ભારતીય બેડમિંટનમાં અત્યાર સુધી ‘સિલ્વર સ્ટાર’ તરીકેની ઓળખ ધરાવતી પુસાર્લા વેંકટા સિંધુએ આખરે તેની પ્રતિભાને પુરવાર કરતાં ‘ગોલ્ડન ગર્લ’ તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી દીધી છે. સિંધુએ સ્વિત્ઝર્લેન્ડના બાસેલમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જાપાનીઝ ખેલાડી ઓકુહારાને હરાવીને ફાઈનલમાં શરણાગતિ સ્વીકારી લેવાના સિલસિલાનો અંત આણ્યો છે. સિંધુ છેલ્લી છ મેજર ટુર્નામેન્ટની ફાઈનલમાં હારી ચૂકી હોવાથી તેના પર પણ જીતવાનું ભારે દબાણ હતું, પરંતુ તેણે પ્રચંડ આત્મવિશ્વાસ સાથે આક્રમક રમત રમીને જ્વલંત વિજય હાંસલ કર્યો છે.
રમતગમત
Block: Site: Subtree Block
ટીમ ઇંડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુસીબતમાં વધારો થયો છે. ડોમેસ્ટિક વાયોલન્સની કલમ આઈપીસી ૪૯૮-એ હેઠળ મોહમ્મદ શમી અને તેના ભાઈ હસીદ સામે અલીપોર કોર્ટે અરેસ્ટ વોરન્ટ જારી કર્યું છે.
અગાઉ ૧૮૮૬માં ત્રણ અઠવાડિયાની દરિયાઈ સફર બાદ ઈંગ્લેન્ડ પહોંચેલી પારસી ટીમ શેફિલ્ડના પ્રવાસ દરમિયાન તેની પ્રથમ મેચ અર્લ ઓફ શેફિલ્ડ્સ ઈલેવન સામે રમી હતી. તે સમયે પારસીઓ એક માત્ર મેચ જીત્યા હતા અને તે પણ નોર્મનહર્સ્ટ સામે મર્યાદિત ઓવરની વન-ડે મેચ હતી. પારસીઓના ૧૮૮૬ના આ ઐતિહાસિક સાહસની સોનેરી ક્ષણોને પુનઃજીવંત કરવા અને તેને યાદ કરવા માટે ક્રિકેટ જગતમાં અતિ લોકપ્રિય ‘૧૮૮૬ ટ્રોફી’ નું આયોજન કરાયું હતું. જેમાં ૨૩ ઓગસ્ટ,૨૦૧૯ના રોજ લંડનના ઓવલ ખાતે રમાયેલી મેચમાં પારસી જીમખાનાની ટીમે સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબની ચાર્લ્સ અલકોક ઈલેવનને ૬૮ રને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
ભારતીય એથ્લીટ મયંક વૈદે દુનિયામાં સૌથી કઠિન માનવામાં આવતી એન્ડુરોમન ટ્રાયથ્લોન રેસ વિક્રમજનક સમયમાં પૂરી કરીને ઇતિહાસ રચ્યો છે. આ રેસ જીતનારો એ ૪૪મો એથ્લીટ અને પહેલો એશિયન એથ્લીટ છે. મયંકે શારીરિક-માનસિક સજ્જતાની અગ્નિપરીક્ષા કરતી આ સ્પર્ધા ૫૦ કલાક ૨૪ મિનિટમાં જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ વિક્રમ બેલ્જિયમના જુલિયન ડેનેયરના નામે હતો. જુલિયને આ રેસ ૫૨ કલાક ૩૦ મિનિટમાં પૂરી કરી હતી, પણ મયંક વૈદે આ સમય કરતાં બે કલાક ૬ મિનિટ પહેલાં રેસ પૂરી કરીને વિશ્વવિક્રમ સર્જ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ ૨૦૨૧ સુધી વધારવામાં આવ્યો છે, જેની સાથે તેની સેલરી પણ વધી જશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સૂત્રોના જણાવ્યા અનુસાર શાસ્ત્રીની વર્તમાન સેલરી લગભગ ૧૦ કરોડ રૂપિયા સુધીની થઈ શકે છે. શાસ્ત્રીની સેલરીમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયા તેવી સંભાવના છે જેના કારણે તેની સેલરી ૯.૫થી લઈને ૧૦ કરોડ રૂપિયા પહોંચી શકે છે.
ક્યુ સ્પોર્ટસ તરીકે ઓળખાતા બિલિયર્ડ્ઝ અને સ્નૂકરમાં ભારતના લેજન્ડરી સુપરસ્ટાર પંકજ અડવાણીએ તેનો દબદબો યથાવત્ રાખતાં ૨૨મું વર્લ્ડ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
ભારતની અંડર-૧૯ ટીમે ફરી એક વખત એશિયા કપ ટાઇટલ જીત્યું છે. ટીમે એક રોમાંચક ફાઇનલમાં બાંગ્લાદેશને પાંચ રને હરાવ્યું હતું. ટીમે વિક્રમજનક સાતમી વખત ટાઇટલ જીત્યું છે.
ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર માધવ આપ્ટેનું સોમવારે સવારે મુંબઇ ખાતે નિધન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતા. નવેમ્બર ૧૯૫૨થી માર્ચ ૧૯૫૩ દરમિયાન માધવ આપ્ટેએ ભારત માટે ૭ ટેસ્ટની ૧૩ ઇનિંગ્સમાં ૪૯.૨૭ની એવરેજથી ૫૪૨ રન નોંધાવ્યા હતા, જેમાં ૧ સદી-૩ અડધી સદીનો સમાવેશ થતો હતો. ૧૯૫૧-૫૨માં પ્રથમ કક્ષાની કારકિર્દીની પ્રથમ મેચમાં જ મુંબઇ માટે તેમણે સદી ફટકારી દીધી હતી. પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી વખતે પ્રથમ વાર ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષ હતી.
મેરેથોન દોડ સ્ત્રી અને પુરુષોની દોડશક્તિ અને સહનશક્તિનું માપ દર્શાવે છે ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનારી સ્ત્રીસ્પર્ધકોની સંખ્યા પુરુષો કરતાં વધતી જાય છે. આજે મેરેથોન દોડનારી સ્ત્રીઓની સંખ્યા ૫૦ ટકા કરતા વધી છે. એક અભ્યાસ અનુસાર સ્ત્રીસ્પર્ધકોનું પ્રમાણ ૧૯૮૬માં ૨૦ ટકા હતું, જે ૨૦૧૮માં વધીને ૫૦ ટકાથી થોડું ઉપર હતું. અભ્યાસનું અન્ય તારણ એ છે કે દોડવીરની સરેરાશ વય પણ વધી છે. ૨૦૧૮માં સામાન્ય દોડવીર સરેરાશ ૩૯.૨ વર્ષના અને મેરેથોન દોડવીરની સરેરાશ વય ૪૦ વર્ષની હતી.
કેન્યાના દોડવીર ઈલિયુદ કિપચોગેએ એથ્લેટિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ૨ કલાકથી ઓછા સમયમાં દોડ પૂરી કરનાર દુનિયાનો સૌથી પહેલો રનર બન્યો છે. ૩૪ વર્ષના કિપચોગેએ ૪૨.૨ કિલોમીટરનું અંતર એક કલાક ૫૯ મિનિટ અને ૪૦ સેકન્ડમાં પૂરું કર્યું હતું. આ સાથે જ તેણે મેરેથોનની દુનિયાનું સૌથી મોટું બેરિયર તોડી નાંખ્યું છે. કિપચોગે સરેરાશ દર ૨.૫ મિનિટે એક કિલોમીટરનું અંતર કાપ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો તેણે ૧૭.૦૮ સેકન્ડમાં ૧૦૦ મીટરનું અંતર કાપ્યું હતું. આવું ૪૨૨ વખત કર્યું ત્યારે મેરેથોન પૂરી કરી હતી. મેરેથોનનો સત્તાવાર રેકોર્ડ (૨ કલાક ૧ મિનિટ ૩૯ સેકન્ડ) પણ તેના નામે જ નોંધાયેલો છે.
