સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હળદરવાળું દૂધઃ ક્યારે પીશો અન

    દૂધ અને હળદર કોમ્બિનેશન તો બેસ્ટ છે, પણ ક્યારેક બન્ને દ્રવ્યોના ગુણ-અવગુણ સમજ્યા વિના જ આંધળો ભરોસો મૂકવામાં આવે છે જે યોગ્ય નથી. હળદરવાળા દૂધના કેટલાક પ્રયોગો અતિ ઉત્તમ છે જે આજની મોડર્ન મેડિસિનની મોંઘીદાટ દવાઓ પણ ન કરી શકે એવા છે, જ્યારે કેટલાક રોગોમાં એનો વિપરીત ઉપયોગ થાય છે.

    યુકેમાં પાંચમાંથી એક બાળક સ્થ

    પ્રાઈમરી રિસેપ્શન ક્લાસના એકંદરે ૯.૩ ટકા બાળકો વર્ષ ૨૦૧૫-૧૬માં સ્થૂળ જણાતા ઈંગ્લેન્ડમાં સ્થૂળતાની સમસ્યા ઘેરી બની હોવાનું NHS ડીજીટલ દ્વારા પ્રસિદ્ધ અહેવાલમાં જણાયું છે. સમગ્ર દેશમાં રિસેપ્શન ક્લાસના બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ ૨૧.૯ ટકાથી વધીને ૨૨.૧ ટકા થયું છે. પ્રાઈમરી સ્કૂલના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા ૧૦ અને ૧૧ની વયના સ્થૂળ બાળકોની ટકાવારી ૨૦૧૪-૧૫માં ૧૯.૧ ટકા હતી તે પણ ગયા વર્ષે વધીને ૧૯.૮ ટકા થઈ છે. એટલે કે દર પાંચ બાળકમાંથી એક સ્થૂળ છે.

    યુકેના નાગરિકોના સ્વાસ્થ્ય પ

    આર્થિક સદ્ધરતા યુકેના નાગરિકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરતું પરિબળ છે. સેન્ટ્રલ YMCA ચેરિટી દ્વારા સંશોધન મુજબ સ્વસ્થ રહેવાની બાબતમાં સમાજમાં આર્થિક રીતે સૌથી વધુ અને સૌથી ઓછા સંપન્ન લોકોના ૫૨ ટકા છે. આર્થિક રીતે સંપન્ન ૧૯ ટકા લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો. જ્યારે નાણાંની બાબતે ખૂબ ચિંતા ધરાવતા ૩૩ ટકા લોકોનું સ્વાસ્થ્ય કથળ્યું હતું.

    ઘરે રસોઈની કડાકૂટ જ નહિઃ બહારથ...

    બ્રિટનમાં પણ અમેરિકાના માર્ગે ચાલવાનું વલણ વધ્યું છે. યુવાપેઢી એક જ માસમાં ૧૦ વખત બહારથી મંગાવી ભોજન કરે છે. એટલે કે ઘરે રાંધવાની કડાકૂટ ધીમેધીમે બંધ થઈ રહી છે. ૧૮થી ૩૫ વયજૂથના લાખો લોકો ફાસ્ટફૂડના શોખીન બન્યા છે, જેઓ પાંચ વખત પેક ઘરે લઈ જાય છે. હાલ ૪૮ ટકા લોકો મેદસ્વીતાથી પીડાય છે તેનું મુખ્ય કારણ ફાસ્ટફૂડ છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં બ્રિટનવાસી ફાસ્ટફૂડ કે તૈયાર ભોજનના પેકેટ પાછળ ત્રણ ગણું વધું ખર્ચવા લાગશે. ગયા વર્ષે ૨ બિલિયન પાઉન્ડ ખર્ચ હતો, જે આ વર્ષે વધીને ૭ બિલિયન પાઉન્ડ થયો છે.

    મુખવાસઃ સ્વાદ સાથે પોષણનો સંગ

    મુખવાસ લોકો શોખથી ખાતા હોય છે અથવા જમ્યા પછી માઉથ-ફ્રેશનર તરીકે વાપરતા હોય છે, પરંતુ હકીકતમાં મુખવાસ પાચનને બળ આપતું પરિબળ છે. શરત ફક્ત એટલી કે એમાં સાકર, સેન્ટ, આર્ટિફિશ્યલ કલર વગેરે નાખેલાં ન હોવાં જોઈએ અને એ ઘરે જ બનાવેલો હોય.

    ડાયાબિટીસઃ બ્રિટનની સાઉથ એશિ

    યુકેની સામાન્ય વસ્તીની સરખામણીએ સાઉથ એશિયનોને ડાયાબિટીસ થવાની શક્યતા ચાર ગણી વધુ છે. ૪૦ વર્ષથી વધુ વયના પાંચ સાઉથ એશિયનમાંથી એક વ્યક્તિ ડાયાબિટીસ ધરાવે છે. ડાયાબિટીસ રોગ નથી પરંતુ, એવી સ્થિતિ છે જે સમગ્ર શરીરને અસર કરે છે અને તેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક, અંધાપા તેમજ કિડનીના રોગ થાય છે જે ડાયાલિસીસ તરફ દોરી જાય છે. સૌથી સારો અભિગમ ડાયાબિટીસ થતો અટકાવવાનો જ છે, જે તમે તંદુરસ્ત લાઈફસ્ટાઈલ અનુસરીને કરી શકો છો.

    મૃત્યુને વરેલા પુત્ર આરીના અં

    આપણા શાસ્ત્રો અને ધર્મમાં જણાવ્યું છે કે આપણો દેહ નશ્વર છે અને આત્મા અમર છે, ત્યારે આપણો આ નશ્વર દેહ કે તેના અંગો આપણા મૃત્યુ બાદ જો બીજાના કામમાં આવતા હોય તો તેમાં ખોટું શું છે? પોતાના હિન્દુ ધર્મ અને આસ્થા તેમજ ખરેખર તો સાચા માનવ ધર્મનું પાલન કરીને ક્રોયડનના જય પટેલ અને તેમના પત્ની સીના પટેલ અકસ્માતે મૃત્યુ પામેલા માત્ર સાડા ત્રણ વર્ષના દિકરા આરીના વિવિધ અંગોનું દાન કરીને ૭ બાળકો અને તેમના પરિવારજનોના જીવનમાં ઉમંગ અને ઉલ્લાસ લાવ્યા છે. આટલું જ નહિં તેમણે પોતાના દિકરા આરીની યાદ અમર થઇ જાય તે આશયે ટૂટીંગની સેન્ટ જ્યોર્જીસ હોસ્પિટલના પીડીયાટ્રીક ઇન્ટેન્સીવ કેર યુનિટ અને ગુજરાતમાં ખેડામાં આવેલી માન્યા દેવી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ માટે £૩૩,૦૦૦ એકત્ર કર્યા છે. જય અને સીનાએ પોતાના એકના એક દિકરાના મૃત્યુ પર રડવા કરતા બીજા અન્ય બાળકોને મદદરૂપ થવા માટે કઠોર પરિસ્થિતીમાં પણ હસતા મોઢે જે કામ કર્યું છે તે ખરેખર કાબિલેતારીફ છે, આ સદ્કાર્યની જેટલી સરાહના કરીએ તેટલી અોછી છે.

    સુગર ટેક્સથી બાળ સ્થૂળતામાં ૧

    સરકાર દ્વારા એપ્રિલ ૨૦૧૮થી સુગર ટેક્સ લાગુ કરવામાં આવશે તેનાથી પ્રાઈમરી શાળાના વિદ્યાર્થીઓમાં સ્થૂળતાના કેસમાં ૧૦ ટકાનો ઘટાડો થવાની આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે. સોફ્ટ ડ્રિન્ક્સ પર ટેક્સના કારણે બાળકો અને વયસ્કોમાં સ્થૂળતાના ૧૪૪,૦૦૦ કેસ ઓછાં થશે તેમ મનાય છે. સૌથી વધુ અસર ૧૧ વર્ષથી ઓછી વયના બાળકો પર થશે, જ્યાં ૪૫,૭૦૦ કેસ ઓછાં જણાશે. આ ઉપરાંત, ડાયાબિટીસ-ટુના વાર્ષિક ૨૯,૦૦૦ કેસ ઓછાં થશે. યુકેમાં કુલ ૧૫.૫ મિલિયન લોકો સ્થૂળ છે, જેમાં અંડર-૧૮ના કુલ ૧.૩૬ મિલિયન, ૪-૧૦ વયજૂથના ૪૬૫,૦૦૦ બાળકોનો સમાવેશ થાય છે.

    NHS દ્વારા ૧૦ પેશન્ટને બાયોનિક આ...

    NHS England દ્વારા ૧૨ મહિનાના પાયલટ પ્રોજેક્ટમાં દાયકાઓથી અંધાપો ભોગવી રહેલા ૧૦ પેશન્ટને Argus II બાયોનિક આઈ બેસાડવામાં આવશે. બાયોનિક આઈમાં સિક્ષ્મ વિડિયો કેમેરાનો સમાવેશ થાય છે, જે સામેની ઈમેજિસને આંખના ડોળાની પાછળ ઈમ્પ્લાન્ટ કરાયેલી ચીપને મોકલી આપે છે. Argus II બાયોનિક આઈ ઉપકરણની કિંમત ૧૫૦,૦૦૦ પાઉન્ડ છે. આ ૧૦ પેશન્ટના જૂથનું મૂલ્યાંકન કર્યા પછી વારસાગત રોગ રેટિનાઈટિસ પિગમેન્ટોસાથી પીડાતા બ્રિટનના અંદાજે ૧૬,૦૦૦ પેશન્ટ્સમાંથી ૩૨૦ પેશન્ટ્સમાં ૨૦૧૯ સુધીમાં તેના ઉપયોગનો નિર્ણય લેવાશે.

    મકરસંક્રાંતિ આવી, પૌષ્ટિક ભોજ

    ગુજરાતમાં મકરસંક્રાન્તિનું કાઉન્ડડાઉન શરૂ થઇ ગયું છે. મકરસંક્રાન્તિમાં સૌથી વધુ મજા પતંગ ચગાવવાની હોય છે. સવારથી લઈને રાત સુધી અગાસી પર રહેવાનું, પતંગની પેચબાજી કરવાની, સામેવાળાનો પતંગ કપાય ત્યારે કાઇપો છે એમ જોરથી બૂમાબૂમ કરવાની... આ બધી જ મજા સર્વોપરી છે. મજા માનસિક હેલ્થ આપે છે એની સાથે-સાથે આ તહેવાર શારીરિક હેલ્થનું પણ ધ્યાન રાખે છે.