બ્રેન્ટના મેયર કાઉન્સિલર પરવેઝ અહમદ, કાઉન્સિલર રેજ કોલ્વિલ તથા ન્યૂઝ વિક્લીઝ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના તંત્રી અને પ્રકાશક સી.બી. પટેલ GAAલંડન કોમ્યુનિટીના સભ્યો અને સ્થાનિક નિવાસીઓની હાજરીમાં કેન્ટોન હોલ ખાતે આયોજિત વાર્ષિક ક્રિસમસ પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા. થોડા દિવસ પછી મેયર GAAસીનિયર સિટિઝન પાર્ટીમાં પણ સામેલ થયા હતા, જ્યાં ૨૦૦થી વધુ લોકોએ કોમ્યુનિટીના સભ્યો દ્વારા જ તૈયાર કરાયેલા ક્રિસમસ ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
તાજેતરના વર્ષોમાં લંડન અને યુકેના નેટ આંતરરાષ્ટ્રીય માઈગ્રેશનમાં સતત વધારો થયો છે અને આ વધારામાં ઈયુનો સિંહફાળો રહ્યો છે. ઈયુના માઈગ્રન્ટ્સ કામ માટે જ મુખ્યત્વે યુકે આવે છે. લંડન એસેમ્બલી ઈકોનોમી કમિટી દ્વારા લંડનમાં માઈગ્રેશન પર ટુંકા અને લાંબા ગાળાની અસરો શું હોઈ શકે તેને તપાસવા ૧૭ જાન્યુઆરી, મંગળવારે સિટી હોલમાં ધ ચેમ્બર ખાતે બેઠકનું આયોજન કરાયું હતું.
પ્રિન્સ ઓફ વેલ્સની ચેરિટી પૈકીની એક અને બ્રિટિશ એશિયન લોકસેવા માટેની યુકેની અગ્રણી સંસ્થા બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા ગુરુવાર, ૨જી ફેબ્રુઆરીએ લંડનમાં ગીલ્ડહોલ ખાતે યોજાનારા ૪થા વાર્ષિક ગાલા ડિનરની વિગતો જાહેર કરવામાં આવી છે. આ ડિનરમાં સંસ્થાના સ્થાપક અને પ્રમુખ પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ ખાસ ઉપસ્થિત રહેશે.
ભારતની નેશનલ કેરિયર એર ઇન્ડિયા દ્વારા લંડન હીથરો ખાતેથી તમામ ફ્લાઇટો હવે 'ક્વીન્સ ટર્મિનલ' તરીકે અોળખાતા અને સુખ સુવિધાઅોથી ભરપૂર ટર્મિનલ ટુ પરથી ઉપડશે અને ઉતરશે. હીથરો ટર્મિનલ ટુ સ્ટાર એલાયન્સ તરીકે અોળખાતી પ્રતિષ્ઠીત એરલાઇન્સ માટેનું ઘર છે અને એર ઇન્ડિયાનો પણ તેમાં ઉમેરો થયો છે. હવે એર ઇન્ડિયાના મુસાફરોને સ્ટાર એલાયન્સના મુસાફરોને મળતી તમામ સુવિધાઅોનો લાભ મળશે. તા. ૨૫ના રોજ હીથરો ટર્મિનલ ટુના ઝોન ડી ખાતે તમામ મુસાફરોનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું અને સાંજે એર ઇન્ડિયા સાથે સંકળાયેલા ટ્રાવેલ એજન્ટ્સ, હીથરો ટર્મિનલ ટુ તેમજ સ્ટાર એલાયન્સના અગ્રણીઅો માટે ભવ્ય પાર્ટીનું આયોજન પણ કરાયું હતું.
મહારાષ્ટ્રના સોશ્યલ જસ્ટીસ અને સ્પેશ્યલ આસીસ્ટન્સ ડીપાર્ટમેન્ટના મંત્રી શ્રી રાજકુમાર બોડાલેએ તાજેતરમાં લંડન સ્થિત બાબાસાહેબ આંબેડકર ભવનની મુલાકાત લઇ ભવનને ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ઇન્ટરનેશનલ મેમોરિયલ તરીકે વિકસાવવા માટે ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત લંડન સ્કૂલ અોફ ઇકોનોમિક્સ ખાતે બાબાસાહેબ આંબેડકારના નામે કાયમી ધોરણે 'ચેર' સ્થાપવા અને બે વિદ્યાર્થીઅોેને LSEમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા લંડન સ્કૂલ અોફ ઇકોનોમિક્સ સ્થિત સાઉથ એશિયન સેન્ટરના ડાયરેક્ટર સુશ્રી મુકાલિકા બેનર્જી સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સુશ્રી બેનર્જીએ ટૂંક સમયમાં આ પ્રસ્તાવ આંગે પ્રતિભાવ પાઠવશે તેની ખાતરી આપી હતી.
ભારતીય વિદ્યા ભવન ખાતે આઠ ફેબ્રુઆરીએ ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુકેસ્થિત ભારતીય નાયબ હાઈ કમિશનર દિનેશ પટનાયક, લોર્ડ ભીખુ પારેખ અને લોર્ડ નવનીત ધોળકિયા, ભારતીય વિદ્યાભવનના ચેરમેન જોગિન્દર સંગર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એન. નંદકુમાર સહિત મહાનુભાવોએ સંબોધનો કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન દિનેશ પટનાયકે ભારતીયોને હંમેશા રક્ષણાત્મક ન બની રહેવાની સલાહ આપી હતી.
ગત ૨૬ ફેબ્રુઆરીએ સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી સમુદાયે ૨૦૦૯થી અત્યાર સુધીની૨૦મી બ્લડ ડોનેશન સેશન યોજી હતી. મંદિરના પ્રેરક આચાર્ય સ્વામીશ્રી મહારાજ ૭૫ વર્ષના થયા તે નિમિત્તે વર્ષ દરમિયાન ચાલનારી ઉજવણી અને ચેરિટી પ્રવૃત્તિઓના ભાગરૂપે તેનું આયોજન કરાયું હતું. મંદિર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૦૦૦ યુનિટ બ્લડ એકત્ર કરાયું છે અને ૭૦૦ નવા રક્તદાતા જોડાયા છે. આ પ્રવૃત્તિ દ્વારા લગભગ ૬,૦૦૦ લોકોના જીવનમાં સુધારો થયો છે.
શનિવાર ૧૧ માર્ચના દિવસે નીસડન મંદિરના હુલામણા નામે પ્રસિદ્ધ લંડનના નીસડનના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે આઠમો વાર્ષિક આંતરરાષ્ટ્રીય મહિલાદિન ઉજવવા ૧,૩૦૦થી વધુ મહિલાઓ એકત્ર થઈ હતી. ‘Celebrating Women: Inspiring Generations’ થીમ સાથેનો આ કાર્યક્રમ ઉંમરના અવરોધોને ઓગાળી સાથી મહિલાઓ પાસેથી પ્રેરણા મેળવવાના હેતુસર ઉજવાયો હતો.
ફેડરેશન ઓફ આંબેડકરાઈટ્સ એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઈઝેશન્સ યુકે (FABO UK) દ્વારા ૧૨ માર્ચ, રવિવારે વેસ્ટ લંડનમાં સાઉથોલના આંબેડકર ભવન ખાતે એક દિવસીય સેમિનાર ‘ધ વે અહેડ ઓફ સોશિયલ હાર્મની ઈન ઈન્ડિયા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિવૃત્ત અધિક ડીજીપી, લેખક અને ભારતના રાજસ્થાનની હાઈકોર્ટમાં એડવોકેટ ડો. પી.એન. રછોયા મુખ્ય વક્તા હતા. ભારતના વિવિધ રાજ્યો અને ધર્મોનું પ્રતિનિધિત્વ કરતા લોકોએ સેમિનારમાં હાજરી આપી હતી.
હેરો કાઉન્સિલે ગ્લોબલ ફ્લેગ રેઈઝિંગ સેરિમનીમાં ભાગ લઈને કોમનવેલ્થ ડેની ઉજવણી કરી હતી. ફ્લેગ રેઈઝીંગમાં ડેપ્યુટી લેફ્ટનન્ટ જહોન પર્નેલ મેયર કાઉન્સિલર રેખાબહેન શાહ સાથે જોડાયા હતા.
