સૌ પ્રથમ તો ૧૬ જૂનને રવિવારે પિતૃ દિન – ફાધર્સ ડેના પર્વ નિમિત્તે ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’ના સર્વે વાચકો તથા સ્ટાફના પરિવારજનોને અંતઃકરણની શુભેચ્છા. પિતૃદિનની ઉજવણી ફક્ત એક જ દિવસ માટે મર્યાદિત ન રાખતા ૨૪x૭ અને ૩૬૫ દિવસ પિતા (માતા-પિતા) સાથે ઉજવણી કરીએ તેવો સંકલ્પ કરીએ તો જ ખરી ઉજવણી કરી ગણાશે.
વિવિધા
Block: Site: Subtree Block
દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામેના પ્રથમ ગુજરાતી લડવૈયા તે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીના જીવન સુધી રંગભેદ ચાલુ જ હતો. મહાત્મા ગાંધીના મરણ પછી નેલ્સન મંડેલા રંગભેદ સામે અડીખમ રહીને લડ્યા. રંગભેદવિરોધી લડત સામેનો બીજો ગુજરાતી લડવૈયો તે પ્રવીણ ગોરધન. હા, પ્રવીણ ગોરધનને નેલ્સન મંડેલાની જેમ જિંદગી જેલમાં વીતાવવી પડી નથી.
અહીંનું વાતાવરણ એક સ્વપ્નની માફક જ મને દુવિધામાં મૂકતું રહ્યું છે પરંતુ, મને તેની પ્રત્યેક ક્ષણ ગમતી જાય છે. તાજેતરમાં મેં મારાં પતિ સાથે ટોરન્ટોના BAPS સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને અમારાં માટે તે અદ્ભૂત અનુભવ બની રહ્યો. એ કહેવાની જરૂર લાગતી જ નથી કે ગ્રેટર ટોરન્ટો એરિયા (GTA)માં ગુજરાતી સમુદાયની હાજરી ઘણી મજબૂત છે. ઈટાલિયન આરસ અને પથ્થરની મનોરમ્ય કોતરણી સાથે સુસજ્જ સ્વામીનારાયણ મંદિરની ભવ્યતાનો જોટો જડે તેમ નથી. અમે મંદિરમાં જઈ દર્શન કર્યા અને આશીર્વાદ મેળવી સભાખંડમાં ગયા અને સાથી ભક્તજનો સાથે અરસપરસ નવી ઓળખાણ પણ કરી. રસપ્રદ બાબત એ હતી કે કેટલાક ભાવિકો ધર્મે ખ્રિસ્તી હતા. મંદિરનાં વાતાવરણમાં અપાર દિવ્યતા હતી, જે મને અને મારા પતિને પરમ શાંતિનો અનુભવ કરાવી ગઈ.
કહેવત વપરાય છે ‘ઘરડો વૈદ્ય અને યુવાન ડોક્ટર અને બંને સારા’. માન્યતા એવી કે આયુર્વેદમાં નવાં સંશોધનો ન થતાં હોવાથી વધુ અનુભવ ધરાવનાર વૈદ વધુ ઉપયોગી પણ મેડિકલ સાયન્સમાં નવી નવી શોધો થતી હોવાથી યુવાન ડોક્ટર સારો. આ કહેવત ખોટી પાડનાર ઝંડુ ભટ્ટ. ઝંડુ ફાર્મસી. એમણે ૧૮૬૪માં ૩૩ વર્ષની વયે સ્થાપી. સમગ્ર ભારતમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરનાર એ પહેલી ફાર્મસી. ત્યારે એના માટે રસશાળા શબ્દ વપરાતો. ૧૮૬૭માં આયુર્વેદનું જ્ઞાન સૌને સુલભ બનાવવા ‘રસવૈદ વિજ્ઞાન’ નામે દ્વિ-માસિક કર્યું. ગુજરાતી ભાષામાં એ સૌપ્રથમ મેગેઝિન હતું.
નેહરુ સેન્ટરના ડાયરેકટર અને મિનિસ્ટર (કલ્ચર)ની પોસ્ટ પર ઈ.સ. ૨૦૦૦-૨૦૦૩ દરમિયાન લંડનમાં રહ્યા તે પહેલા ગિરીશ કર્નાડનો સેતુ ઇંગ્લેન્ડ સાથે ઓક્સફર્ડ યુનિવર્સિટીના માધ્યમથી બંધાઈ ચુક્યો હતો. ઈ.સ. ૧૯૬૦-૬૩ દરમિયાન તેઓ રોડ્સ સ્કોલરશીપ હેઠળ માસ્ટર્સ ડિગ્રી માટે ઓક્સફર્ડમાં ભણવા આવેલા. ત્યારબાદ ચેન્નાઇ (મદ્રાસ)માં ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાં તેમણે લગભગ સાતેક વર્ષ કામ કર્યું.
ગત થોડાં સપ્તાહોમાં અનુભવોનું ભાથું બંધાયું છે. અહીં અમારાં લગભગ અસ્તિત્વહીન સામાજિક વર્તુળનો વિસ્તાર થઈ રહ્યો છે. આપણા તંત્રી-પ્રકાશક સીબી પટેલે મારો અને મારા પતિનો પરિચય સ્નેહપૂર્ણ સુરેશભાઈ પટેલ અને તેમના પત્ની ભાવનાબહેન સાથે કરાવ્યો હતો. થોડા દિવસો સુધી ઈ-મેઈલ્સની આપ-લે ચાલ્યા પછી સુરેશભાઈ એક દિવસ અમને મળવા આવ્યા અને સૌ પહેલા તેઓ અમને મારખમસ્થિત સનાતન મંદિરની મુલાકાતે લઈ ગયા. સુરેશભાઈએ કહ્યું કે આ પરંપરા છે. તેઓ પોતાના દરેક મહેમાનને પહેલા મંદિરે લઈ જાય છે અને પછી ગુજરાતી આતિથ્યના પ્રતીક સમાન તેમના ઘેર લઈ જાય છે. આ મંદિર ખરેખર જોવાલાયક અને અદ્વિતીય છે, જ્યાં એક વિશાળ પૂજાખંડમાં તમામ હિન્દુ દેવી-દેવતાને સ્થાન અપાયું છે. સુરેશભાઈ સાથે થોડા દિવસના પરિચય પછી તેમણે કોમ્યુનિટીના અન્ય સભ્યો સાથે પણ પરિચય કરાવ્યો અને દરેક સભ્યોએ અમારી સાથે એટલો સુંદર વ્યવહાર કર્યો તેનાથી અમારાં હૃદય પણ લાગણીથી તરબતર થઈ ગયાં.
લાખો ભારતીયો યુકેમાં આવીને વસ્યા, સ્થાયી થયા અને સમૃદ્ધ પણ થયા. મોટાભાગના લોકો અહીં પૂર્વ આફ્રિકાના દેશોમાંથી સ્થળાંતરિત થઈને પાંચેક દાયકા પહેલા આવેલા. આજે તો તેમની ત્રીજી પેઢી પણ જુવાનીએ પહોંચી છે. આજના ભારતીય-બ્રિટિશ યુવાનો અને તેમના દાદા-દાદી કે વૃદ્ધ માતા-પિતા (કે જેઓ ભારત સાથે જોડાયેલા હતા) તેમના ઇન્ડિયા પ્રત્યેના આઉટલુકમાં ઘણો તફાવત છે. જૂની પેઢી હજીયે પોતાને ભારત સાથે સારી રીતે સાંકળી શકે છે, પરંતુ બે જનરેશન બાદ વધારે બ્રિટિશ સોસાયટીના સંપર્કમાં રહેલી યુવા પેઢીને ભારતનું એક્સપોઝર બહુ ઓછું છે.
સુહાના મોસમ મધ્યે સોમવારે પહેલી જુલાઈએ ‘કેનેડા ડે’ ઉજવાયો. ભારતમાં ૧૫ ઓગસ્ટની ઉજવણી કરતા તદ્દન અલગ ચોતરફ આતશબાજી, બાર્બેક્યુઝ, એર શો અને નિઃશુલ્ક સંગીતોત્સવ સાથેની મોજમસ્તીમાં સામેલ થવાનો અમારો પ્રથમ અનુભવ હતો. આ દેશના ઈતિહાસનો વિચાર કરતા જ કેટલાક નામ છવાઈ જાય છે. કેનેડાના ઈતિહાસ સાથે શીખ સમુદાય સંકળાયેલો છે. મારી જિજ્ઞાસાને સંતોષવા ઈન્ટરનેટની મદદ લેવી જરૂરી હતી.
પોરબંદરમાંથી મહાત્મા ગાંધી પછી ચાર વર્ષે નીકળીને વસનજી દેવશી સાઉથ આફ્રિકાના ડર્બનમાં વસ્યા. ગાંધીજી પણ ડર્બનમાં રહેતા હતા. વસનજીએ ‘વી. દેવશી ઘીવાલા’ કંપની શરૂ કરીને ઘીનો વેપાર માંડ્યો. વસનજી મિષ્ટ અને મૃદુભાષી. કોઈની ઊઘરાણી બાકી હોય, વાયદા કરે તો પણ કડવી ભાષા ના વાપરે. વસનજીના દીકરા પ્રાગજી અને પ્રાગજીના દીકરા નાનાલાલ. નાનાલાલે ઘીના બદલે હાર્ડવેર અને ક્રોકરીના વેપારમાં ઝંપલાવ્યું. નાનાલાલના દીકરા સુધીરે વડદાદાના નામે અટક બનાવીને સુધીર પ્રાગજી થયા.
સોક્રેટિસે ‘ફિલોસોફર કિંગ’ની કલ્પના કરેલી. એવો એકાંગી શાસક આજે હાસ્યાસ્પદ બને. રાજાઓ ગયા અને પ્રજાના પ્રતિનિધિઓ શાસક બન્યા. પણ નીડરતા, નિષ્ઠા અને નિપુણતા વિનાના પ્રજા પ્રતિનિધિ હોય ત્યારે શાસન સુશાસનને બદલે કુશાસન બને. ભારતમાં સુશાસન સ્થપાય, રશિયા પ્રેરિત ડાબેરીઓનો પ્રસાર - પ્રચાર અટકે અને સારી લોકશાહી અમલી બને એ માટે સતત જાગૃત અને યત્નશીલ રાજકારણી તે પીલુ મોદી.
