પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં તાંબાના વાસણોમાં ભોજન લેવાની, પાણી પીવાની પ્રથા ચાલતી આવી છે. આનું કારણ છે કે સમગ્રતયા શારીરિક અને મગજની તંદુરસ્તી માટે તાંબુ એટલે કે કોપરનું મહત્ત્વ વિશેષ છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે. સામાન્ય માણસ કે પેશન્ટ માટે તો આ સ્કેનિંગ્સ કે તપાસ દેખાવમાં એકસરખા લાગતા હોય છે, પરંતુ તેમની પદ્ધતિ, સિસ્ટમ્સ અને જાણકારી આપવાની કામગીરી અલગ હોય છે.
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
ભારતીય રસોડામાં ઉપલબ્ધ મસાલાઓનો યોગ્ય ઉપયોગ વ્યક્તિને કેન્સરથી બચાવી શકે છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશન અને ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરે હાલમાં જ એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર આપણા ઘરોમાં ઉપયોગમાં લેવાતા મસાલાઓમાં કેન્સરથી લડવાના અનેક ગુણ જોવા મળ્યા છે. જાણીએ કયા મસાલા કેટલી માત્રામાં રોજ ઉપયોગ કરીએ અને તેમાં રહેલા કયા તત્વો કેન્સરથી લડવામાં મદદ કરે છે.
જ્યારે તમે સીડીઓ ચડતા હો ત્યારે ઘૂંટણમાં અવાજ આવે છે, કામકાજનો લાંબો દિવસ પસાર કર્યા પછી થાપામાં દુઃખાવો થાય છે? સામાન્યપણે લોકો આને ઘડપણ અથવા સામાન્ય ઘસારા તરીકે માની નજરઅંદાજ કરે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે દરરોજનો દુઃખાવો સાંધાના મોટા રોગ-ઓસ્ટીઓઆર્થ્રાઈટિસની નિશાનીઓની ચેતવણી હોઈ શકે છે જેનાથી વિશ્વના કરોડો લોકો પીડાય છે. વર્ષ 2020માં આશરે 595 મિલિયન– કુલ વૈશ્વિક વસ્તીના 7.6 ટકા (2019માં આશરે 528 મિલિયન) લોકો ઓસ્ટીઓઆર્થ્રાઈટિસથી પીડાતા હતા, જે 1990ની સરખામણીએ 113 ટકાનો ઉછાળો સૂચવે છે.
કોઇ એમ કહે કે પગ તમારા શરીરનો અરીસો છે આશ્ચર્ય નહીં પામતા, આ સત્ય હકીકત છે. ડાયાબિટીસથી લઇને બ્લડ ક્લોટ, હૃદયની સમસ્યાઓ તેમજ કેન્સર જેવી બીમારીઓના સંકેત પણ પગ પરથી મળી રહે છે. પગના દેખાવને, તેની સ્થિતિને ઘણી વાર અવગણવામાં આવે છે. સતત ઝણઝણાટ, વાળ ખરવા, અચાનક સોજો, રંગમાં બદલાવ, અથવા તો નખ નીચે કાળા ડાઘા... આ બધા નાના દેખાતા લક્ષણો ગંભીર બીમારીના સંકેતો હોઈ શકે છે. પગની નાની સમસ્યાઓને પણ હળવાશથી ન લો, કારણ કે તે જીવલેણ સાબિત થઈ શકે છે. તો ચાલો, આજે આપણે પગના 10 મહત્વપૂર્ણ લક્ષણો વિશે જાણીએ કે જેને ક્યારેય અવગણવા ન જોઈએ. આ લક્ષણો ડાયાબિટીસ, યુરિક એસિડ અથવા તો કેન્સરનાં હોઈ શકે છે.
વર્તમાન યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની બોલબાલા છે, દરેક ક્ષેત્રમાં તેનો પગપેસારો થઈ ચૂક્યો છે. તમે ક્યાં હરવાફરવા ગયા હતા તેનું લોકેશન પણ નવી AI સિસ્ટમ આપી દેશે. આમાં કોઈ જીપીએસ, ટ્રેકર અથવા ચીપ જેવાં ઉપકરણો કે સેટેલાઈટથી માહિતી મેળવવાની વાત નથી, માત્ર તમારી ત્વચા જ આ કથા કરી આપશે.
મિલિંદ સોમણ એક એવા એક્ટર, મોડેલ અને ફેશન આઈકન છે, જેઓ નેવુંના દાયકાથી આજસુધી એટલા જ યુવાન દેખાય છે. તાજેતરમાં તેઓ 60 વર્ષના થયા છે, ત્યારે તેણે એક ઇટરવ્યુમાં હંમેશા હેલ્ધી અને ફિટ રહેવા માટે પોતાને ક્યાંથી પ્રેરણા મળે છે અને તેના માટે આ ઉંમરનું શું મહત્ત્વ છે તે અંગે વાત કરી હતી.
નવજાત બાળક તેની જનેતાનો અવાજ સંભળાતાં જ તેના તરફ નજર ફેરવવાનો પ્રયાસ કરે છે. માતાનો અવાજ બાળક માટે વિશ્વાસ અથવા હાશકારાથી પણ વિશેષ છે. ‘ફ્રન્ટિયર્સ ઈન હ્યુમન ન્યૂરોસાયન્સ’માં પ્રસિદ્ધ અભ્યાસના તારણો અનુસાર માતાના અવાજથી બાળકના મગજના બંધારણને આકાર મળે છે અને તેનું ભાષાકીય કૌશલ્ય ખીલે છે.
ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી મેળવે છે. અને આ જ કારણસર મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. અભ્યાસના તારણ અનુસાર, ભારતીય ભોજનમાં પ્રોટીનનું સેવન ફક્ત 12 ટકા છે જ્યારે આદર્શ પ્રમાણ 20 ટકા છે.
