    હેલ્થ ટિપ્સઃ બીમારીના ડરથી ટે

    ચેતતા નર સદા સુખી આ ઉક્તિ મેડિકલ ટેસ્ટને એકદમ લાગુ પડે છે. જો સમયસર નિદાન થઇ જાય તો તેનો ઉપચાર પણ થઇ શકે. પરંતુ એક વર્ગ એવો પણ છે જે મેડિકલ ટેસ્ટથી ડરે છે. તેમના મનમાં ખરાબ સમાચાર મળવાનો ડર રહે છે. પરિણામે તેઓ બ્લડ ટેસ્ટ, કેન્સર સ્ક્રીનિંગ, મેમોગ્રામ અથવા એસટીડી જેવા ગંભીર ટેસ્ટ પણ મુલતવી રાખે છે.

    આશાવાદનો તંદુરસ્ત ડોઝ લો અને બ...

    વિધેયાત્મક વિચારસરણી નૈતિકતા માટે સારી જ ગણાય છે, પરંતુ તમારી ઈમ્યુન સિસ્ટમ-રોગપ્રતિરોધક સિસ્ટમ માટે પણ તે વરદાન બની શકે છે. હવે તો સંશોધનો પણ તેને સમર્થન આપે છે. તેલ અવિવ યુનિવર્સિટીના ડો. નિટ્ઝાન લુબિઆનીકેરની રાહબરી હેઠળના સંશોધનોમાં સ્થાપિત થયું છે કે આશાવાદ સાથે સંકળાયેલી બ્રેઈન સર્કિટ્સને સક્રિય બનાવતા આશાવાદી વિચારો માટે તાલીમ પામેલા પરીક્ષણ હેઠળના લોકોને અપાયેલી વેક્સિને મજબૂત પ્રતિક્રિયા ઉભી કરી હતી.

    વિશ્વની ટોપ-10 હોસ્પિટલ્સની યા

    ભારતીય આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવભરી ક્ષણ છે. બ્રાન્ડ ફાઈનાન્સ 2026 દ્વારા તૈયાર થયેલી વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની યાદી ‘ગ્લોબલ ટોપ 250 હોસ્પિટલ રેન્કિંગ’માં દિલ્હીની ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’ - AIIMS)એ છઠ્ઠું સ્થાન મેળવ્યું છે.

    ગુજરાતઃ અત્યાધુનિક છતાં સસ્ત

    અત્યાધુનિક છતાં એકદમ વાજબી દર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને કારણે ગુજરાત મેડિકલ ટુરિઝમનું મુખ્ય કેન્દ્ર બનીને ઉભર્યું છે, જેનો વાર્ષિક 30 ટકાના દરે વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદ જ નહીં, રાજ્યના વિવિધ શહેરોની હોસ્પિટલો યુકે, યુએસ, આફ્રિકા સહિત વિશ્વના અનેક દેશોના દર્દીઓને આકર્ષે છે.

    જો તમારી પાસે આવતીકાલથી મોબાઇ

    મોબાઈલના વધુ પડતા વપરાશથી બ્રેઇન ટ્યુમર થઈ શકે છે, પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટતા ઇન્ફર્ટિલિટીની સમસ્યા વધે છે, સ્કિન કેન્સરનું રિસ્ક વધે છે, ટીનેજર્સમાં સ્ટ્રેસ અને સ્લીપ-ડિસઓર્ડરનું પ્રમામ વધે છે, પ્રેગ્નન્ટ સ્ત્રીઓને ગર્ભમાં રહેલા બાળકો પર વિપરીત અસરો થાય છે, નાનાં બાળકો મોબાઈલનો ઉપયોગ લાંબો સમય કરે તો એકાગ્રતા અને ઇમોશનલ પ્રોબ્લેમ્સ થાય છે... આ અને આવી અનેક આડઅસરો વિશે હજી દુનિયાભરના તમામ વૈજ્ઞાનિકો એકમત નથી થઈ શક્યા. જોકે રેડિયેશનની શરીર પર અસર થાય કે ન થાય, કરોડો મોબાઈલધારકોમાં એક ફોબિયાનો પગેપસારો જરૂ થઈ ગયો છે. એ છે નોમોફોબિયા.

    ડાયેટ અને માન્યતા...

    શરીરનું વધુ પડતું વજન ઉતારવા પ્રયત્નશીલ છો? તો રોજિંદા ડાયેટને પણ કસરત જેટલું જ મહત્ત્વ આપો. તમારા માટે હંમેશા એવો ખોરાક નક્કી કરો, જે તમારા શરીરને પૂરતું પોષણ આપે. આ ઉપરાંત વજન ભલે ધીમું ઉતરે, પરંતુ તમે હેલ્ધી રહો - સ્વાસ્થ્ય જળવાય રહે તે વધુ મહત્ત્વનું છે. જો તમે આ રીતે વજન ઉતારશો તો ઘટેલું વજન જલદી પાછું વધશે નહીં.