વિવિધા

No

Block: Site: Subtree Block

    ‘તસવીરઃ શબ્દનું કૌશલ્ય’ પુસ્તક એટલે બે પુંઠા વચ્ચે ગુજરાતી સાક્ષાત્કાર

    ડિજીટલ ટેકનોલોજીએ સમાજમાં જબરજસ્ત પરિવર્તન આણ્યું છે. ફોટોગ્રાફી ક્ષેત્રે તો જાણે ક્રાંતિ જ સર્જાઇ છે. ડિજીટલ કેમેરાના આગમનથી વિવિધ ક્ષેત્રે તસવીરનો વપરાશ અનેક ગણો વધ્યો છે. લગભગ દરેક વ્યક્તિ કેમેરાનો ઉપયોગ કરતો થયો છે. જેના કારણે તસવીર કંડારવી સર્વસામાન્ય ઘટના બની રહી છે.

    ‘લોટ કે આજા મેરે મીત’ એક ગુજરાતી નવલકથા: પુસ્તક પરિચય

    બર્મિંગહામના મોઝલી ખાતે રહેતા શ્રી ચીમનલાલ પાંવે લખેલી નવલકથા ‘લોટ કે આજા મેરે મીત’નું ગયા વર્ષે ઓકટોબર માસમાં બર્મિંગહામ ગુજરાતી લીટરરી સોસાયટી દ્વારા યોજાયેલા એક કવિ સંમેલનમાં યુ.કે.ના વિખ્યાત કવિઓ સર્વશ્રી આદમભાઈ ટંકારવી, પ્રફુલભાઈ અમીન, પંકજભાઇ વોરા, ભારતીબેન વોરા તથા અન્ય કવિઓ, શ્રોતાજનોની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું. નવલકથાનો આસ્વાદ પ્રફુલભાઈએ ઘણા સુંદર શબ્દોમાં આપ્યો હતો.

    ‘આ વખતે ભલે અનહદ પ્રેમ આપ્યો, હવે આવો ત્યારે આટલો બધો પ્રેમ કરતા નહીં કે અમે તમને આવજો કહેવા ઘરના દરવાજા સુધી પણ ન આવી શકીએ.’ વ્યવહાર જગતમાં વિરોધાભાસી લાગે તેવી વાત ચંદ્રિકાભાભીએ અભિષેકને કરી ત્યારે તેને આંચકો ન લાગ્યો, એ આદરથી ભાભીને પગે લાગ્યો. બંનેની આંખો આનંદથી ભીંજાઈ ગઈ.

    કેમ છો? છેલ્લે આપણી મુલાકાત દિવાળી પહેલાં થઈ હતી. હવે તો ઘણું બધું ફરી ગયું. ૨૦૧૫ની વિદાય થઇ. તમે ક્રિસમસ અને ન્યુ યરના આગમન દરમિયાન ઠંડી ગરમીના વાતાવરણ સાથે થોડા સ્નોની પણ મજા માણી લીધી. વધારે તો ઝરમર ઝરમર વર્ષામાં ગૂંથાઈ ગયા અને વચ્ચે વચ્ચે સૂર્યોદયને પણ માણી લીધો. પણ આ વર્ષે.... આકાશમાંથી છૂટતી ધારાઓએ આપણને સૌને એવા તો ભીંજવી દીધા છે કે ઘણુંખરું આપણું હલનચલન સ્થગીત થઇ ગયું છે. છતાંય સૂર્યદેવની મહેર મળ્યા કરે છે.

    એક્ઝોમાર્સ મિશન સાથે સંકળાયે

    લંડનઃ રાતા મંગળ ગ્રહ પર પાણી અને જીવન છે કે નહિ તે વિજ્ઞાનવિશ્વમાં ચર્ચાનો વિષય રહેલો છે. સોમવાર, ૧૪ માર્ચે બ્રિટિશ પીઠબળ સાથેના એક્ઝોમાર્સ મિશને મંગળ પર જીવનની હયાતીની સાબિતીઓ શોધવા અવકાશમાં પ્રયાણ કર્યું હતું. આ મિશનમાં સજીવો દ્વારા છોડવામાં આવતાં મીથેન ગેસની હાજરીના પુરાવા પર વિશેષ ધ્યાન આપવામાં આવનાર છે. ભારત માટે નોંધ લેવા જેવી બાબત એ છે કે મૂળ ભારતીય અને ગુજરાતના આણંદ જીલ્લાના બાકરોલ ગામના વતની ડો. મનીષ પટેલ આ મિશન સાથે ગાઢપણે જોડાયા છે. રાતા મંગળ ગ્રહ સુધી જવા માટે વિશાળ પ્રોટોન રોકેટ પર સવાર થઈને સ્પેસક્રાફ્ટે અવકાશમાં છલાંગ લગાવી હતી.

    અવકાશમાં સાત મહિનાની યાત્રા પછી એક્ઝોમાર્સ, ઓર્બિટર સાથે રહેલા પ્રોબને મંગળની સપાટી પર છોડશે અને અને જીવનની નિશાનીઓ શોધવા ઓર્બિટમાં ફરતું રહેશે.

    કોલકતાઃ મહાનગરમાં રહેતા આદિત્‍ય મુરારી નામના ભાઈએ ૧૯૮૨માં વિશ્વના સૌથી લાંબા નખનો વિક્રમ સજર્યો હતો. એ વખતે તેમની બધી જ આંગળીઓના નખ કુલ ૧૮૦ ઈંચની લંબાઈ ધરાવતા હતા. જોકે એ પછી તેમણે નખ કપાવી નાખવા પડયા. ત્રણ-ચાર વર્ષ પછી ફરીથી તેમને નખ વધારવાનું શૂર ચડયું. ૧૯૮૬ની સાલથી તેમણે નખ કાપવાનું બંધ કરી દીધુ. આથી હાલમાં ૭૨ વર્ષના દાદા આદિત્‍ય મુરારીના હાથમાં કુલ ૧૨૦ ઈંચ લાંબા નખ થઇ ગયા છે.

    ભારતીય બંધારણના રચયિતા ડો. બાબ...

    ભારતીય બંધારણના રચયિતા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતીની પ્રથમ વખત યુનાઇટેડ નેશન્સમાં ઉજવણી થઇ છે. આ ઘટના દેશની ૧૬ ટકા દલિત વસતીની સાથે સાથે સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો ભારતના એવા પસંદગીના નેતાઓમાં સમાવેશ થાય છે જેમનું યોગદાન દલિતો માટે મસીહા તરીકે યાદ કરવામાં આવે છે. બાબાસાહેબને સામાન્ય રીતે દેશમાં અનામતની શરૂઆત કરનાર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદાપ્રધાન હતા. એટલું જ નહીં તેઓ એક સારા અર્થશાસ્ત્રી પણ હતા, પરંતુ તેમની વધુ એક ઓળખાણ હતી દલિતોના સૌથી મોટા નેતાની. તેમણે આજીવન દલિતોના ઉત્થાન માટે સંઘર્ષ કર્યો. હવે યુનાઇટેડ નેશન્સે તેમણે અસમાનતા વિરુદ્ધ છેડેલાં યુદ્ધને પોતાના લક્ષ્યોમાં સમાવેશ કર્યો છે. 

    કોહિનૂર સિવાય પણ ભારતે મૂલ્યવ

    બ્રિટનના નામદાર મહારાણીના તાજને શોભાવતો કોહિનૂર હીરો ફરી એક વખત સમાચારમાં છે. આ હીરો કોઇ ચોરીને નથી લઇ ગયું, પણ બ્રિટનની ઇસ્ટ ઇંડિયા કંપનીને ભેટ આપવામાં આવ્યો હતો તેવા ભારત સરકારના નિવેદનથી દેશમાં દેકારો મચ્યો છે. લોકો માગ કરી રહ્યા છે આ હીરાને કોઇ પણ સંજોગોમાં પરત લાવવો જોઇએ. કોહિનૂર અને હોપ ડાયમંડને ભારતના શ્રેષ્ઠ હીરા માનવામાં આવે છે, જે એક સમયે ભારતમાં હતા, પરંતુ અત્યારે વિદેશની ધરતી પર છે. જોકે આ માત્ર આ જ હીરાઓ એવા નથી જે દરિયાપારના દેશોમાં જઇ પહોંચ્યા હોય. વિશ્વના કેટલાક સૌથી મોટા હીરાઓને ક્રિષ્ના અને તુંગભદ્રનાં સંગમસ્થળની આસપાસથી ૩૦૦ કિલોમીટરની ઊંડાઈએથી ખોદી કાઢવામાં આવ્યા હતા. આમાંના ૧૨ સૌથી જાણીતા હીરાઓ રશિયા, પોલેન્ડ, ઇરાન અને ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોમાં પહોંચી ગયા છે.

    મુંબઈના ભીંડીબજાર વિસ્તારની

    મહારાષ્ટ્ર સરકારની વસાહત વિકાસ નીતિ અનુસાર દાઉદી વહોરા કોમ્યુનિટી મુખ્યત્વે શિયા મુસ્લિમો સહિત ૨૦,૦૦૦ લોકોના પુનર્વસન માટે મુંબઈના ભીંડીબજાર વિસ્તારની કાયાપલટ સાથે તેનો પુનર્વિકાસ કરવાનું આયોજન કરી રહી છે. રૂપિયા ૪,૦૦૦ કરોડના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ૨૫૦ બિલ્ડિંગ્સ, ૧,૨૫૦ દુકાન તોડી પાડવામાં આવશે અને તેના સ્થાને નવ ઉપવસાહતોમાં ૧૭ ટાવરનું બાંધકામ કરવામાં આવશે. આના પરિણામે, ભીંડીબજારના ૩,૨૦૦ મકાન ગગનને આંબશે અને ઉદ્યાનો, પાર્કિંગ તેમજ અન્ય સવલતો માટે વધુ ખુલ્લી જગ્યા મળી રહેશે. નિવાસીઓને ઓછામાં ઓછાં ૩૫૦ ચોરસ ફીટનો કાર્પેટ એરિયા (સૌથી નાના યુનિટમાં) મળી રહેશે. મુંબઈમાં સૌથી ભરચક વિસ્તારોમાં એક અને ૧૬.૫ એકરમાં ફેલાયેલું ભીંડીબજાર શહેરના વેપાર અને વાણિજ્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ પ્રોજેક્ટ માત્ર ભારતમાં જ નહિ, લોકતંત્ર ધરાવતા તમામ રાષ્ટ્રોમાં હાથ ધરાયેલો સૌથી મોટો પુનર્વિકાસ પ્રોજેક્ટ હોવાનો દાવો થઇ રહ્યો છે.

    જિના મિલરઃ બ્રેક્ઝિટ કાનૂની ય

    બ્રેક્ઝિટ પ્રક્રિયા સંબંધિત કાનૂની યુદ્ધનો ચહેરો બની ગયેલા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર જિના મિલરે બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે વિરુદ્ધ કાનૂની કાર્યવાહી અભિયાનમાં નેતાગીરી સંભાળી છે. તેમણે એવી દલીલ કરી છે કે પાર્લામેન્ટ અને સાંસદોની મંજૂરી મેળવ્યા વિના યુરોપિયન યુનિયન છોડવા માટે લિસ્બન સંધિના આર્ટિકલ-૫૦ અન્વયે પ્રક્રિયા આરંભવાની કાનૂની સત્તા કેબિનેટના વ્યક્તિગત સભ્યો પાસે નથી. ટુંકમાં કહીએ તો, આર્ટિકલ-૫૦ અન્વયે બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભતા અગાઉ પાર્લામેન્ટ સાથે સલાહ-મસલત થવી આવશ્યક છે. લિસ્બન સંધિનો આર્ટિકલ-૫૦ યુકેના ઈયુ છોડવાની ઔપચારિક પ્રક્રિયાનું પ્રથમ કદમ જ છે.