સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    તુલસીના પાન ચાવીને ખાઓ, આરોગ્ય...

    તુલસીના પાનને ઔષધીય ગુણથી ભરપૂર માનવામાં આવે છે. તુલસીના પાનમાં પ્રોટેક્ટિવ ગુણ હોય છે જે આપણા શરીરને ટોક્સિક કણોથી બચાવે છે. તુલસીમાં એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને નુકસાન પહોંચાડતા ફ્રી રેડીકલ્સને દૂર કરે છે. રોજ થોડા તુલસીના પાન ચાવીને ખાવાથી કેટલીક સમસ્યા તો દવા વિના જ મટી શકે છે.

    હેલ્થ ટિપ્સઃ મેદસ્વિતાને કાર

    ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી ડાયેટના કારણે શરીરના અંદરના અંગોને પણ નુકસાન થવાની શક્યતા વધી જાય છે. શરીરનું વજન વધે છે ત્યારે ઘણી બધી ક્રોનિક બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. જે લોકોનું વજન અચાનક વધી ગયું હોય તેમણે આ બાબતે સમયસર ચેતી જવું જોઈએ.

    અસ્થમાની સારસંભાળનો નવા યુગમાં પ્રવેશ- ડો. પૂજન પટેલ

    અસ્થમા એટલે કે દમના પેશન્ટ્સ માટે રાહત અને નવી આશાના સમાચાર છે. અસ્થમાના અનિયંત્રિત અને જીવલેણ હુમલાઓમાંથી હજારો પેશન્ટ્સને રાહત આપી શકે અને વર્ષમાં માત્ર બે ઈન્જેક્શન લેવા પડે તેવી સારવાર બ્રિટનમાં થોડા જ મહિનાઓમાં મળતી થશે. ઘણા લાંબા સમય સુધી અસર કરતી ડ્રગ ડેપેમોકિમેબ (depemokimab) થકી હોસ્પિટલમાં દાખલ થવાનો દર 72 ટકા સુધી ઘટ્યો છે અને તેની આડઅસરો પણ નહિવત્ છે. બાયોલોજિક નામે ઓળખાતી ઈન્જેક્ટેબલ સારવાર ફેફસાંમાં સોજા-ઈન્ફ્લેમેશનને દબાવવા લેબોરેટરીમાં સર્જિત એન્ટિબોડીઝના ઉપયોગથી કામ કરે છે અને તેના થકી તીવ્ર અસ્થમાની સારવારનું કલેવર જ સંપૂર્ણપણે બદલાઈ જશે.

    શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરશ

    ભાગદોડભરી જિંદગીમાં માત્ર 10 મિનિટના મિની યોગ તમને નવી ઊર્જા આપી શકે છે. તમે પોતાના બધા જ કામ કરતા રહીને પણ તેને કરી શકો છો. આ યોગાસન સરળ છે, જેને કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઉમરે સરળતાથી કરી શકે છે. યોગ આપણા શરીર અને મનમાં એક લય પેદા કરે છે. યોગ તમારા હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને સંતુલિત કરી શકે છે, સાથે જ શ્વાસની ગતિને ધીમી કરીને મગજને પણ શાંત કરે છે. તે કાર્યક્ષમતાને 15–20 ટકા સુધી વધારી શકે છે- જેના લીધે કામની ગતિ પણ વધશે અને કામની ગુણવત્તા પણ.

    હેલ્થ ટિપ્સઃ મગની દાળ એટલે ફેટ...

    આજની દોડધામભરી જીવનશૈલી અને ખરાબ આહારના કારણે ફેટી લીવર, બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઝડપથી વધતી જાય છે. ફેટી લીવરની સમસ્યા લીવરમાં ગંદકી અથવા તો ફેટ જામી જવાના કારણે થાય છે. આ સમસ્યા સાથે પાચન સંબંધિત સમસ્યાઓ પણ સામાન્ય બની ગઈ છે, જેનું મોટું કારણ છે લીવર બરાબર કામ ન કરતું હોય.

    શિયાળાની ઠંડીના દિવસોમાં જયારે ઠંડી હવા સીધી કપાળ, કાન કે ગરદન પર અથડાય છે ત્યારે માથાની ચેતા સંકોચાય છે. જેના કારણે મગજમાં લોહીનો પ્રવાહ અચાનક બદલાઈ જાય છે અને માથામાં તીવ્ર દુખાવો થાય છે. ઘણા લોકો તેને ઝણઝણાટી કે મગજ થીજી જવા જેવી પીડા તરીકે વર્ણવે છે. આયુર્વેદ અનુસાર, શરદી વધવાથી વાયુદોષ અસંતુલિત થઈ જાય છે, જે ચેતા સાથે સંકળાયેલી સમસ્યાઓ અને પીડામાં વધારો કરે છે. આવું થવાના કારણો ક્યા છે તે જાણીએ, જેથી તેને નિવારી શકાય અને માઇગ્રેનની સમસ્યાથી બચી શકાય.

    ઠંડીના દિવસોમાં સ્વાસ્થ્ય સુ

    જો તમને સ્વાસ્થ્ય સંબંધિત ખાસ કોઇ સમસ્યા ન હોય તો વિવિધ પ્રકારનું ફળોનું સેવન હંમેશા લાભકારક હોય છે. ખાટા-મીઠા-રેસાદાર કે રસદાર, દરેક પ્રકારના ફળ સદાબહાર સ્વાસ્થ્યવર્ધક હોય છે, પરંતુ જો સિઝન અનુસાર ફળોનું સેવન કરવામાં આવે તો તે તન-મન માટે વધુ ઉપકારક સાબિત થાય છે. આનું કારણ માત્ર એટલું છે કે તેમાં પ્રચૂર માત્રામાં વિટામિન, ખનિજ, એન્ટીઓક્સીડન્ટ અને ફાઇબર સમાયેલા હોય છે. જે ઠંડીની ઋતુમાં શરીર માટે જરૂરી હોય છે. તમે પણ કાતિલ ઠંડીના આ દિવસોમાં અહીં દર્શાવેલા વિવિધ ફળો આરોગીને સારું સ્વાસ્થ્ય મેળવી શકો છો.

    વૈજ્ઞાનિકોએ એક એવો અદભૂત મિની રોબોટ વિકસાવ્યો છે જે માનવ શરીરની નસોમાં લોહીની સાથે ભ્રમણ કરીને ગંભીર બીમારીઓનો ઈલાજ કરવામાં મદદ કરશે.

    હેલ્થ ટિપ્સઃ હાડકાં મજબૂત કરવ

    વ્યક્તિની આયુષ્ય જેમ જેમ વધે છે તેમ તેમ હાડકાં નબળા પડતા જાય છે. આમ થવાનું મુખ્ય કારણ હોય છે લોકોની અયોગ્ય લાઈફસ્ટાઈલ અને અયોગ્ય આહારશૈલી. જો તમે સમય રહેતાં લાઈફસ્ટાઈલ અને આહાર સુધારી લો તો હાડકાં મોટી ઉંમરે પણ લોખંડ જેવા મજબૂત રહી શકે છે. 

    માનવશરીરઃ અદભૂત મશીનની આગવી શ

    બહુ ઓછા લોકો જાણે છે કે માનવશરીર ફક્ત માંસ અને હાડકાં નથી, પરંતુ એક અદ્ભુત મશીન છે. એક એવું મશીન જે અવિશ્વસનીય તાકાત, સહનશક્તિ, ગતિ, સુગમતા અને માનસિક શક્તિથી હર્યુંભર્યું છે. વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે જરૂર પડ્યે આપણા સ્નાયુઓ તેમની સામાન્ય ક્ષમતા કરતાં 3-5 ગણી વધારે તાકાત લગાવી શકે છે, પરંતુ મગજ સલામતી માટે શક્તિને મર્યાદિત કરે છે. હકીકત તો એ છે કે આપણામાંથી મોટાભાગના લોકો આપણી વાસ્તવિક ક્ષમતાના માત્ર 10-50 ટકા સુધી જ ઉપયોગ કરી શકે છે.