સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    સંસ્થા સમાચાર (અંક 01 ઓગસ્ટ 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    વિનુભાઇ નકારજાને 80મા જન્મદિને...

    નિસ્વાર્થ સેવા અને સમર્પણનું પ્રતીક વિનુભાઇ નકારજાના 80મા જન્મદિન પ્રસંગે અનુપમ મિશન ડેનહામ ખાતે ઉષ્માપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ વક્તાઓએ વિનુભાઇના જીવન-કવનને બિરદાવતા કહ્યું હતું કે છેલ્લા 48 વર્ષથી અનુપમ મિશન-યુકેના પ્રમુખ તરીકે જે નિષ્ઠા, અને દૃઢતા સાથે દુરંદેશીપૂર્ણ નેતૃત્વ પૂરું પાડ્યું છે તે અનુપમ મિશનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી અમૂલ્ય સેવા છે. ઉલ્લેખનીય છે કે આજે યુકેમાં અનુપમ મિશન જે મજબૂત પાયા પર ઊભું છે, તેની પાછળ વિનુભાઇનો અવિરત પરિશ્રમ, ત્યાગ અને અખૂટ પ્રેમનો સિંહફાળો છે.

    અનુપમ મિશન ડેનહામમાં સાહેબદા

    અનુપમ મિશન - ડેનહામ ખાતે પરમ પૂજ્ય સંત ભગવંત સાહેબદાદાની નિશ્રામાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. પ્રારંભે શ્રી ઠાકોરજી મહારાજ, સંત ભગવંત સાહેબદાદા, સદગુરુ અશ્વિનદાદા તથા પૂજ્ય સાધુ હિંમતદાસજીનું પૂજન અને પુષ્પહાર અર્પણ કરીને ગુરુવંદના કરાઇ હતી.
    આ પ્રસંગે સતીશભાઈ ચતવાણીએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું હતું કે મહાપુરુષો દ્વારા મંદિર, ક્રેમેટોરિયમ, કેન્ટીન જેવા અશક્ય લાગતા પ્રોજેક્ટ્સ ભૌતિક નિર્માણ માટે નહીં, પણ ભક્તોના હૃદયમાં અડગ શ્રદ્ધા, સમર્પણ, ભગવાન સર્વ કર્તાહર્તા છે તેવો દૃઢ વિશ્વાસ પ્રગટાવવા હાથ ધરાય છે. ગુરુકૃપાથી અજ્ઞાનનો અંધકાર દૂર થઈ દિવ્ય જ્ઞાનનો પ્રકાશ પ્રસરે છે ને ભગવાનની અવિરત રક્ષાનો અનુભવ થાય છે.

    ભરોડાવાસીઓ દ્વારા લંડનમાં સમ

    બ્રિટનમાં વસતાં ભરોડાવાસીઓને એકતાંતણે બાંધતા સામાજિક સંગઠન ભરોડા ઇન યુકે ગ્રૂપ દ્વારા રવિવારે લંડનના બરહામ પાર્કમાં સમર ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. ચરોતર વિદ્યા મંડળ (CVM)ના ચેરમેન તથા વણસોલ 27 પાટીદાર સમાજના પ્રમુખ ભીખુભાઇ બી. પટેલના મુખ્ય મહેમાનપદે બરહામ કોમ્યુનિટી હોલામાં યોજાયેલા આ રંગારંગ સમર કાર્યક્રમમાં ભરોડાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના વિવિધ વર્ગો દ્વારા શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપનાર ભીખુભાઇનું અંતરના ઉમળકાથી સન્માન કરાયું હતું.

    નીસડન ટેમ્પલને ટ્રિપએડવાઈઝર ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ

    નીસડન ટેમ્પલના લોકપ્રિય નામથી જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ફરી એક વખત પ્રતિષ્ઠિત ટ્રિપએડવાઈઝર ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ એનાયત કરાયો છે. તાજેતરના વર્ષોમાં આ નવમો ટ્રિપએડવાઈઝર એવોર્ડ વોલન્ટીઅર્સ દ્વારા મુલાકાતી પ્રવાસીઓને સેવાની સાતત્યપૂર્ણ ગુણવત્તા પ્રદર્શિત કરે છે. ટ્રિપએડવાઈઝરના જણાવ્યા મુજબ આ ટ્રિપએડવાઈઝર ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ 2026નો અર્થ એ છે કે મંદિરે સતત રીતે સારા રિવ્યૂઓ મેળવ્યા છે અને ઉત્કૃષ્ટ હોસ્પિટાલિટીની પ્રતિબદ્ધતા દર્શાવતા સ્થળોમાં તેનું સ્થાન છે.

    ભાદરણ કોમ્યુનિટી દ્વારા ધામધૂમથી વાર્ષિક પિકનિક યોજાઈ

    કિંગ્સબરી હાઈ સ્કૂલ નજીકના ગ્રાઉન્ડમાં બોલીવૂડ ગીતોના જોરશોરથી આવતાં અવાજો પરથી જ જાણી શકાય કે ભારદણ બંધુ સમાજ યુકે (BBS UK) દ્વારા ભાદરણ કોમ્યુનિટીની વાર્ષિક પિકનિક 2026 યોજાઈ છે. સૂર્યપ્રકાશ સાથે કિંગ્સબરી પણ મહિલાઓની રંગબેરંગી સાડીઓ અને પુરુષોના કુર્તાઓ તેમજ પરિવારો અને મિત્રો સાથે આનંદ કરી રહેલા યુવાનો અને વૃદ્ધો સાથે જીવંત બનીગયું હતું. ભાદરણ કોમ્યુનિટી માટે વતનથી હજારો માઈલ દૂર પણ વતન હોવાનો માહોલ બની રહ્યો હતો.

    હિન્દુ જીવનશૈલીના આસ્થા અને બંધુત્વના મૂલ્યો ઉજાગર કરતા સેમિનારમાં હજારોની ઉપસ્થિતિ

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર યુકે (SSGP UK) દ્વારા 22થી 26 જુલાઈ, 2025ના દિવસોમાં કિંગ્સબરી હાઈ સ્કૂલ ખાતે પાંચ દિવસનો હિન્દુ લાઈફસ્ટાઈલ સેમિનાર અને શ્રીમદ્ ભાગવત સમૂહ કથાનું આયોજન કરાયું હતું, જેમાં કેન્યા, ટાન્ઝાનિયા અને ભારત તેમજ સમગ્ર યુકેમાંથી 3000 કરતાં વધુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ્ ભાગવતના ઉપદેશો પર કેન્દ્રિત આધ્યાત્મિક શિક્ષણ, ભક્તિમય પૂજા, સાંસ્કૃતિક ઉજવણીઓ અને કોમ્યુનિટી ભાઈચારાના પાંચ દિવસીય કાર્યક્રમંમાં તમામ વયના સભ્યો સાથેના પરિવારો એકત્ર થયા હતા.

    લેસ્ટર હિન્દુ મંદિરમાં સૌરભ પ્રસાદજી મહારાજ દ્વારા પવિત્ર ધ્વજારોહણ

    મિલ્ટન રોડ પર રુશિ ફિલ્ડ્સ નજીકના શ્રી હનુમાન મંદિર સાળંગપુર ધામ લેસ્ટર ખાતે નવી પવિત્ર ધજાના ઉદ્ઘાટન અર્થે ભારતના ગુજરાતથી વિશિષ્ટ મહેમાન વડતાલ સ્વામિનારાયણ મંદિરના આધ્યાત્મિક ગુરુના પુત્ર લાલજીશ્રી સૌરભ પ્રસાદજી મહારાજ શનિવાર 25 જુલાઈ 2026ના રોજ પધાર્યા હતા. સૌરભ પ્રસાદજી મહારાજે દિવ્ય આશીર્વચન આપ્યા હતા અને ભક્તો સાથે પ્રાર્થનામાં ભાગ લીધો હતો.

    BAPSના 30,000થી વધુ યુવાનો ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’માં જોડાયા

    દેશના યુવાનોને વ્યસનમુક્ત કરી સકારાત્મક સામાજિક પરિવર્તનના પ્રહરી બનાવવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 ઓગસ્ટે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. MY Bharat સ્વયંસેવકો, NSS સ્વયંસેવકો, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને 125થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓ સહિત દેશભરના હજારો યુવાનોએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.

    શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકાના ન્યૂજર્સી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજ સપ્ત દિવસીય રજત પ્રતિષ્ઠા મહોત્સવનો રંગારંગ પ્રારંભ મહાપૂજા સાથે થયો હતો.