સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    છેલ્લાં બે વર્ષથી ૨૪ કલાક માથુ...

    ઇંગ્લેન્ડની જર્નલ ઓફ ન્યુરોલોજીમાં ભારતની પાંચ વર્ષની એક બાળકીનો વિચિત્ર કેસ નોંધાયો છે. તેને જન્મથી જ મગજમાં ચોક્કસ ભાગમાં સિસ્ટ-ગાંઠ હતી. આ ભાગમાં સ્પાઈન ફ્લુઈડ હોય છે. શરીરના હલનચલન પર અંકુશ રાખતી નસ પર આ ગાંઠનું દબાણ આવવાથી મગજનો આ હિસ્સો બરાબર કાર્ય કરી શકતો નથી અને પરિણામે ધ્રૂજારી ઉત્પન્ન થાય છે. આ સિસ્ટ-ટ્યુમરમાં ધીમે-ધીમે ફ્લુઇડ ભરાવાના કારણે શરીરના સ્નાયુઓનાં હલનચલનના સંકેતોનું વહન કરતી નસો પર દબાણ આવતું હતું. આ જ કારણોસર વિચિત્ર તકલીફ થતી હતી. તેનું માથું સતત હા પાડતી હોય એમ હાલ્યાં જ કરતું હતું. ગાંઠ વધવાના લીધે છેલ્લાં બે વર્ષથી આ સમસ્યા ખૂબ વકરી હતી અને માથું ધુણાવવાની ગતિ પણ વધતી જતી હતી. 

    પશ્ચિમી જગતમાં બ્રિટિશ બાળકો અને ટીનેજર્સનું આરોગ્ય સૌથી ખરાબ છે

    પશ્ચિમી જગતમાં બ્રિટિશ બાળકો અને ટીનેજર્સ આરોગ્યની સૌથી ખરાબ અવસ્થામાં આવે છે. આનું કારણ સ્થૂળતા અને કસરતના અભાવનાં ઊંચા પ્રમાણમાં રહ્યું છે. ૧૫-૧૯ વયજૂથનાં બ્રિટિશ તરુણો યુરોપમાં સ્થૂળતાનું સૌથી ઊંચુ અને વિકસિત દેશોમાં પાંચમા ક્રમનું પ્રમાણ ધરાવે છે. સ્થૂળતાના મુદ્દે યુએસએ, ન્યૂ ઝીલેન્ડ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જ યુકેથી આગળ રહ્યાં છે. સંશોધકોએ યુકેના યુવાન લોકોની સરખામણી વિશ્વના ૧૮ દેશના યુવાનો સાથે કરી હતી.

    ખરાબ અનુભવોથી નાની વયનાં બાળકોમાં આપઘાતના પ્રયાસ વધ્યા

    હુમલા અથવા યૌનશોષણ કે હિંસાના અનુભવોના આઘાતના પગલે ૧૨ વર્ષ જેટલી વયના બાળકો પણ આપઘાતના પ્રયાસ કરી રહ્યા છે. કિંગ્સ કોલેજ લંડનના વ્યાપક અને ચિંતાજનક અભ્યાસ અનુસાર ત્રીજા ભાગના (૩૧ ટકા) લોકોને બાળપણમાં આઘાતજનક અનુભવો થયા હોય છે. આ લોકોમાં માનસિક વિકૃતિ આવે તેવી શક્યતા બમણી રહે છે. બાળકો પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)નો ભોગ બન્યાં પછી આપઘાતના પ્રયાસ કરે છે. યુકેમાં ૧૩માંથી એક બાળક ૧૮ વર્ષની વય પહેલાં PTSDનો ભોગ બને છે.

    બાળકોનાં ચશ્માં માટે માતા-પિત

    જો માતા-પિતાની દૃષ્ટિ નબળી હોય તો તેમના સંતાનોની દૃષ્ટિ પણ નબળી રહેશે તેવી સામાન્ય માન્યતા છે. મતલબ કે જો માવતરને આંખમાં ચશ્માં હોય તો તેમનાં સંતાનોને પણ ચશ્માં આવશે જ તેવું માનવામાં આવે છે. જોકે આ વાત સાચી નથી. હકીકત તો એ છે કે ચશ્માના નંબરનો સંબંધ ઘણી હદ સુધી તમારા ખાન-પાન, તમારી જીવનશૈલી અને તમારી આદતો અથવા તો ટેવો સાથે જોડાયેલી છે અને આંખની દૃષ્ટિ નબળી પડવાને એક રીતે કહીએ તો માતા-પિતાની નબળી દૃષ્ટિ સાથે કોઈ લેવા-દેવા નથી.

    ભારતવંશી તબીબની સિદ્ધિઃ સ્ટે

    એચઆઇવી એઈડ્સની ગણતરી જગતના સૌથી અસાધ્ય રોગમાં થાય છે. તેની સારવાર અશક્ય મનાય છે. જોકે બ્રિટિશ વિજ્ઞાનીઓની એક ટીમે સ્ટેમ સેલ થેરપીની મદદથી એક દરદીને એચઆઈવીના વાઈરસમુક્ત કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિમાં એક ભારતવંશી પ્રોફેસર-ડોક્ટર રવિન્દ્ર ગુપ્તાનું સિમાચિહનરૂપ યોગદાન છે. કોઈ વ્યક્તિને એચઆઈવી થયો હોય અને તેને ફરી નવજીવન મળ્યું હોય તેવી તબીબી જગતની બીજી ઘટના છે.

    અન્નનળી વિના જન્મેલા બે દિવસન

    પંજાબના ચંદીગઢમાં આવેલી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચે આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે માત્ર બે દિવસના નવજાત બાળક પર સફળતાપૂર્વક રોબોટિક સર્જરી કરીને તેને નવજીવન બક્ષ્યું છે. 

    હેલ્થ ટિપ્સઃ દૂધીમાં ગુણ છે અન...

    દૂધી એવું શાક છે કે જે મોટા ભાગના ઘરમાં જોવા મળે છે. તેમાંથી માત્ર શાક જ નહીં, જાતભાતના અન્ય વ્યંજન બનાવી શકાય છે. જેમ કે, જ્યૂસ, થેપલાં, મૂઠિયાં ગુજરાતીઓમાં પ્રખ્યાત છે. દૂધી પચવામાં ઘણી હલકી છે. તેમાં કેલરી ઘણી ઓછી છે. પાણીથી ભરપૂર છે અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ સહેલાઇથી તેનું પાચન કરી શકે છે.

    ઈ-સિગારેટ્સથી હાર્ટ એટેકનું જોખમ વધે

    ઈ-સિગારેટ્સનું સેવન ન કરતી વ્યક્તિની સરખામણીમાં સેવન કરતી વ્યક્તિને હાર્ટ એટેક આવવાની શક્યતા વધવા ઉપરાંત કોરોનરી આર્ટરીને લગતા રોગ અને ડિપ્રેશનનું જોખમ વધારે રહેતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું.

    દર્દીઓને બિનઉપયોગી પેઈનકિલર્સ ન આપવા અનુરોધ

    લાંબા ગાળાના દુઃખાવાથી પીડાતા દર્દીઓને ફેમિલી ડોક્ટરોએ કંઈ પણ કરવાને બદલે નુક્સાનકારક અને બિનઉપયોગી ઓપીઓઈડ્સ આપવાનું બંધ કરવું જોઈએ તેમ વિશ્વના અગ્રણી નિષ્ણાતો પૈકી એક કેથી સ્ટેનાર્ડે જણાવ્યું હતું.

    કેન્સરનો ભોગ બનેલી મહિલાને ૨.૯...

    જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે પોતાને કેન્સર થયું હોવાનો દાવો કરનારી મહિલાને ૨.૯ કરોડ ડોલરનું વળતર ચૂકવવા કોર્ટે કંપનીને કોર્ટે ફરમાવ્યું છે. ટેરેસા લેવિટે રજૂઆત કરી હતી કે ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકાઓ દરમિયાન તે જ્હોન્સન કંપનીના બેબી પાઉડર અને શાવર ટુ શાવરનો ઉપયોગ કરતી હતી અને તેના કારણે ૨૦૧૭માં મેસોથેલેમિયા કેન્સર થયાનું નિદાન થયું હતું.