તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    નદી નર્મદાની આસપાસ......

    નામે નર્મદા માત્ર મહાસરિતા જ નહીં, એક મહાપુરુષની ભવ્ય પ્રતિમાની સાથે હવે વિશ્વવ્યાપી ખ્યાતિ મેળવી ચૂકી છે. એક પ્રવાસન અધિકારીએ કહ્યું કે વિદેશથી આવતા પ્રવાસીઓ અને એનઆરજી-એનઆરઆઈના ૮૦ ટકા લોકો ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની યાત્રાએ અચૂક જાય છે.

    ઈતિહાસ બોધની ‘નાનકડી’ પણ ‘મોટ

    કોઈક નાનીસરખી ઘટના પણ આપણા માટે ‘ઈતિહાસ બોધ’નો આનંદ આપી દેતી હોય છે ને? હમણાં જેએનયુના એક મિત્રે ખબર આપ્યા કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પરિસરની એક છાત્ર-હોસ્ટેલ (સુબંસરી પરિસર, તમે પૂછશો કે આ ‘સુબંસરી’ વળી શું? એ અસમની એક નદી છે અને અહીં દેશની વિવિધ નદીઓ પરથી હોસ્ટેલોનાં નામ પડ્યાં છે!) આ રસ્તાને ‘વિ.દા. સાવરકર’ માર્ગ નામ અપાયું છે!

    રાજ્યસભાની ચૂંટણી પૂર્વે અને

    ગુજરાત રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી હાથવેંતમાં છે. થશે તો ચૂંટણી જ, પણ ક્યારે? તે કોરોના નક્કી કરશે! એટલે ભાજપ-કોંગ્રેસ પોતાની વ્યૂહરચનાઓ પ્રમાણે સક્રિય છે. દરેક વર્ગનો સમાવેશ કરવાની સ્વાભાવિક પ્રક્રિયાને જાતિ કે વર્ગ - વર્ણ વિશેષનો ‘એરુ આભડી જવો ના જોઈએ’ એ આદર્શ તો છે પણ... વાસ્તવિક્તા સર્વત્ર અલગ તરાહની.

    ગુજરાતનો આસામ સાથેનો સંબંધ છેક આજ સુધીનો છે, એટલે ગુવાહાટી (ગૌહતી એ અંગ્રેજોએ બગાડેલું નામ છે. એવું જ નૌગાંવનું છે, તે ‘નોગોંગ’ નથી. ‘બ્રહ્મપુત્રા’ નહીં, પણ ‘બ્રહ્મપુત્ર’ સાચું નામ છે. એક ‘સુભાનસિરી’ નદી-નામ વપરાય છે, તે વાસ્તવમાં ‘સુબંસરી’ છે!)થી એક ગુજરાતી વેપારી મિત્રે ફોન પર જણાવ્યું કે અમારે ત્યાં આજકાલ બાંગ્લાદેશ સાથેના સરહદી કરારોની ભારે ચર્ચા છે.

    આદિત્યનાથનો છેડો ગરવા ગીરનાર

    હમણાં વળી પાછા પેલાં જાજરમાન પૂર્વજોનું સ્મરણ થઈ આવ્યું. શામળદાસ ગાંધી, સુરગભાઈ વરુ, અમૃતલાલ શેઠ અને કનૈયાલાલ મુનશી - ચારેનું એક સાથે પ્રદાન હતું સરવા સોરઠની, પાકિસ્તાનની નાગચૂડથી મુક્તિ! દુર્ભાગ્યે, આમાંના કોઈનું નવી પેઢીને યાદ અપાવે તેવું કોઈ સ્મારક, બીજે તો ઠીક પણ સોરઠમાં યે ક્યાંય નથી..

    સાહિત્યના શબ્દથી શક્તિ મેળવત

    હીના મોદી. ગુજરાતી વાચકો માટે પરિચિત નામ. લેખનનાં ક્ષેત્રે તેની પાસે સજ્જતા અને સંવેદના છે. જિંદગીને માણવા અને પામવા જેવી વયે તેના પર અચાનક આફતોનું આસમાન તૂટી પડ્યું. દસ જ મહિનામાં ૧૬ શસ્ત્રક્રિયા! હજુ પણ તેનું સ્મરણ કરતાં જીવ ફફડી ઊઠે.

    લંડનના તખતા પર ગરજનાર બેરિસ્ટ

    વીસમી સદીના પ્રારંભથી જે ‘ગરવા ગુજરાતીઓ’ લંડન-પેરિસ-બર્લિનમાં આવીને સ્વાતંત્ર્યક્રાંતિનો ઝંડો ફરકાવતા રહ્યા તેમાંના એક બેરિસ્ટર સરદારસિંહ રવાભાઈ રાણાની દોઢસોમી જન્મજયંતિ વીતેલા સપ્તાહે એપ્રિલની દસમીએ આવી અને વીતી ગઈ.

    ગરવા ગુજરાતીએ આપ્યું હતું ક્ર

    પ્રણામ, ભગવતીભાઈ! ભગવતીચરણ વોહરા, જન્મે નાગર. પિતામહનું વતન ગુજરાતનું વડનગર. ભગતસિંહના ‘થિન્ક ટેન્ક’. ‘ઈન્કલાબ જિંદાબાદ’ સૂત્ર ગાજતું થયું ભગતસિંહ - રાજગુરુ - સુખદેવની બુલંદીથી. તેના જનક હતા ગુજરાતી ભગવતીચરણ! જન્મ્યા લાહોરમાં ૧૯૦૪ના વર્ષમાં, ફના થયા પણ લાહોરમાં ૨૮ મે ૧૯૩૦. સરદાર ભગતસિંહ અને સાથીઓને જેલમાંથી છોડાવવા માટે બોંબ પરીક્ષણ કર્યું તે સાંજ.

    આજકાલ કોરોનાના પડછાયે નજર પુસ્તકો તરફ જાય અને તરેહવારની દુનિયા આપણી આંખો સામે ખૂલી મૂકી દે તેનો અનુભવ ઘણાને થતો હશે.

    અઢી હજાર પુસ્તકો હોય ત્યાં કોને પસંદ કરવું તે મોટો નિર્ણય બની જાય એવા અનુભવમાંથી મળેલાં એક પુસ્તક વિશે વાત કરવા માંગું છું, જેણે ઈતિહાસ અને દંતકથાની ભેદરેખા જ ભૂંસી નાંખી છે!

    આવજો, ઈશા કુન્દનિકા!...

    વલસાડથી ધરમપુર જતાં આ નાનકડું રમણીય સ્થાન આવે, નામ ‘નન્દીગ્રામ’. આપણે ત્યાં સરસ્વતીચંદ્રકાર ગોવર્ધનરામ તેમની નવલકથાનો અંત, નગરજીવનથી દૂર એક આશ્રમમાં દોરી લાવ્યા હતા. પશ્ચિમના મોટા ભાગના લેખકો મહાનગર છોડીને અંતરિયાળ ગામનાં કોઈ ખેતરની સાથે જોડાયેલાં નિવાસને પસંદ કરે છે.