સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ની મહામાર વચ્ચે સરકારની ગાઇડલાઇન અનુસાર મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તોને આવવા પર મનાઈ કરાયા પછી મંદિરને મળનાર દાન-દક્ષિણા પણ બંધ થઇ છે. VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર દ્વારા દાન માટે ભક્તોને અનુરોધ કરાયો છે.

    પૂ. મહંત સ્વામીની લોકડાઉનમાં સહકાર આપવા અપીલ

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ.મહંત સ્વામી મહારાજ હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. અગાઉ તેઓએ નેનપુર ખાતે વિચરણ કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ સૌને હાર્દિક અપીલ કરતાં જણાવ્યું છે કે, ‘વર્તમાન સમયે ભારત અને વિશ્વના અનેક દેશો ભયાનક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. વિશ્વના ઈતિહાસમાં કદાચ આટલું મોટું સંકટ ક્યારેય આવ્યું નહીં હોય. આ સંકટમાંથી સૌને ઉગારવા માટે સરકાર, આરોગ્ય તંત્ર તેમજ અનેક લોકો પોતાના જીવનું જોખમ ઉઠાવીને દિવસ-રાત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ એમનો બોજ ઘટાડવા માટે, આપણી તથા સમાજની સલામતી માટે, સૌ પોતાના ઘરમાં જ રહે તે અતિઆવશ્યક છે. કોરોના વાઈરસની મહામારીમાંથી બચવા અને બચાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ એ જ એક માત્ર સર્વશ્રેષ્ઠ ઉપાય છે.’

    કાર્ડિફબે સ્થિત ટીવાય કૃષ્ણ સીમરુના હરે કૃષ્ણ ગ્રુપ દ્વારા લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ વૃદ્ધજનોને વિનામૂલ્યે ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસ (કોવિડ-૧૯) મહામારીનો રોકવા લોકડાઉન જાહેર કરાયું છે. તેવા સંજોગોમાં જે અશક્ત અને વૃદ્ધો બહાર નિકળી શકે તેમ નથી તેમને સીએફ૧૦ અને સીએફ૧૧ વિસ્તારમાં શાકાહારી ભોજન ઘેરબેઠા વિનામૂલ્યે પહોંચાડવામાં આવી રહ્યું છે.

    ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરીજીન (ગોપગો) દ્વારા તાજેતરમાં અફઘાનિસ્તાનમાં શીખો પર થયેલા હુમલાની ઘટનાને વખોડવામાં આવી હતી. કાબુલમાં ૨૫મી માર્ચના રોજ શીખોના ધાર્મિક સ્થળ ગુરુદ્વારા પર એક બંદૂકધારીએ હુમલો કરી કર્યો હતો. અંધાધૂંધ થયેલા ગોળીબારમાં ૨૫ જેટલા લોકોએ પોતાના જીવ ગૂમાવ્યા હતા. અફઘાન સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેર અન્ય હુમલાખોરોની આસપાસના વિસ્તારોમાં પણ તલાશ કરી હતી. આંતક સંગઠન ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વિકારી હતી.

    આદ્યશક્તિ માતાજી મંદિરે રામનવમીના ઓનલાઇન દર્શન

    આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે ભક્તો રામનવમીની ઉજવણીના ઓનલાઇન દર્શન કરી શકે તે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો બપોરની આરતીમાં ૧૧.૪૫ વાગ્યાથી ઓનલાઇન જોડાઈ શકશે.

    BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર,નીસડનના ઉપક્રમે ભક્તોને સલામતી માટે સતર્ક રહેવા માટે અનુરોધ કરાયો છે. હાલ કોરોના વાઇરસની મહામારીને પગલે સરકાર દ્વારા સમયાંતરે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ્યાને આવ્યું છે કે કેટલાક તત્વો વિવિધ ફોન કોલ સ્કેમ આચરી રહ્યાં છે. મંદિર દ્વારા ભક્તોને અનુરોધ કરાયો છે કે બેન્ક એકાઉન્ટ,બેન્ક કાર્ડ પીન નંબર સહિતની કોઇપણ પ્રકારની પોતાની વ્યક્તિગત માહિતી અજાણ્યા ફોન કરનારાઓને આપવી નહીં. 

    BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાહત કાર્ય

    BAPSશ્રીસ્વામિનારાય સંસ્થાના વડાપૂ.મહંતસ્વામી હાલ નેનપુરખાતે બિરાજમાન છે.અગાઉતેમણે અમદાવાદ ખાતે વિચરણકર્યું હતું.પૂ.મહંતસ્વામી ૧૨મી એપ્રિલ સુધીનેનપુર ખાતે વિચરણ કરશે.કોરોનાવાઇરસની મહામારીના સંકટમાંBAPSસ્વામિનારાયણસંસ્થાએ કરોડોના ખર્ચે થઈરહેલાં અનેક સ્તરીય રાહતકાર્યોઉપરાંત,ભારતનાપ્રધાનમંત્રી અને ગુજરાતનામુખ્યમંત્રીના રાહત ફંડમાં૭૨ લાખ રૂપિયાનું દાન જાહેરકર્યું છે.

    BAPS યુકે દ્વારા કોવિડ-૧૯ મહામારી વચ્ચે સેવાકાર્ય

    BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર, નીસડન દ્વારા નોવેલ કોરોના વાઇરસ(કોવિડ-૧૯) મહામારી વચ્ચે સમાજસેવા કરવામાં આવી રહી છે.BAPS સ્વામિનારાયણ સંસ્થા યુકે દ્વારા રાષ્ટ્રીય સ્તરે કોમ્યુનિટી કેર પ્રોગ્રામની જાહેરાત કરાઈ છે,જેનો હેતુ કોવિડ-૧૯ મહામારી સંકટ વચ્ચે એકલા રહેતા લોકો તથા સ્થાનિક સમુદાયોને મદદ પૂરી પાડવાનો છે.

    ભક્તિવેદાંત મેનોર મંદિર દ્વારા ઓનલાઇન ઈસ્ટર રીટ્રીટનું આયોજન

    ભક્તિવેદાંત મેનોર, હિલફિલ્ડ લેન, અલડેનહામ, WD25 8EZ દ્વારા લાઇવ ફ્રી ઓનલાઇન ઇસ્ટર રીટ્રીટ ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું છે. હાલ દરેક જગ્યાએ કોરોના, લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના શબ્દો જ સાંભળવા મળે છે ત્યારે ઘરે રહીને પરમાત્માની ભક્તિ માટે આ આયોજન કરાયું છે. જેમાં તા.૧૦ એપ્રિલ શુક્રવારથી લઇને તા.૧૩ એપ્રિલ સોમવાર સુધી ભક્તો ઓનલાઇન આધ્યાત્મિક સરવાણીનો લાભ લઇ શકે તેવું આયોજન કરાયું છે.