પરિવાર સાથે પર્યટન એટલે સોનામાં સુગંધ

‘અરે, આ ગરમીમાં તે કાંઈ આટલે દૂર જવાતું હશે? ચોમાસામાં જઈશું...’ પારિવારિક દોસ્ત હિમાંશુએ કહ્યું, પણ અમે તો નીકળી જ પડ્યા... અને મજાની વાત એ કે ત્યાં પહોંચ્યા પછી એક સાંજે તોફાની પવન સાથે ખૂબ વરસાદ પડ્યો!

માધવપુર (ઘેડ)ઃ ભારતની સાંસ્કૃતિક એકતાનું મિલનસ્થાન

રમણીય, પવિત્ર, દિવ્ય અને પ્રાચીન ભૂમિ છે માધવપુર. માધવપુર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહની ભૂમિ. દરિયાકિનારે આવેલા આ ગામોમાં ચૈત્ર મહિનામાં જાણે લોકનો આનંદ સાગરની જેમ હિલોળા લે છે. સૌરાષ્ટ્રના નૈઋત્ય ખૂણામાં દ્વારકાથી 164 કિમી દૂર,...

‘લગ્નજીવનના ૫૭ દિવસો પસાર થાય ત્યાં પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થતાં આપણે સમાજમાં જોયા છે ત્યારે ૫૭ વર્ષનું દામ્પત્યજીવન પ્રસન્ન બનીને માણવું એ જ સ્વયં એક ઉત્સવની ઘટના છે.’ કવિ અને કાર્યક્રમ સંચાલક તુષાર શુક્લે ભાવનગરમાં એક પારિવારિક પ્રસંગે પ્રવચન...

‘તમે ચમત્કારમાં માનો છો? એમ જો કોઈ પૂછે તો હું કહું કે હા, કારણ કે મારી સામે અત્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય ગાઈ રહ્યા છે.’ કાર્યક્રમ સંચાલક અંકિત ત્રિવેદીએ...

‘ડેડી, હું તમારી સાથે રોજે-રોજ બુક ફેરમાં આવીશ, પુસ્તકો ખરીદીશ, ચેકબુકથી પૈસા આપવાની તૈયારી રાખજો...’ હસતાં હસતાં ટીખળી દીકરી સ્તુતિએ ડેડીને કહ્યું. વાત પણ એટલી જ રસપ્રદ હતી. અમદાવાદમાં નેશનલ બુક ફેર ૨૦૧૭-અમદાવાદ બુક ફેરરૂપે આયોજિત થયો. નિમંત્રણ...

‘ના હોય... મેં તો ગણીને જ આપ્યા હતા... પાંચ નોટ હતી.’ ‘સાચી વાત છે, પાંચ જ હતી, પણ એ રૂપિયા એક હજારની નહીં. બે-બે હજારની હતી... લ્યો આ પૈસા પાછા.’ આવો સંવાદ તાજેતરમાં અમદાવાદમાં થયો અને પૈસા આપનારની ગણતરી ભૂલ તથા લેનારની ઈમાનદારી થકી એ નાનકડો...

‘મેં કવિ-રાજપુરુષ નહીં, સંપૂર્ણ મનુષ્ય બનના ચાહતા હું...’ આ શબ્દો કહ્યા છે પૂર્વ વડા પ્રધાન અને કવિ શ્રી અટલ બિહારી વાજપેયીએ એમની કવિતાઓ વિશે બનેલી એક વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં... તાજેતરમાં અમદાવાદમાં પ્રવેગ દ્વારા જાણીતાં ફિલ્મનિર્માત્રી...

‘અમારો કાર્યક્રમ ભલે હોય, પરંતુ અમારા વિશે તમારે કંઈ બોલવાનું નથી.’ આવું જ્યારે કાર્યક્રમના યજમાન-આયોજક દંપતીએ કહ્યું ત્યારે નવાઈ લાગી, કારણ કે સામાન્ય અનુભવ એવો હોય છે કે જેમનો કાર્યક્રમ હોય એમની જીવન ઝરમરની વર્ષામાં ભીંજાવાનું ઓડિયન્સના ભાગે...

‘અરે આપણા ગામની આટલી જાણીતી સેલીબ્રીટી અહીં છે અને અવાજ એની ઓળખ છે, તો એમને તો બોલવાનું કહો.’ એક અધિકારીએ કાર્યક્રમ સંચાલકને કહ્યું. તુરંત જ કાર્યક્રમના આયોજકોને વાત પહોંચાડી અને તુરંત એને નિમંત્રણ અપાયું અને એ કલાકારે એક સુંદર વાર્તા કરી.

‘અરે, ટેક્સી લઈને આવવાની ક્યાં જરૂર હતી? આપણે બસમાં પણ જઈ શકતા હતા.’ રેલવે સ્ટેશને મુંબઈથી અમદાવાદ આવેલા જગતે ઉત્પલને કહ્યું. ‘તું બેસ તો ખરો, તને મારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવવાની પ્રેરણા આપનારનો પરિચય કરાવું. આ છે દિનેશ, મારો મિત્ર અને આ...

‘શું વાત છે? બેસણામાં ડસ્ટબીન આપ્યા..?’ ‘કેટલો ઉમદા વિચાર છે આ પરિવારનો...’ ‘આ વિચાર તમને આવ્યો એ જ અભિનંદનને પાત્ર છે...’ આ અને આવા અનેક વાક્યો બોલાયા કે સંભળાયા હતા તાજતેરમાં એક બેસણામાં. પોતાના જીવનકાળ દરમિયાન કર્મ અને ધર્મના માર્ગે ચાલનારા, મહાગુજરાતની...

‘માની લો કે તમારા બા જઈ રહ્યા છે અને એકલા જઈ રહ્યા છે તો તમે એમને જે સીટ આપો તે આપજો મારા ભાઈ’ જ્યોતિબહેનના દીકરાએ ખાનગી બસ સંચાલકના ડેપો પર ફોનથી બુકિંગ કરાવતી વખતે કહ્યું. સામેથી પેલા ભાઈએ પણ વિવેકપૂર્વક જવાબ આપ્યો કે ‘મા કોઈની પણ હોય એ મા...



to the free, weekly Gujarat Samachar email newsletter