સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    ડિહાઇડ્રેશનથી બચાવશે પાણીના

    આકરા તાપમાં ખાસ કરીને સિનિયર સીટિઝનો અને બાળકો ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીનું પ્રમાણ એકદમ ઘટી જવાની વ્યાધિ)નો શિકાર બનવાની શક્યતા વધી જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે વૃદ્ધોને શારીરિક શ્રમના અભાવે બહુ તરસ લાગતી નથી અને બાળકો તરસ લાગે ત્યારે પાણી પીવાનું ટાળે છે. જોકે તમામ વયના લોકોએ એક વાત યાદ રાખવી જરૂરી છે કે દરેકે શરીરમાં પ્રવાહીનું પૂરતું પ્રમાણ જાળવવું આવશ્યક છે. અંગ્રેજીમાં એને હાયડ્રેટિંગ યોર બોડી કહેવાય છે.

    મન હોય તો માળવે જવાયઃ 82 વર્ષની

    તમે જીમમાં જતી કોઇ પણ વ્યક્તિને પૂછો કે તમને કઈ કસરત કરવી સૌથી મુશ્કેલ પડે છે? ત્યારે સામેથી જવાબ મળે કે, મારાથી પ્લેન્ક માંડ એક-બે મિનિટ થાય છે. આ દરમિયાન સેકન્ડનો કાંટો પણ માંડ ફરતો હોય તેવું લાગે છે. 

    હેલ્થ ટિપ્સઃ ભોજનમાં ચોખાની જ

    જો તમે રોજિંદા ભોજનમાં ચોખાને બદલે ઘઉંના ફાડા (દલિયા) ખાવાની શરૂઆત કરો છો તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો થઇ શકે છે. તમારે વજન ઘટાડવું હોય કે બ્લડ શુગર કન્ટ્રોલ કરવું ત્યારે તો આ ઉપાય બહુ ઉપયોગી બને છે. ચાલો તેમના વિશે જાણીએ...

    બાળમાનસને ભરડો લઇ રહ્યું છે વર...

    14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને મળવાનું, તેમની સાથે રમવાનું પણ બંધ કરી દીધું હતું. સ્કૂલે જવામાં આનાકાની કર્યા કરતો. બસ, એને તો આખો દિવસ મોબાઈલ જોવો હોય. આખરે માતાપિતા કંટાળીને ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે તપાસીને કહ્યું કે તમારો દીકરો મોબાઈલ એડિક્શનનો અને વર્ચ્યુઅલ ઓટિઝમનો શિકાર બન્યો છે. આવા અનેક કેસ આપણી આસપાસ બનવા માંડ્યા છે.

    પગની પિંડીના સ્નાયુઓ માનવીનુ

    કોઈ પણ સજીવ અને ખાસ તો માનવ-શરીર કુદરતની અજબ રચના છે. આપણા શરીરમાં પોષણ અને ઓક્સિજન પહોંચાડવા માટે હૃદય નિયમિત ધબકવા સાથે રક્ત-સંચાર કરે છે. આપણે બધા આ જાણીએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે હૃદય એક જ નથી. આ કોઈ રહસ્યની વાત નથી. આપણા પગની પિંડી અથવા આપણે જેને ગોટલા તરીકે પણ ઓળખીએ છે તે સ્નાયુઓ પણ ‘સેકન્ડ હાર્ટ’ તરીકે ઓળખાય છે.

    અભિનેત્રી હેલન મિરેનની પ્રૌઢ

    યોગાભ્યાસની ચાહક 79 વર્ષીય અભિનેત્રી હેલન મિરેને પ્રૌઢાવસ્થામાં આવેલા લોકો માટે સલાહ આપી છે કે પ્રૌઢ લોકોએ ફિટ રહેવા માટે જીમમાં જોડાવું જરૂરી નથી માત્ર જીવનશૈલીમાં વ્યાયામ સહિત નાના ફેરફારો કરવા જોઈએ. સ્વાસ્થ્યમાં પરિવર્તન લાવી શકે તેવા નાના ફેરફારો કરવામાં ક્યારેય વિલંબ નડતો નથી. પ્રૌઢ લોકોએ વૃદ્ધ થવાનો ડર ન રાખવો જોઈએ, પરંતુ વૃદ્ધાવસ્થાને આશાવાદ અને વ્યવહારિક પ્રવૃત્તિઓ સાથે તૈયારીના રૂપમાં નિહાળવી જોઈએ. ચાલીસી અને પચાસીમાં જીવતા લોકોએ તેમના દૈનિક જીવનમાં ચાલવા અને યોગાભ્યાસ જેવી નાના પ્રમાણમાં કરાયેલી કસરતો પણ મહત્ત્વના લાભ આપે છે.

    દાળ પ્રોટીન અને ફાઇબરનો સૌથી સારો સોર્સ છે. તેથી જ વજન ઘટાડવાનું હોય તો પણ દાળને ડાયટમાં સામેલ કરવાની સલાહ અપાય છે. અલગ અલગ પ્રકારની દાળને સ્વાદ લઈને ખાતાં મોટાભાગના લોકો એ વાત નથી જાણતા કે કઈ દાળ શરીરને કેવા ફાયદા કરે છે. આજે તમને જણાવીએ કઈ દાળનું સેવન કરવાથી શરીરને કેવો ફાયદો થાય છે. જે રીતે દાળના પ્રકાર અલગ અલગ હોય છે તે રીતે તેના ગુણ પણ અલગ અલગ હોય છે.

    રક્ષક ઈન્ફ્લેમેશન ભક્ષક પણ બન

    તમને જણાશે નહિ કે આમ થઈ થઈ રહ્યું હોવાની સૂઝ પણ નહિ પડે, પરંતુ લાંબા સમયથી થોડું ઘણું ઈન્ફ્લેમેશન કે આંતરિક સોજા અને દાહ દરરોજ તમારા શરીરને અસર કરતા રહે છે. આના પરિણામે, વજન ઘટાડવાનું, શરીરના હોર્મોન્સને સપોર્ટ, બ્લડ સુગરનાં પ્રમાણ અથવા દિવસભર ઊર્જાના સ્થિર પ્રમાણની જાળવણી મુશ્કેલ બને છે. 

    સેલ્ફ મેડિકેશનઃ પોતાના જ શરીર

    તમે પરિવાર કે પરિચિતોમાં આસપાસ નજર કરશો તો અચૂક એવી વ્યક્તિઓ જોવા મળશે જેઓ શારીરિક બીમારી ડોક્ટરની સલાહ લીધા વિના જાતે જ દવાઓ લેવાનું શરૂ કરી દેતી હોય છે. આ લોકો એવું વિચારતી હોય છે કે શરદી અને ખાંસી જેવા રોગોની જાતે સારવાર કરી શકે છે. પરંતુ જાતે દવા લેવાનો - સેલ્ફ મેડિકેશનનો આ અભિગમ અનિચ્છનીય આડઅસરો તરફ દોરી શકે છે.

    કેટલાક લોકો ભોજન બાદ પેટ ફૂલવાની સમસ્યાથી ખૂબ જ પરેશાન હોય છે. જ્યારે પેટ ફૂલે છે, ત્યારે સામાન્ય કરતાં વધુ સોજો અને ફૂલેલું લાગે છે. ક્યારેક પેટ ફૂલવાની તકલીફ ગેસ અથવા પાચન સામગ્રી અટકી જવાને કારણે થાય છે. જોકે, પેટ ફૂલવું હંમેશા પાચન પ્રક્રિયાઓને કારણે થતું નથી. આના માટે બીજા ઘણા કારણો હોઈ શકે છે. જો તમારી સાથે વારંવાર આવું થાય છે. અથવા કંઈ પણ ખાધા પછી પેટ ફૂલે છે, તો આ માટે કેટલાક આયુર્વેદિક ઉપાયો કરી શકાય છે.
    પેટ ફૂલવા પર શું કરવું?