તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    સુરતનો સંકેતઃ ગાંધીકથાની જેમ

    વીત્યા સપ્તાહે કેટલાક સવાલો અને કેટલાક જવાબો આપતી ઘટનાઓના સાક્ષી થવાનું બન્યું. ગુજરાત કોઈને કોઈ રીતે પોતાની ખૂબી ખામી દર્શાવતું રહ્યું છે તેનો યે અંદાજ મળ્યો.

    ડૂબતા પણ પ્રભાવી સુરજનું યે સન...

    જૂનું જાય અને નવું આવે એ કુદરતી નિયમ છે. પણ આ બે સામસામા છેડા નથી. એકબીજાથી તદ્દન અલગ એવી છાવણી નથી. એકબીજાની વચ્ચે સંધાન છે અને તેમાંથી પરંપરા બને છે. સમય બદલાતાં કેટલીક નવી વાતો, નવા નિશ્ચયો અને નવો અસબાબ જરૂર જોવા મળે, જે પાછલા કરતાં અલગ જ હોય.

    ગુજરાતમાં ફરી વાર અનામતનો ઉત્

    આ લેખ લખી રહ્યો છું ત્યારે (૨૨ ઓગસ્ટ) અમદાવાદના રસ્તાઓ, દુકાનો, ઓફિસો, ટીવી ચેનલો અને અખબારોમાં ચર્ચાનો મુખ્ય વિષય ૨૫ ઓગસ્ટનો દિવસ છે! કેમ કાંઈ તે દિવસ ઇતિહાસનો યાદગાર છે? કોઈ સ્વાતંત્ર્યજંગની સ્મૃતિનો દિવસ છે? કોઈ રાજ્યની સ્થાપના કે મહાપુરુષ - નામે ગાંધી, સરદાર, સુભાષ સાથે સંકળાયેલો છે? શું કોઈ શહીદને અગાઉ તે દિવસે ફાંસી મળી હતી? કોઈ મોટી વૈજ્ઞાનિક શોધ ગુજરાતમાં થઈ હતી?

    પચીસમી ઓગસ્ટ પછીનું ગુજરાતઃ પ

    ગુજરાતમાં પાટીદારોનું અનામત આંદોલન ઘણા બધાને માટે અનહદ આશ્ચર્ય હતું. ૨૫ ઓગસ્ટની સવારથી અમદાવાદનાં જીએમડીસી મેદાન પર ગુજરાતભરમાંથી પાટીદારો વાહનોમાં ઠલવાઈને પહોંચ્યા ત્યારે તેમને તરાશવા માટે અલ ઝઝીરાથી માંડીને બીબીસી સુધીની ચેનલોના સંવાદદાતાઓ - કેમેરામેનની સાથે - ખડેપગે હાજર હતા! સાંજે પોણા આઠ વાગ્યે પોલીસ ત્રાટકી તેની દસ મિનિટ પહેલાં પણ મંચ પર હાર્દિક આવી એક ચેનલને લાંબી મુલાકાત આપી રહ્યો હતો.

    ગુજરાતમાં પાટીદારોએ કરેલી અનામતની માગણીનાં આંદોલનનો પડઘો વિદેશવાસી ગુજરાતીઓમાં ના પડે તો જ નવાઈ. ગુજરાત અને ગુજરાતીઓએ સર્વત્ર પોતાની સંવેદનશીલતા જાળવી રાખી છે. અમેરિકામાં કેટલાક ગુજરાતીઓએ એકઠા થઈને અપીલ બહાર પાડી છે અને લંડનમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના ઉપક્રમે શ્રી સી. બી પટેલે ૧૩ સપ્ટેમ્બરે કેટલાક મહાનુભાવોને ચર્ચા કરવા બોલાવ્યા તેનો સારો પ્રતિસાદ અહીં ગુજરાતમાં પડ્યો છે.

    અનામતમાં ‘સબ સલામત’ નથી, નવા મ

    પાટીદાર અનામત આંદોલનમાંથી ફંટાયેલી મહત્ત્વની વાત તો પોલીસે આચરેલા જુલમની છે. દરેક આંદોલન વખતે આવી ફરિયાદોનો ખડકલો થાય છે. ૧૯૫૬ની આઠમી ઓગસ્ટે અમદાવાદના ભદ્રમાં આવેલા કોંગ્રેસ-ભવન સામે એકઠા થયેલા ટોળાંનો સવાલ એટલો જ હતો કે અમારાં મહાગુજરાતનું શું થયું? દ્વિભાષી રાજ્ય કેમ ઠોકી બેસાડ્યું?

    એકશન-રિએકશનનો ગુજરાતનાં આંદો

    હવેના દરેક આંદોલનોની ખાસિયત એ છે કે તેમાં કોઈને કોઈ નવા ‘નેતા’ પેદા થાય છે. લાગણીના, આવેશના મોજાં પર સવાર થઈને કેટલાક દિવસો સુધી તે મીડિયા અને જાહેરજીવન પર છવાયેલા રહે છે અને પછી સમય જતાં અસ્ત થઈ જાય છે.

    ગુજરાતનાં પ્રધાનમંડળનું આંશિક વિસ્તરણ થયું, હવે બાકીના બીજા ઘણાને પછીથી પ્રધાનો તરીકે અથવા નિગમોમાં લેવાશે. સત્તા અને સંગઠનમાં આ તો ચાલ્યા જ કરતું હોય છે. દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં કેટલાક ફેરફારો થયા તેમાં હરિભાઈ ચૌધરી અને મોહનભાઈ કુંડારિયાને લેવાયા. મોહનભાઈ લોકસભાની રાજકોટની બેઠક પર ચૂંટાઈ આવ્યા છે, પટેલ વિરુદ્ધ બાકીના એવી રણનીતિ કરવાનો કોંગ્રેસે પ્રયાસ કરવો જોઈતો હતો એમ તેમના જ કેટલાક નેતાઓનું માનવું હતું, પણ પક્ષમાં હજુ કોઈ નક્કી નીતિ કે કાર્યક્રમ જ ના હોય ત્યાં બીજી શક્યતાઓ રહેતી નથી.

    ઓક્ટોબરનું ગુજરાતઃ ગાંધી, જે.પ...

    ઓક્ટોબર મહિનાની સાથે ગુજરાતનો ‘ઋણાનુબંધ’ છે, કહો કે ભારે લેણું છે એમ કહું તો નવાઈ નહીં લાગે. આ મહિનાએ, અત્યારે અને પૂર્વે કેટકેટલા સાર્વજનિક વિસ્ફોટો પેદા કર્યા અને કેવા મોટા ગજાના લોકોનો સાથ મળ્યો? તેમની પુણ્યસ્મૃતિ જ એક દીર્ઘ કથા બની જાય છે.