હે મહાભાગ્યવતી, જ્ઞાન સ્વરૂપા, કમળસમાન વિશાળ નેત્રોવાળી, જ્ઞાનદાત્રી સરસ્વતી, મને વિદ્યા આપો, હું આપને પ્રણામ કરું છું. આમ કહીને વસંતપંચમીના શુભ અવસરે યોજાયેલા વિશેષ સંગીત કાર્યક્રમનો ઉઘાડ કર્યો અને શ્રોતાઓ સમક્ષ એક પછી એક ગીતો રજૂ થતા ગયા. જેમાં વસંતપંચમીનું, મા સરસ્વતીના મહિમાનું, વસંત ઋતુના આગમનના ભાવનું સૂર-શબ્દનું વાતાવરણ હોય.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘ઈટ વોઝ અ મોસ્ટ કલરફુલ એન્ડ મ્યુઝિકલ સેલીબ્રેશન...’ દીકરી સ્તુતિએ કહ્યું. એ સિવાય જેઓ ગયા હતા એમાંના ધ્વનિ-પિયુષ-અદિત-નંદીની-ચાહત-અક્ષત-આદિ એમ કેટલાયે યુવાનો હજી એ કાર્યક્રમની અસરમાં છે. સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના પડી. સ્ટેજની બિલકુલ નજીકથી સાંભળવા અમે 12-14 કલાક ઊભા રહ્યા. સમગ્ર ઓડિયન્સને જાણે કોઈ જોડતું હતું...
ભાવનગરમાં 14 ફેબ્રુઆરીની એ સાંજ જાણે વાસંતી વાતાવરણમાં પુરુષોત્તમ પર્વ ઉજવાયું હતું. સ્વરસંગતિ અને કવિતા કક્ષ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમ ‘ને... તમે યાદ આવ્યા’ દ્વારા પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતો-સ્વરાંકનો રજૂ કરાયા
અંગત અનુભવની વાત લખું તો કાર્યક્રમ સંચાલક તરીકે પહેલીવાર સાંજે સાડા સાતે શરૂ થયેલો કાર્યક્રમ બરાબર દસ કલાક પછી, સવારે સાડા પાંચે વિરામ પામ્યો હોય એવો મારા માટે કદાચ આ પ્રથમ અવસર હતો. મને અને મારા સાથી કોમ્પેર ધ્વનિ દલાલને આ અવસરે સતત ભક્તિપૂર્ણ - ભાવપૂર્ણ પ્રસ્તુતિનો લાભ મળ્યો એ અમારા માટે પરમ આનંદ પ્રગટાવનાર – સંભારણું બની ગયું.
કાવ્ય પાઠ અને શ્રોતા - વક્તા સંવાદ પુરો થયો અને ઉપસ્થિત શ્રોતામાંથી ઘણા બધા એને ઘેરી વળ્યા. ‘તમે તો અમારા મનની વાત કહી...’ ‘તમારા શબ્દોમાં અમારા જ જીવનની વ્યથા-કથા હતી...’ ‘થતું હતું કે તમે જે પાત્રની વાત કરી રહ્યા છો એને જઈને વળગી પડું... એને વળગીને રડી પડું.’
ઇન્દોર એરપોર્ટ પર ફ્લાઈટ ઉતરી અને એનાઉન્સમેન્ટ થયું કે ‘ઈન્દોર કે દેવી અહલ્યાબાઈ હોલકર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આપકા સ્વાગત હૈ...’ દીકરીએ તુરંત એના ડેડીને કહ્યું, ‘મને અહલ્યાબાઈ વિશે થોડી થોડી જાણકારી છે, પણ મધ્ય પ્રદેશના આપણા પ્રવાસમાં તમે મને એમના વિશે થોડી વધુ વાત કરજો, હું યે ઈન્ટરનેટના માધ્યમથી જાણીશ.’ ડેડી દીકરીની જિજ્ઞાસાથી રાજી રાજી થયા.
શ્યામલ મુન્શીના એક ગીતનો ઉઘાડ છે - સુખનું સરનામું આપો. સંતો-મહંતોના ચરણોમાં જઈને એમના ભક્તો મેળવે છે ખુશ થવાનું માર્ગદર્શન. મસ્સમોટી રકમની ફી ચૂકવીને બૌદ્ધિકો સાંભળે છે મોટીવેશનલ સ્પીકરોના પ્રવચનો. કેમ? સુખી થવાના રસ્તાઓ જાણવા... માણસ વધુને વધુ પૈસા ઈચ્છે છે, આધુનિક સુવિધાઓ ઈચ્છે છે કારણ કે એને વધુને વધુ સુખી થવું છે અથવા એવા દેખાવું છે.
હમણાં થોડા દિવસોમાં બે-ત્રણ એવા કાર્યક્રમોમાં જોડાવાનું થયું જેના કેન્દ્રમાં કિશોરો - યુવાનો હતા. એક સ્ક્રિપ્ટ લખવાની હતી જેમાં શાળાના બાળકો નૃત્ય–નાટ્ય પ્રસ્તુત કરવાના હતા, એના લેખન દરમિયાન ભારતીય સંસ્કૃતિ, ભારતની શિક્ષણપદ્ધતિ, અણમોલ વારસો અને આવનારા સમયનું વિક્સિત ભારત, ભારતે આપેલા અણમોલ વ્યક્તિત્વો અને તેમનો સંદેશ... આ અને આવું આવું અભ્યાસ–વાંચન કરીને લખવાનું બન્યું અને મને એ લેખનનો આનંદ આવ્યો. બીજા કાર્યક્રમમાં પુસ્તક વિમોચન હતું જેમાં પણ ગુજરાતના યુવાનો, પોઝિટિવ વિચારધારા, વાંચન – શ્રવણ – અભ્યાસ અને જિંદગી જીવવાની વિશેષ અનુભૂતિની વાતો હતી. ત્રીજો કાર્યક્રમ હતો એમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી પસંદ થયેલા વકતૃત્વ સ્પર્ધાના સ્પર્ધકોની રાજ્યકક્ષાની સ્પર્ધા હતી. ત્રણ અલગ-અલગ રૂમમાં યોજાયેલી સ્પર્ધામાંથી એક પેનલના નિર્ણાયક તરીકે જોડાવાનો મને પણ અવસર મળ્યો.
રમણીય, પવિત્ર, દિવ્ય અને પ્રાચીન ભૂમિ છે માધવપુર. માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહની ભૂમિ. દરિયાકિનારે આવેલા આ ગામોમાં ચૈત્ર મહિનામાં જાણે લોકનો આનંદ સાગરની જેમ હિલોળા લે છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય ખૂણામાં દ્વારકાથી 164 કિમી દૂર, સમુદ્ર તટે, કર્ણ મનોહર - નેત્ર મનોહર ગામ એટલે માધવપુર. આ ગામ ઘેડ પંથકમાં આવેલું છે એટલે માધવપુર ઘેડ રૂપે વિશેષ ઓળખાય છે. અહીંનું પ્રાકૃતિક વાતાવરણ અતિ મનોહર અને રમ્ય છે.
‘અરે, આ ગરમીમાં તે કાંઈ આટલે દૂર જવાતું હશે? ચોમાસામાં જઈશું...’ પારિવારિક દોસ્ત હિમાંશુએ કહ્યું, પણ અમે તો નીકળી જ પડ્યા... અને મજાની વાત એ કે ત્યાં પહોંચ્યા પછી એક સાંજે તોફાની પવન સાથે ખૂબ વરસાદ પડ્યો!
