Search Results

Search Gujarat Samachar

મોટાભાગના દેશવાસીઓએ પ્રિન્સ હેરીના મેગન મર્કેલ સાથેના શાહી લગ્ન આરામપૂર્વક ટીવી પર નિહાળ્યા હતા. જોકે, કરુણા મેનોર ખાતે તેની જે રીતે ઉજવણી થઈ તેવી તેમાંથી કોઈએ પણ કરી નહીં હોય.

મ્યાનમારના રેખાઈન પ્રાંતમાં રોહિંગ્યા કટ્ટરપંથીઓએ ગયા વર્ષે સંઘર્ષ દરમિયાન હિન્દુ ગામો પર હુમલો કરીને ત્યાં મહિલાઓ અને બાળકો સહિત ૯૯ હિન્દુઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ માહિતી સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ તરફથી ૨૩મી મેએ જાહેર કરાયેલા રિપોર્ટમાં...

લાસવેગાસના કેસિનોના કર્મચારીઓ છેલ્લા ૩૦ વર્ષમાં પ્રથમવાર હડતાળ પર જશે. કર્મચારી યુનિયને જૂનની પહેલીથી શરૂ થતી હડતાળને સંમતિ આપી છે. આ બનાવથી આ સુપ્રસિદ્ધ પ્રવાસન ધામનું જનજીવન ઠપ્પ થઈ જશે. લાસવેગાસના ૩૪ વિવિધ રિસોર્ટ પર આવેલા કેસીનોના ૨૫૦૦૦...

દક્ષિણ આફ્રિકામાં કાર લૂંટની ઘટના દરમિયાન ૯ વર્ષની ભારતીય આફ્રિકન બાળકીનું અપહરણ કરી હત્યા કરી દેવાઈ હતી. બાળકી સાદિયા સુખરાજ પોતાના પિતા સાથે કારમાં શાળાએ જઈ રહી હતી, ત્યારે ત્રણ હથિયારધારીઓએ તેનો પીછો કર્યો અને બાળકી સહિત કાર લઈને ફરાર થઈ...

દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ જુમા સાથે નજીકના સંક્ળાયેલા ભારતીય ઉદ્યોગપતિ પરિવારની બે કરોડ ડોલરના મૂલ્યની મિલકતોને જપ્ત કરવાનો હુકમ ૨૯મી મેના રોજ...

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગિલગિટ અને બાલ્ટિસ્તાનને લઈને ફરી વિવાદ શરૂ થયો છે. ભારતના કાશ્મીર સાથે જોડાયેલા વિસ્તાર ગિલગિટ અને બાલ્ટિસ્તાન મુદ્દે પાકિસ્તાને એક ઠરાવ પસાર કરીને આ વિસ્તારને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત જાહેર કરી દીધો હતો. જ્યારે સામે...

પાકિસ્તાન સાથે વાતચીતને લઈને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સોમવારે મહત્ત્વની વાત કરી હતી, સુષમા સ્વરાજે કહ્યું કે, જ્યારે સરહદ પરથી નનામિ ઊઠી રહી હોય ત્યારે વાતચીતનું વલણ સારું લાગતું નથી. જ્યારે પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પાંચ સૂત્રો...

લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠક જાળવી રાખવા ભાજપે ૧૧ સભ્યની લોકસભા ચૂંટણી સમિતિ રચી છે. વિવિધ અટકળો વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને ભાજપ હાઈકમાન્ડે લોકસભા...

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ મહિલા પતિનાં મૃત્યુના છ મહિના પછી લગ્ન કરી શકશે. તે ઉપરાંત હિંદુ મહિલા લગ્નવિચ્છેદ માટે પણ અરજી કરી શકે છે. આ પહેલાં અલ્પસંખ્યક મહિલાઓ, વિધવા અને છૂટાછેડા લઈ ચૂકેલી મહિલાઓને ફરી લગ્ન કરવાનો અધિકાર નહોતો. બે વર્ષ...

કેરળમાં નિપાહ વાઈરસને લઈને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. સાવચેતીના પગલારૂપે કેરળથી આવતી ફ્લાઇટ અને ટ્રેનના પ્રવાસીઓને સર્વેલન્સ માટે એરપોર્ટ, રેલવે સ્ટેશનો ઉપર ક્વોર ટાઇન કરવામાં આવશે. તેના માટે રાજ્યના આરોગ્ય વિભાગે...