હાલમાં જ થયેલા એક આયુર્વેદિક સંશોધન મુજબ, લસણમાં રહેલું એલ્લીસીન નામનું તત્ત્વ માનવ ફેફસાં માટે ફાયદાકારી છે તેથી લસણનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી ફેફસાં તંદુરસ્ત રહે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
તાજેતરમાં અમેરિકાના રિસર્ચરોએ નોંધ્યું છે કે આલ્કોહોલને કારણે મોંમાં ડ્રાયનેસ આવી જાય છે. આ સમસ્યા માત્ર દારૂ પીવાથી જ થાય છે એવું નથી, પરંતુ મોં સાફ કરવા માટે વપરાતા માઉથવોશને વધુ લાગુ પડે છે. મોટા ભાગની બ્રાન્ડ્સનાં માઉથવોશમાં આલ્કોહોલ હોય છે ને સાથે વાઇટનિંગ એજન્ટ તરીકે પેરોકસાઇડ પણ ઉમેરવામાં આવે છે. આ ચીજોના વારંવારનાં ઉપયોગને કારણે મોંમાં આવેલી લાળગ્રંથીઓ સુકાઈ જાય છે અને લાળ બનવાનું ઘટી જાય છે.
હાઈ બ્લડપ્રેશર કે લો બ્લડપ્રેશર બંને સ્થિત તમારા સામાન્ય જીવનને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે, જોકે કેટલીક બાબતો એવી છે કે જેનાથી બ્લડપ્રેશરને સરળતાથી કાબૂમાં રાખી શકાય છે. એક રિસર્ચમાં આ અંગેના ખુલાસા કરવામાં આવ્યા છે.
એક અભ્યાસમાં કહેવાયું છે કે, બાળકો માતા કરતાં પિતા સાથે વધુ સુખદ પળો માણે છે. જેના કારણ સ્વરૂપે જણાવાયું હતું કે માતા બાળકોને તેમના કામ વિશે વધુ ટકોર કરતી હોય છે અને કડક રીતે વર્તે છે. બીજી તરફ પુરુષો પોતાના બાળકો સાથે ઓછો સમય વિતાવતા હોવાથી તેને તણાવમાંથી મુક્ત રાખી ઇચ્છા પૂરી કરવા માટે તૈયારી બતાવે છે.
એક નવા અભ્યાસમાં એવું તારણ મળ્યું છે કે, હાઇ બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ), સ્થૂળતા અને ટાઇપ-૨ ડાયાબિટીસ મેલિટસને કારણે લિવરના કેન્સરનું જોખમ વધે છે. અમેરિકાની નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટ અને અમેરિકન કેન્સર સોસાયટીના વિજ્ઞાનીઓની રિસર્ચ ટીમે અભ્યાસ કર્યો છે.
મહિલાઓને આકર્ષવા અવનવા કરતબ કરીને તથા સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરનારા લોકો માટે ચેતવણીરૂપ સમાચાર છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વધુ સમાગમ કરતા લોકો માટે પોતાની સુંદરતા મહત્ત્વપૂર્ણ ચાવી છે અને પરોપકારી લોકો સૌથી વધુ સહશયન માણી શકે છે. સુંદર આંખો ધરાવતા પુરુષો વધુ આકર્ષણ ધરાવતા હોવાનું તારણ અપાયું છે.
આજકાલ બે મહિનામાં દસ-બાર કિલો વજન કે પછી ઓછો પસીનો પાડીને વધુ વેઈટલોસ કરવાના જે નુસખાઓ પ્રચલિત છે તેમાં ક્રેશ ડાયેટનું ચલણ વધારે છે. જોકે એ જ કારણસર ક્રેશ ડાયેટિંગ આરોગ્યનો સૌથી મોટો દુશ્મન છે.
યુકેમાં ૨૫૦,૦૦૦થી વધુ બાળકોનાં જન્મ કૃત્રિમ ગર્ભાધાનની IVF ટેક્નિક મારફત થયાં હોવાનું હ્યુમન ફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટી (HFEA)એ જણાવ્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ૨૫૦,૦૦૦મા બાળકનો જન્મ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન સારવાર મારફત થયો હતો.
ગરમાગરમ ભોજન ખાવાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ઊંચા તાપમાને રંધાયેલા ખાદ્યપદાર્થોમાં જીવલેણ હૃદયરોગનું જોખમ વધારતા ઝેરીલા કેમિકલ્સ હોવાની ભારે શક્યતા છે.
વયોવૃદ્ધ પણ દિલથી જવાન ૧૦૫ વર્ષના શીખ દોડવીર ફૌજા સિંહે પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લઈ દોડવીરોના એક જૂથની વર્ષગાંઠની ઉજવણીને યાદગાર બનાવી હતી. ફૌજા સિંહે રુટલેન્ડ વોટર પાર્કરન જૂથના આયોજકોનું આમંત્રણ સ્વીકારી લીધું હતું અને અન્ય ૨૦૦ રનર્સની સાથે તેઓ દોડ્યા હતા.
