સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં લિંકન મેમોરિયલની સામે એક અનોખું આર્ટ ઈન્સ્ટોલેશન સ્થાપિત કરાયું છે. તેને ‘લેડી લિબર્ટીઝ માઉથ ઓફ અમેરિકા’ નામ અપાયું છે.

    લાંબા આયુષ્ય માટે બેરીઝ, ચા, ડા

    લાંબા સમય સુધી જીવવાનું મળે તે કોને ન ગમે? બધાને ગમે, પરંતુ શરત એટલી કે આરોગ્યની સમસ્યાઓ રહેવી ન જોઈએ. ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ, એડિથ કોવાન યુનિવર્સિટી પર્થ (ECU) અને મેડિકલ યુનિવર્સિટી ઓફ વિએના એન્ડ યુનિવર્સિટેટ વિએનના સંશોધકોની ટીમ દ્વારા અભ્યાસમાં જણાયું છે કે બેરીઝ, ચા, ડાર્ક ચોકલેટ અને સફરજન જેવા ફ્લેવોનોઈડ્ઝ (વનસ્પતિજન્ય સંયોજનો)થી ભરપૂર આહાર લેવાથી હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓ થવાનું જોખમ નીચું રહે છે અને દીર્ઘ જીવનની સંભાવના વધી જાય છે. 

    ખજૂર શા માટે કહેવાય છે સુપર ફૂ

    સદીઓથી વિશ્વના ઘણા દેશોમાં ખજૂર એ લોકોના મુખ્ય ખોરાકનો એક ભાગ રહી છે. ખુબ મીઠી અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તેનાથી આરોગ્યને પણ ઘણા લાભ થાય છે. તમારા સામાન્ય આરોગ્ય અને તંદુરસ્તી માટે દિવસમાં માત્ર એક પેશી ખજૂર ખાવાના પણ ઘણા ફાયદા છે. આથી જ તેનો તમારા રોજિંદા ખોરાકમાં સમાવેશ થવો જોઈએ. અલબત્ત, તમારા શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને.

    ચીઝ પણ ખરેખર દુઃસ્વપ્નો લાવી શ...

    મોટા ભાગના લોકોને રાત્રે ઊંઘમાં સ્વપ્નાં આવે તે સ્વાભાવિક છે. સ્વપ્ન સારાં કે ખરાબ હોઈ શકે છે. વિશ્વભરમાં ઘણા લોકોને સારી નિંદ્રા લેવામાં મુશ્કેલી પડે છે. સંશોધકોના અંદાજ પ્રમાણે, યુનાઇટેડ સ્ટેટ્સમાં 56 ટકા અને પશ્ચિમ યુરોપમાં 31 ટકા લોકોને નિદ્રાની સમસ્યા છે. 

    હેલ્થ ટિપ્સઃ લાંબો સમય બેસવાન

    તમારી ઉંમર ભલે કંઇ પણ હોય, લાંબા સમય સુધી બેસવાનું ટાળો. દિવસ દરમિયાન થોડા થોડા સમયે હરતા-ફરતા રહેવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા મહત્ત્વપૂર્ણ ફાયદા થઈ શકે છે. જુદા જુદા સંશોધનો પણ આ બાબતોને સમર્થન આપે કરે છે. ચાલો, આ વિશે થોડું વધુ વિગતે જાણીએ...

    આજકાલ લોકોની શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા વધી છે. લોકો ખાણીપીણી પ્રત્યે વધુ જાગ્રત થયા છે તે સાથે આ મુદ્દે ગેરમાન્યતા પણ વધી છે. લોકો વધુ પડતી સુગર વાળું ભોજન ટાળી રહ્યા છે ને સુગર-ફ્રી અપનાવી રહ્યા છે, રોજિંદા ભોજનમાંથી ચરબી ટાળવા માટે લો-ફેટ ફૂડ પર પસંદગી ઉતારી રહ્યા છે. લોકો માને છે કે ‘આ બધું સ્વાસ્થ્યપ્રદ છે...’ પણ ખરેખર એવું નથી. આવી મિથ (ગેરમાન્યતા) અને હકીકતના લેખાંજોખાંઃ

    શરીરને સ્વસ્થ અને સુદ્રઢ રાખવું હોય તો જિમમાં જવું જરૂરી હોવાનું બહુમતી વર્ગનું માનવું છે, પરંતુ હકીકત એ છે કે ઊંચી ફી ભરીને રોજેરોજ જીમમાં જવા કરતાં નિયમિત કસરત કરો તો પણ તમે તન-મનના આરોગ્યને સ્વસ્થ રાખી શકો છો. તમે સમાજમાં આસપાસ નજર કરશો તો જણાશે કે આજે પણ ઘણાં લોકો એવાં છે, જેઓ કસરત કરતાં નથી, પણ કદીય તેનો પ્રયાસ પણ નથી કર્યો છતાં તેઓ તંદુરસ્ત જીવન જીવે છે, દીર્ઘાયુ ભોગવે છે. આ બાબત જરૂર તમને નવાઈ પમાડતી હશે, પણ હકીકત છે. જિમમાં ગયા વિના ફિઝિકલ ફિટનેસ કેવી રીતે જાળવી રાખવી તેની કેટલીક રીતો અહીં રજૂ કરી છે. આ અસરકારક ટિપ્સ અને વ્યૂહરચનાથી તન જ નહીં, મન પણ ચુસ્ત અને દુરસ્ત રહેશે.

    સ્વસ્થ - સુદૃઢ શરીર માટે જરૂરી

    શરીરને સ્વસ્થ અને સુદ્રઢ રાખવું હોય તો જિમમાં જવું જરૂરી હોવાનું બહુમતી વર્ગનું માનવું છે, પરંતુ હકીકત એ છે કે ઊંચી ફી ભરીને રોજેરોજ જીમમાં જવા કરતાં નિયમિત કસરત કરો તો પણ તમે તન-મનના આરોગ્યને સ્વસ્થ રાખી શકો છો. તમે સમાજમાં આસપાસ નજર કરશો તો જણાશે કે આજે પણ ઘણાં લોકો એવાં છે જેઓ ક્યારેય કસરત કરતાં નથી છતાં તેઓ તંદુરસ્ત જીવન જીવે છે, દીર્ઘાયુ ભોગવે છે. આ બાબત જરૂર તમને નવાઈ પમાડતી હશે, પણ હકીકત છે. જિમમાં ગયા વિના ફિઝિકલ ફિટનેસ કેવી રીતે જાળવી રાખવી તેની કેટલીક રીતો અહીં રજૂ કરી છે. આ અસરકારક ટિપ્સ અને વ્યૂહરચનાથી તન જ નહીં, મન પણ ચુસ્ત અને દુરસ્ત રહેશે.

    હેલ્થ ટિપ્સઃ ગેરમાન્યતા અને હ

    આજકાલ લોકોની શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા વધી છે. લોકો ખાણીપીણી પ્રત્યે વધુ જાગ્રત થયા છે તે સાથે આ મુદ્દે ગેરમાન્યતા પણ વધી છે. લોકો વધુ પડતી સુગર વાળું ભોજન ટાળી રહ્યા છે ને સુગર-ફ્રી અપનાવી રહ્યા છે, રોજિંદા ભોજનમાંથી ચરબી ટાળવા માટે લો-ફેટ ફૂડ પર પસંદગી ઉતારી રહ્યા છે. લોકો માને છે કે ‘આ બધું સ્વાસ્થ્યપ્રદ છે...’ પણ ખરેખર એવું નથી. આવી મિથ (ગેરમાન્યતા) અને હકીકતના લેખાંજોખાંઃ

    દરરોજ ચાલવાથી બ્લડ પ્રેશર પર શ...

    હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર કાર્ડિયોવાસ્કુલર ડીસીઝ અને સ્ટ્રોક જેવી જીવલેણ પરિસ્થિતિનું જોખમ વધારી શકે છે. આથી તેનું પ્રમાણ આરોગ્યકારી સ્તરે રહે તે આવશ્યક છે. સંશોધનો અનુસાર હાઈ બ્લડ પ્રેશરને અટકાવવા અને યોગ્યપણે જાળવી રાખવા માટે સૌથી સરળ અને અસરકારક માર્ગ ચાલતા રહેવાનો છે. મધ્યમ તીવ્રતા કે ઝડપ સાથે ચાલવાથી કાર્ડિયોવાસ્કુલર ફિટનેસમાં સુધારો આવે છે. તમારું હૃદય ઝડપથી ધબકવાં લાગે અને શ્વાસોચ્છવાસ સામાન્ય કરતાં થોડાં ભારે લાગે, પરંતુ હલનચલન દરમિયાન વાતચીત પણ કરી શકો તે મધ્યમ તીવ્રતા સાથે ચાલવાની કસરત કહેવાય છે. ચાલવાની કસરતથી ઊર્જા વધે છે, ધ્યાન કેન્દ્રિત થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.