મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર હોય છે. જેની સાથે તેઓ તેમના સ્વાસ્થ્ય અને ભાવનાત્મક બાબતો શેર કરે છે. સરવેમાં એ પણ જાણવા મળ્યું કે, જે લોકો પાસે આ ઉમરે કોઈ નજીકનો મિત્ર ન હતો તેમનું માનસિક સ્વાસ્થ્ય મિત્ર ધરાવતા વ્યક્તિ કરતાં વધુ ખરાબ હતું.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
ભારતીય ઔષધ પરંપરામાં આગવું સ્થાન ધરાવતું આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થતાં પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે. રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ, જેમ કે શતાવરી, અશ્વગંધા અને હળદરનો નાની માત્રામાં ઉપયોગ કરવાથી તમારું સ્વાસ્થ્ય નોંધપાત્ર રીતે સુધરી શકે છે. યોગ્ય ઉપયોગથી આ પ્રાકૃતિક ઔષધિઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, રોગો દૂર કરે છે અને સંતુલન જાળવે છે. આજે દરેક ઔષધિના ફાયદા અને રસોડામાં તેનો ઉપયોગ જાણો.
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર હોય છે. જેની સાથે તેઓ તેમના સ્વાસ્થ્ય અને ભાવનાત્મક બાબતો શેર કરે છે. સરવેમાં એ પણ જાણવા મળ્યું કે, જે લોકો પાસે આ ઉમરે કોઈ નજીકનો મિત્ર ન હતો તેમનું માનસિક સ્વાસ્થ્ય મિત્ર ધરાવતા વ્યક્તિ કરતાં વધુ ખરાબ હતું.
તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા સમય સુધી અપૂરતી ઊંઘ અને મગજના લાંબા ગાળાના નુકસાન વચ્ચે કડી સ્થાપિત કરતા ચોંકાવનારાં તારણો મળ્યાં છે.
મેડિકલ ટુરિઝમ અને હેલ્થકેર કન્સલ્ટન્સી સર્વિસીસ વિવિઓન ગ્લોબલહેલ્થ પ્રા. લિમિટેડ દ્વારા AB પ્લસ હોસ્પિટલના સહયોગથી NRIના ગુજરાતમાં વસતા પેરન્ટ્સ અને વરિષ્ઠ નાગરિકો માટે એક વર્ષના રિન્યુએબલ હેલ્થકેર પ્રોગ્રામ ‘આશીર્વાદ- ધ બ્લેસિંગ્સ પેકેજ’નો સ્વાતંત્ર્યદિનથી આરંભ કરવામાં આવ્યો છે. આ માત્ર હેલ્થ પ્લાન નહિ, પરંતુ સારસંભાળ, અનુકંપા અને સહાનુભૂતિનું વચન છે.
તમારું પેટ માત્ર ખાવાનું પચાવવાનું જ કામ નથી કરતું, તે તમારા સ્વાસ્થ્ય, મૂડ અને ઇમ્યુનિટીનું રીઅલ કમાન્ડ સેન્ટર પણ છે તે વાત બહુ ઓછા લોકો જાણે છે. આથી જ જો તમે પેટને ‘સાચવી’ લો છો તો તમારી અનેક તકલીફ દૂર થઇ શકે છે. આ માટે જરૂર છે બસ કેટલીક સાવચેતી રાખવાની. સવારે-સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ, ત્યારે પેટ ઘણાં મહત્ત્વના સંકેતો આપે છે, માત્ર આપણને તે જાણતા-સમજતાં આવડવું જોઇએ. મેડિકલ રિસર્ચના તારણ કહે છે કે 70 ટકા ઈમ્યુનિટી, મૂડ સાથે જોડાયેલા ન્યૂરોકેમિકલ અને ઘણા હોર્મોન પેટમાં બને છે.
શરીરને સ્વસ્થ રાખવા અને વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે, તમે રોટલી બનાવતા પહેલા લોટમાં આ એક વસ્તુ ભેળવી શકો છો. આપણા રસોડામાં કાયમ હાજર જીરું એક એવો મસાલો છે જે ફક્ત સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે વિટામિન B12નો ઉત્તમ સ્ત્રોત પણ છે? હા, તમે સાચું સાંભળ્યું છે.
અગાઉ તો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જ ભણવાનું વાંચવા માટે રાત-ઉજાગરા કરતા હતા, પણ હવે તો પ્રોફેશનલ્સ પણ મોડી રાત સુધી કાં તો ઓફિસમાં કે પછી બેડરૂમમાં લેપટોપ લઈને કામ કરતાં થઈ ગયા છે. આથી હવે લોકોમાં અડધી રાતે ખાવાની કુટેવ કાયમી બની રહી છે.
તમારું પેટ માત્ર ખાવાનું પચાવવાનું જ કામ નથી કરતું, તે તમારા સ્વાસ્થ્ય, મૂડ અને ઇમ્યુનિટીનું રીઅલ કમાન્ડ સેન્ટર પણ છે તે વાત બહુ ઓછા લોકો જાણે છે. આથી જ જો તમે પેટને ‘સાચવી’ લો છો તો તમારી અનેક તકલીફ દૂર થઇ શકે છે. આ માટે જરૂર છે બસ કેટલીક સાવચેતી રાખવાની. સવારે-સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ, ત્યારે પેટ ઘણાં મહત્ત્વના સંકેતો આપે છે, માત્ર આપણને તે જાણતા-સમજતાં આવડવું જોઇએ. મેડિકલ રિસર્ચના તારણ કહે છે કે 70 ટકા ઈમ્યુનિટી, મૂડ સાથે જોડાયેલા ન્યૂરોકેમિકલ અને ઘણા હોર્મોન પેટમાં બને છે.
આપણે લાલ કે લીલાં પાન, ભૂરા આકાશ કે ગોરાડું માટી વિશે વાત કરતા હોઈએ છીએ, પરંતુ શું તમને જાણ છે કે રંગ જેવું કશું હોતું જ નથી અથવા તમે વાસ્તવમાં કદી રંગ નિહાળ્યા નથી? ખરેખર તો આ બધી મગજની માયાજાળ છે. આપણે જેને રંગ કે કલર કહીએ છીએ તે આપણા મગજ દ્વારા પ્રકાશની વિવિધ તરંગલંબાઈ કે વેવલેન્ગ્થ્સનું ડિકોડિંગ અથવા તો અર્થઘટન છે.