અાણંદ નજીક ચાંગા ખાતે એકરોની વિશાળ ધરતી પર વિસતરેલી ચારૂસત હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને માતૃસંસ્થા કેળવણી મંડળના માનદમંત્રી ડો. એમ.સી. પટેલ તા. ૨ અોગષ્ટ, રવિવારે બે સપ્તાહ માટે લંડનની મુલાકાતે અાવી રહ્યા છે. તેઅો અહીં ચારૂસતના વિકાસમાં સહયોગી બનનાર દાતાઅો અને સહકાર્યકર્તાઅોને મળશે. વધુ વિગત માટે સંપર્ક શૈલેષભાઇ 0788 920 6843
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
ઇસ્ટર્ન યુગાન્ડામાં ટોરોરો ખાતે ચાલતા સખાવતી કાર્ય માટે ભંડોળ એકઠું કરવા 20 નવેમ્બર 2022ના રોજ કાર્ડિફમાં મરક્યુરી હોટેલ ખાતે વેલફોરઆફ્રિકા દ્વારા ચેરિટી ફંડ રેઇઝિંગ ડીનરનું આયોજન કરાયું હતું. ટોરોરોમાં ચાલતી વાલેની પ્રવૃત્તિઓ માટે 1610 પાઉન્ડ સ્ટર્લિંગ એકઠાં કરાયાં હતાં.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી માટે 19 ડિસેમ્બર 2022ના રોજ વેસ્ટમિન્સ્ટર પેલેસના ટેરેસ પેવેલિયનમાં વિશેષ સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોએ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપી અન્યોની ખુશીમાં જ આપણી ખુશી રહેલી છે તેવા તેમના સંદેશાને યાદ કર્યો હતો.
પૂ. પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું છે કે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય સેવા અને માનવસેવા જ હોવી જોઈએ. તેમણે સમાજહિત માટે બધાને પ્રેરિત કર્યા છે. આ શબ્દો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના. 14 ડિસેમ્બરે નમતી સાંજે પ.પૂ. મહંતસ્વામી મહારાજ સાથે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શુભારંભ કરાવતા વડા પ્રધાન મોદીએ પ્રમુખસ્વામી મહારાજ સાથેનાં સંસ્મરણો તાજા કર્યા હતાં. પ્રમુખસ્વામી મહારાજને પિતાતુલ્ય ગણાવતા તેમણે કહ્યું હતું કે મારું સૌભાગ્ય છે કે આજે મને સત્સંગી બનવાનો અવસર મળ્યો છે. ભારતનો પ્રત્યેક રંગ અહીં દેખાય છે. સંતોની કલ્પનાનું આ સામર્થ્ય છે.
નોર્થ લંડનમાં પિન્નેર ખાતે આવેલ એવોર્ડવિજેતા ટીએલસી કેર ગ્રુપનો હિસ્સો એવા કૈલાશ મેનોર કેર હોમે પાંચમી સપ્ટેમ્બરે તેના ફર્સ્ટ રેસિડેન્ટ માટે પોતાના દ્વાર ખુલ્લાં મૂક્યાં હતાં. આ કેર હોમ રહેણાંક, નર્સિંગ, ડિમેન્સિયા અને રિસ્પાઇટ કેરની વિવિધ સુવિધા સાથે 78 લક્ઝુરિયસ રૂમ ધરાવે છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સોમવારે બાળ સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા 1954માં શરૂ કરાયેલી બાળપ્રવૃત્તિને પ્રમુખસ્વામી મહારાજે વિશાળ વટવૃક્ષરૂપે વિસ્તારી છે. વર્તમાનકાળે પ.પૂ. મહંતસ્વામી મહારાજની નિશ્રામાં સમગ્ર વિશ્વમાં 5 ખંડોમાં, 40 દેશોમાં, 1.50 લાખ જેટલાં બાળકો, 20 હજાર જેટલાં બાળ બાલિકા કાર્યકરો આ બાળપ્રવૃત્તિમાં જોડાયેલા છે.
અમદાવાદના એસપી રિંગ રોડ પર ઓગણજ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રવિવારની રજાના દિવસે 2.10 લાખથી વધુ ભક્તોએ મુલાકાત લીધી હતી.
વૈશ્વિક સંગઠન વિશ્વ ઉમિયાધામ સંકુલ - જાસપુર ખાતે મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ ચાલી રહ્યું છે. આ દરમિયાન સંસ્થા સાથે જોડાયેલા તેમજ હાલમાં યુએસએ, કેનેડા, આફ્રિકા, યુકે સહિત વિશ્વના અન્ય દેશોમાં રહેતા એનઆરઆઈ પાટીદાર પરિવારોનો સ્નેહમિલન અને અભિવાદન સમારંભ સોમવારે યોજાયો હતો. જેમાં 500થી વધુ એનઆરઆઈ પરિવારો ઉમંગભેર હાજર રહ્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત રવિવારે BAPS યુકે-યુરોપ દિનની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે વિશ્વવિખ્યાત લંડનના નિસ્ડન મંદિરની સાથે યુકે-યુરોપમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવતા BAPSના મંદિરોને મહાનુભાવોએ આદરાંજલિ આપવામાં આવી હતી. બ્રિટનના વડા પ્રધાન રિશી સુનાકે વીડિયો શુભેચ્છા સંદેશમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સર્વે મહાનુભાવોને જય સ્વામિનારાયણ પાઠવ્યા હતા. આ ઉપરાંત કિંગ ચાર્લ્સ-તૃતીય દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવે પાઠવવામાં આવેલા શુભેચ્છા સંદેશાનું બ્રિટનના હાઇકમિશનરે પઠન કર્યું હતું.
