તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    આયર્લેન્ડમાં ભારતીય પિતા - આઇરિશ માતાના પુત્ર લિયો વરાડકરે વડા પ્રધાન પદ સંભાળ્યું છે. તેમના પિતા મુંબઇથી ડોક્ટર થઇને આયર્લેન્ડ જઇ ઠરીઠામ થયા હતા. લિયો વર્ષોથી ફાઈન ગેઇલ નામના મુખ્ય પક્ષ સાથે સંકળાયેલા હતા. ૨૦૦૭માં બીજા એક પક્ષ બર્ટી અહરના નેતા બન્યા. ત્રણ - ત્રણ વખત ચૂંટણી જીત્યા અને હવે વડા પ્રધાન બન્યા. ૨૦૧૫માં આયર્લેન્ડ સંસદમાં ઐતિહાસિક ઠરાવ થયો. 

    સોમવારે સાંજે ભારતીય સમય પ્રમાણે બરાબર ૫.૨૮ કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનેથી ૧૪૦ ફૂટ ઊંચા રોકેટે અંતરીક્ષ ભણી ઊડાન ભરી. પળેપળની આ બધી માહિતીનું ટીવી પરદે જીવંત પ્રસારણ થઇ રહ્યું હતું. આ સિદ્ધિ ભારતીય વૈજ્ઞાનિકોનો આત્મવિશ્વાસ અને કાર્યનિપુણતા દર્શાવે છે. જીએસએલવી મેક-થ્રી રોકેટે અંતરીક્ષગમન સાથે જ અનેકવિધ વિક્રમો સર્જ્યા છે. છેલ્લા ૩૦ વર્ષમાં ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ નમૂનેદાર સિદ્ધિ હાંસલ કરી છે. ‘ઇસરો’ની શુભ શરૂઆત જવાહરલાલ નેહરુના સમર્થન સાથે વિક્રમ સારાભાઇના આધિપત્ય નીચે અમદાવાદમાં થઇ હતી. મિસાઇલ મેન તરીકે જાણીતા અંતરીક્ષ વિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ પણ ત્રણ વર્ષ આ સંસ્થામાં કામ કરી ચૂક્યા છે અને સમયે તેઓ અમદાવાદમાં રહ્યા હતા. 

    મોદી સરકારે ૨૬ મેના રોજ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. આ ત્રણ વર્ષમાં તેની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ? કહી શકાય કે તેણે પ્રજામાંથી નિરાશાનો, હતાશાનો માહોલ દૂર કર્યો છે. આશા-ઉમંગનો સંચાર કર્યો છે. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વેળા દેશમાં નિરાશાનો માહોલ હતો. એકાંતરા દિવસે યુપીએ સરકારના કોઇને કોઇ પ્રધાનના ભ્રષ્ટાચાર કે સગાંવાદના સમાચારો અખબારોમાં ચમકતાં હતા. ક્યારેક કોમનવેલ્થ ગેમ્સ તો ક્યારેક ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ તો ક્યારેક કોલ બ્લોક ફાળવણી કૌભાંડ. આ બધા સામે ચૂપકિદીના કારણે સ્વચ્છ છબી છતાં વડા પ્રધાન મનમોહન સિંહને પણ છાંટા ઊડી રહ્યા હતા. વીતેલા ત્રણ વર્ષમાં કમસે કમ આ સરકારના કોઇ પ્રધાન પર ભ્રષ્ટાચાર કે સગાંવાદના તો આક્ષેપ નથી જ થયા. આથી ઉલ્ટું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પૂરોગામીઓ કરતાં અલગ જ છાપ ઉપસાવી છે. તેમની નિયત કે દેશનિષ્ઠા સામે તેમના રાજકીય હરીફો પણ આંગળી ઉઠાવી શકે તેમ નથી. 

    દસ વર્ષ બાદ બ્રિટન ફરી એક વખત ૨૨ મેના રોજ આતંકવાદી હુમલાથી ખળભળી ઉઠ્યું. એક હુમલાખોર આ વિસ્ફોટ થકી તેનો બદઇરાદો પાર પાડવામાં ભલે સફળ રહ્યો, પણ તે બ્રિટનવાસીના જુસ્સા, હિંમતને તોડી શક્યો નથી એ હકીકત છેને? લોકોનો આ અભિગમ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સક્રિય સુરક્ષા એજન્સીઓ પ્રત્યેનો ભરોસો દર્શાવે છે. આમ પ્રજાને દેશની સુરક્ષા એજન્સીઓની કાબેલિયતમાં ભરોસો હોવો આવકાર્ય છે, પરંતુ નિષ્ણાતોના મતે સુરક્ષા એજન્સીઓ આતંકી હુમલાના ખતરાને જોતાં આવશ્યક પગલાં લેવામાં ઊણી ઉતરી છે. સુરક્ષા એજન્સીઓએ માંચેસ્ટર એરિનામાં થયેલા વિસ્ફોટ સંદર્ભે કલાકોમાં જ ૧૨થી વધુ લોકોની અટકાયત કરી, અનેક લોકોની પૂછપરછ કરી અને ૫૦૦થી વધુ સ્થળે સર્ચ ઓપરેશન્સ હાથ ધર્યાના અહેવાલ છે. પરંતુ આટલી સતર્કતા, ચપળતા અગાઉ દાખવી હોત તો?

    ભારત સરકારે દેશમાં ૧૦ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજકીય હો-ગોકીરામાં આ સમાચારની ભલે ખાસ નોંધ લેવાઇ ન હોય, પરંતુ મોદી સરકારનો આ નિર્ણય દેશમાં વીજ પુરવઠા ક્ષેત્રે માગ અને પુરવઠા વચ્ચે પ્રવર્તતી ખાઇ પૂરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે એ નક્કી છે. નવું સ્થપાનારું દરેક અણુ મથક ૭૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. મતલબ કે દેશના વીજ પુરવઠામાં ૭૦૦૦ મેગાવોટનો ઉમેરો થશે. હાલ દેશમાં ૨૨ પરમાણુ ઊર્જા મથકો દ્વારા કુલ ૭૦૦૦ મેગાવોટ વીજ પુરવઠાનું ઉત્પાદન થાય છે તે જોતાં સૂચિત પ્લાન્ટ્સ સાકાર થયે બમણો પુરવઠો ઉપલબ્ધ થશે. કોઇ પણ દેશને આર્થિકથી માંડીને કૃષિ કે પછી ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરવી હોય તો સાતત્યપૂર્ણ વીજ પુરવઠો અનિવાર્ય ગણવો રહ્યો. સંભવતઃ આ જ કારણસર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ પ્રધાનમંડળના આ નિર્ણયને ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાવ્યો છે.

    પાકિસ્તાનના જૂઠાણાંનો વધુ એક વખત જગતચોતરે પર્દાફાશ થયો છે. ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જાસૂસ ઠરાવીને તેમને ફાંસીના માંચડે લટકાવી દેવાના આદેશ સામે મનાઇહુકમ ફરમાવી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)એ પાકિસ્તાનને જોરદાર આંચકો આપ્યો છે. ભલે આ આદેશ વચગાળાનો છે, પરંતુ ભારત માટે રાજદ્વારી અને કાનૂની મોરચે આ બહુ મોટી જીત છે. આ કાનૂની જંગના પહેલા જ તબક્કે વિજય મેળવીને ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને નીચાજોણું કરાવ્યું છે તેમાં બેમત નથી.

    થોડાંક વર્ષ પૂર્વે ભારતની રાજકીય ક્ષિતિજે આમ આદમી પાર્ટી (‘આપ’)નો ઉદય થતાં જ લોકોને કંઇક આશાસ્પદ રાજકીય વિકલ્પ મળવાની આશા જાગી હતી. લોકોને વધુ ભ્રષ્ટાચારમુક્ત, અસરકારક વહીવટ આપે તેવું શાસન મળવાની અપેક્ષા હતી. અરવિંદ કેજરીવાલ લોકનજરમાં છવાઇ ગયા હતા. જોકે બે-ત્રણ વર્ષમાં તો વિવાદનો એવો જોરદાર વંટોળ ઉઠ્યો કે લોકોની આશા-અપેક્ષાના તણખલા વેરવિખેર થઇ ગયા. 

    પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય કુલભૂષણ જાધવની ફાંસી અટકાવવાના કેસમાં ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં નોંધનીય સફળતા હાંસલ કરી છે એમ કહી શકાય. આઇસીજેએ બન્ને પક્ષકારોની રજૂઆત સાંભળીને ચુકાદો ભલે મુલત્વી રાખ્યો હોય, પરંતુ સુનાવણી દરમિયાન ભારતનો હાથ ઉપર રહ્યો હોવાનું સ્પષ્ટ છે. કોર્ટે જાધવના કથિત વીડિયો નિવેદનનો પાકિસ્તાની પુરાવો ધ્યાને લેવાનો ઇન્કાર કરી દીધો છે. તો ભારતે પાકિસ્તાન આઇસીજેમાં કેસ ચાલી રહ્યો છે તે દરમિયાન જ કુલભૂષણ જાધવને ફાંસીએ લટકાવી દેવાશે તેવી ભીતિ દર્શાવીને સજા તત્કાળ સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. ભારત અને પાકિસ્તાને તેમની રજૂઆતો કરી દીધી છે, અને હવે તમામની નજર કોર્ટના ચુકાદા પર છે.   

    ભારતે સાઉથ એશિયન દેશોને મહામૂલી ભેટ આપીને મિત્રતાનો સેતુ વધુ મજબૂત બનાવ્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા અવકાશમાં તરતો મૂકાયેલો જીસેટ-૯ કોમ્યુનિકેશન સેટેલાઇટ નરેન્દ્ર મોદીની વચનબદ્ધતા દર્શાવે છે. અઢી વર્ષ પૂર્વે નેપાળની રાજધાની કાઠમંડુમાં યોજાયેલી ‘સાર્ક’ (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન) શિખર પરિષદને સંબોધતા તેમણે સંગઠનમાં સામેલ દેશોને જોડતો સેટેલાઇટ શુભેચ્છા ભેટ તરીકે આપવાની જાહેરાત કરી હતી. ભારતના આ પ્રસ્તાવને તમામ સાથી દેશો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, માલદિવ્સ, શ્રીલંકા અને પાકિસ્તાને પણ વધાવી લીધો હતો. જોકે બાદમાં પાકિસ્તાને આદત પ્રમાણે આડોડાઇ શરૂ કરી. પ્રોજેક્ટને ‘સાર્ક સેટેલાઇટ’ નામકરણથી માંડીને અન્ય બાબતો સામે વાંધો ઉઠાવ્યો ને છેવટે તે પ્રોજેક્ટમાંથી ખસી ગયું. જોકે એ ઉપગ્રહ અવકાશમાં ફરતો થઇ ગયો છે. પ્રોજેક્ટને ભલે ‘સાર્ક’ નામ ન મળ્યું, પણ તેના લોન્ચિંગ વેળા માહોલ શિખર પરિષદ જેવો જ હતો.  

    પાકિસ્તાની સૈન્યે ફરી એક વખત તેની હેવાનિયત દર્શાવીને બે ભારતીય જવાનોના મૃતદેહોને ક્ષત-વિક્ષત કરી નાખ્યા છે. આ જવાનો ભારત-પાકિસ્તાનને અલગ કરતી લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર પૂંચ સેક્ટરમાં કૃષ્ણા ઘાટી ખાતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની જવાનોએ - કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર - તેમને ઠાર મારીને બર્બરતાપૂર્ણ કૃત્ય આચર્યું હતું. પહેલી મેની આ ઘટના અંગે ભારતીયોમાં ભારે આક્રોશ પ્રવર્તે છે. લોકો ઇચ્છે છે કે પાકિસ્તાનને તેના આ કાયરતાપૂર્ણ કૃત્ય માટે એવો જડબાતોડ જવાબ આપવો જોઇએ કે તે ભવિષ્યમાં આવું કૃત્ય આચરવાનો વિચાર સુદ્ધાં ન કરે. પાકિસ્તાની સૈન્ય દ્વારા આવું કૃત્ય પહેલીવાર થયું છે એવું નથી. કેન્દ્રમાં ભાજપ સરકાર રચાયા બાદ આ ત્રીજી ઘટના છે જેમાં પાકિસ્તાની સેનાએ આ પ્રકારની બર્બરતા આચરી છે. તેઓ વારંવાર ભારતીય સૈન્ય સાથે આવી હરકત કરતા રહ્યા છે તેનો એક અર્થ એ પણ થઇ શકે કે ભારત દ્વારા કોઇ આકરાં પગલાં લેવાશે એવો તેમને કોઇ ડર નથી.