સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ

    ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

    ડિજિટલ ડિટોક્સના 4 સીધા ફાયદા...

    આપણામાંના ઘણા લોકો દિનચર્યાનો મોટો ભાગ સ્ક્રીન પર વિતાવે છે - કોઇ જોબના ભાગરૂપે તો કોઇ સોશિયલ મીડિયા પર. જોકે વધુ પડતો સ્ક્રીન ટાઇમ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે, તેથી ડિજિટલ બ્રેક જરૂરી છે. દરરોજ માત્ર એક કલાક ડિજિટલ ડિટોક્સના 4 ફાયદાઃ

    અલ્ઝાઇમરના 7 સ્ટેજઃ બ્રેઇન ગેમ...

    ચાવી ક્યાં રાખી? આજે કયો વાર છે? આવી મૂંઝવણ ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ કોઇને આવી સામાન્ય વાતો પણ યાદ રાખવામાં દરરોજ મુશ્કેલી થાય, સમય-સ્થળનો અંદાજ ન થાય તો તે અલ્ઝાઈમરની શરૂઆત હોય શકે છે. આ મગજને ધીરે ધીરે બગડતી બીમારી છે. યાદશક્તિ, વિચારવાની અને દરરોજ કામ કરવાની ક્ષમતા ઓછી થવા લાગે છે.

    બ્લડ પ્રેશરની દવા બ્રેઈન કેન્

    બ્લડ પ્રેશરની સારવારમાં 70 કરતાં વધુ વર્ષથી ઉપયોગમાં લેવાતી સામાન્ય દવા હાઈડ્રાલેઝાઈન (Hydralazine) બ્રેઈન કેન્સર ટ્યુમરની આક્રમક વૃદ્ધિને ધીમી પાડવામાં મદદરૂપ બની શકે તેમ સંશોધકોનું માનવુ છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના સંશોધકોએ આ દવા શરીરમાં મોલેક્યુલર સ્તરે કેવી રીતે કામ કરે છે તેનો અભ્યાસ કર્યો ત્યારે જણાયું કે હાઈડ્રાલેઝાઈન બ્રેઈન કેન્સરના આક્રમક ટ્યુમર ગ્લીઓબ્લાસ્ટોમા (glioblastoma)ના વધવાની ગતિને ધીમી પાડવાની ક્ષમતા ધરાવે છે.

    આ રોજિંદી આદતો પરિવારને સુરક્

    આપણે બધા મૂળભૂત સાફ-સફાઈનું ધ્યાન તો રાખીએ છીએ. તેમ છતાં જાણતા-અજાણતા આપણી કેટલીક આદતો ઘરમાં ગંદકી અને બેક્ટેરિયા ફેલાવવાનું કારણ બની જાય છે. આ કારણે ન માત્ર આપણે બીમાર પડીએ છીએ, પણ ઘરના અન્ય સભ્યોના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકીએ છીએ. જાણો એવી 5 સામાન્ય આદતો વિશે જેને બદલીને આપણે આપણું પોતાનું અને આપણા પરિવારનું ધ્યાન રાખી શકીએ છીએ.

    સ્વસ્થ કિડની માટે જીવનશૈલીમા

    કિડની આપણા શરીરનું ખૂબ મહત્ત્વનું અંગ છે. આપણા શરીરમાંથી દૂષિત પદાર્થોને બહાર કાઢે છે અને લિક્વિડનું સંતુલન બનાવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરંતુ કિડની સાથે જોડાયેલી બીમારીઓ સામાન્યપણે ત્યાં સુધી જાણવા મળતી નથી જ્યાં સુધી તે ગંભીર તબક્કે પહોંચી ન જાય. એવામાં સ્વસ્થ કિડની માટે આપણે શું કરવું જોઈએ? કયા ફૂડ્સ ખાવા જોઇએ કે જેથી કિડનીની બીમારીથી તમે અને તમારા પરિવારજનો બચી શકો. ચાલો જાણીએ તેના વિશે.

    આંતરડાંનું આરોગ્ય અને આપણી ઇમ

    આંતરડું એટલે આપણા શરીરનો મુખ્ય રક્ષણ કિલ્લો. આંતરડું માત્ર ખોરાક પચાવવાનું કામ જ નથી કરતું, પણ આપણા રોગપ્રતિકારક તંત્રના 70 ટકા જેટલા ભાગો સાથે સીધો સંબંધ રાખે છે. આથી આંતરડાંની તંદુરસ્તી સારી હશે તો રોગોથી લડવાની તાકાત પણ વધુ રહેશે. આંતરડું આપણા પાચનતંત્રનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે, જે ખોરાક પચાવવાનું તથા ખોરાકમાંથી પોષકતત્ત્વોને શોષી લેવાનું કાર્ય કરે છે તથા અવશેષોને બહાર કાઢે છે. 

    હેલ્થ ટિપ્સઃ શરદી-ઉધરસથી રાહત...

    વાતાવરણમાં બદલાવની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણ જ્યારે બદલાતું હોય ત્યારે શરદી-ઉધરસ થઈ જતા હોય છે. આ દિવસોમાં મોટાભાગે શરદી, ઉધરસ, તાવ જેવી વાઇરલ બીમારીઓનું પ્રમાણ વધી જતું હોય છે.

    આપણું મગજ માત્ર 12 વોટ્સ ઊર્જાન

    આજકાલ કોમ્પ્યુટર કે કૃત્રિમ બુદ્ધિ- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બોલબાલા છે ત્યારે નવાઈ ન પામશો, પરંતુ કોમ્પ્યુટરની સરખામણીએ આપણું મગજ ભારે કાર્યક્ષમતા ધરાવે છે. તર્કશક્તિ, સ્મૃતિસંગ્રહ અને નિર્ણયપ્રક્રિયા જેવી જટિલ કામગીરી માટે 12 વોટ્સ ઊર્જાનો વપરાશ કરે છે. મગજની કાર્યક્ષમતા તેની બાયોલોજિકલ ડિઝાઈન થકી ઉદ્ભવે છે. 

    જો બીપી, શુગર કે થાઇરોઇડ હોય તો...

    શિયાળાની ઠંડીના દિવસોના આગમન સાથે જ ડાયાબિટીસ, હાઈ બીપી, હાર્ટ અને થાઇરોઇડ જેવી બીમારીઓથી ઝઝૂમી રહેલા લોકોમાં આરોગ્ય પર જોખમ વધવા લાગે છે. નિષ્ણાતોના મતે ઠંડીમાં શરીરની બ્લડ વેસલ્સ સંકોચાઇ જાય છે, જેને વેસોકોન્સ્ટ્રિક્શન કહેવામાં આવે છે. તેનાથી બલ્ડ પ્રેશર અને હાર્ટ રેટ વધી જાય છે. આ ઓછું હોય તેમ ઠંડીના કારણે ઓછું પાણી પીવાથી અને ઓછી શારીરિક ગતિવિધિના કારણે બલ્ડ શુગર અસ્થિર થઇ જાય છે. ઠંડીમાં બહારની અવરજવર ઘટે છે અને ઘરમાં વધુ સમય વિતાવવાથી શારીરિક સક્રિયતા ઘટે છે, જેનાથી શરીરમાં બ્લડ શુગર વધવાનું જોખમ રહે છે. આવો, આજે આપણે જાણીએ શિયાળામાં કઇ આદતોથી રાહત મળી શકે છે.