આજકાલ, કોરિયન ગ્લાસ સ્કીન મેળવવી એ એક ટ્રેન્ડ બની ગયો છે કારણ કે હવે ઘણી યુવતીઓ કોરિયન છોકરીઓની જેમ કાચ જેવી ગ્લોઇંગ સ્કીન મેળવવા માંગે છે. આઇસ વોટર ફેશિયલ જેવી બ્યુટી ટ્રીટમેન્ટથી ત્વચાને ચમકદાર બનાવી શકાય છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
બ્રિટનમાં લાંબા સમયથી વસવાટ છતાં ઘણી બધી ભારતીય યુવતીઓ એવી છે જે શક્ય હોય ત્યાં સુધી ટ્રેડિશનલ અને પરંપરાગત વસ્ત્રો પહેરવાનું જ પસંદ કરે છે. આવાં વસ્ત્રોની શોખીન યુવતીઓમાં અંગરખા સ્ટાઇલની ડિઝાઇન ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અંગરખા કુરતાની ખાસિયત એ છે કે તે સ્લિમથી લઈને પ્લસ સાઈઝની મહિલાઓ સુધી દરેકને સારો લાગે છે. અંગરખા કુરતા ઓફિસથી લઈને પાર્ટીમાં પણ પહેરી શકાય છે. તમારે તેને અલગ અલગ રીતે સ્ટાઇલ કરવા પડે છે. એટલું જ નહીં, જો તમે સૂટ સલવારમાં તમારા લુકને ટ્વિસ્ટ આપવા માંગતાં હો, તો અંગરખા કુરતા પહેરીને નવી સ્ટાઇલ પણ આપનાવી શકો છો. આ સ્ટાઇલના કુરતાને અનેક રીતે સ્ટાઇલ કરી શકાય છે.
જૌહરો મેં લલનાએ કુછ કમ નહીં
વક્ત આને પર ‘લક્ષ્મી’ ભી બન જાતી હૈ
ઐસા પ્યારા રતન, મેરા ભારત મહાન...
આ પંક્તિઓ કોણે રચેલી એનો ઉત્તર કદાચ કોઈ નહીં જાણતું હોય, પણ ગાંધીજી આ કોકિલકંઠી રચનાકારને ‘ભારતનું બુલબુલ’ કહીને સંબોધતાં એવો સંકેત આપવામાં આવે તો કોઈ પણ કવયિત્રીનું નામ કહી દેશે: સરોજિની નાયડુ... અગ્રીમ હરોળનાં સ્વાતંત્ર્ય સૈનિક. સરોજિનીએ સવિનય કાનૂનભંગ અને ભારત છોડો આંદોલન સહિત અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધેલો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ બનનારાં પ્રથમ ભારતીય મહિલા સરોજિની જ હતાં. મહિલા મતાધિકાર આંદોલનનાં સૂત્રધાર પણ સરોજિની જ. ભારતના કોઈ પણ રાજ્યનાં રાજ્યપાલ બનનારાં પ્રથમ ભારતીય મહિલા પણ સરોજિની જ. ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ તરીકેની જવાબદારી એમને સોંપાયેલી.
અમેરિકી ગાયક અને અભિનેત્રી સેલેના ગોમેઝ હવે સત્તાવાર રીતે સૌથી નાની વયના બિલિયોનેર્સ પૈકીની એક બની છે. પોતાની બ્યૂટીબ્રાન્ડ ‘રેર’ને મળેલી જ્વલંત સફળતા ઉપરાંત અન્ય સાહસોને કારણે અભિનેત્રીએ આ સિદ્ધિ હાંસલ કરી છે.
હેર બોટોક્સ એવી ટ્રીટમેન્ટ છે જે વાળની ચમક વધારીને એની સુંદરતામાં ઉમેરો કરે છે. આ બ્યૂટિ ટ્રિટમેન્ટ બહુ લોકપ્રિય બની છે કારણ કે એમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે વાળ માટે ફાયદાકરક હોવા ઉપરાંત તેમને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
ગુનાશોધકો તરીકે અમર થઈ ગયેલા કરમચંદ કે વ્યોમકેશ બક્ષી તો માત્ર પુસ્તક કે ટેલિવિઝન શ્રેણીનાં પાત્રો છે, પરંતુ વાસ્તવિકતામાં ભારતની પ્રથમ મહિલા ગુનાશોધક કોણ છે એ જાણો છો ?
ઉંમર વધવાની સાથે મહિલાઓમાં હાડકાં નબળાં પડવાની સમસ્યા વધુ હોય છે. ખાસ કરીને મેનોપોઝ પછી. જેના લીધે તેમનામાં ઓસ્ટિયોપોરોસિસની આશંકા વધી જાય છે. આ એવી સ્થિતિ છે, જેમાં હાડકાં નબળાં થાય છે કે તેની ઘનતા ઘટે છે. પરિણામે તેના તૂટી જવા કે ફ્રેક્ચર થવાનું જોખમ વધુ હોય છે. હકીકતમાં એસ્ટ્રોજન નામનું હોર્મોન હાડકાંની મજબૂતી માટે જરૂરી છે, પરંતુ મેનોપોઝ દરમિયાન તેનું સ્તર ઘટવા લાગે છે. સારી ખાણીપીણીની સાથે કેટલીક કસરત દ્વારા મહિલાઓ ઉમર વધવા છતાં હાડકાં મજબૂત રાખી શકે છે.
અમેરિકાની કોમ્પ્યુટર ઇન્ફર્મેશન સિસ્ટમની વિદ્યાર્થિની ધ્રુવી પટેલે ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’નો તાજ જીત્યો છે. આ સિદ્ધિથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત ધ્રુવી હવે બોલિવૂડમાં કામ કરવા માગે છે તો યુનિસેફની એમ્બેસેડર બનવા પણ તત્પર છે.
એક એવાં સ્વાતંત્ર્ય સેનાની જે આઝાદી મળ્યા બાદ કોંગ્રેસનાં મહાસચિવ બન્યાં, મહિલા અને શ્રમ વિભાગનાં મંત્રી થયાં અને જે ભારતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં...
મિસ યુનિવર્સ ઈન્ડિયા-2024નો તાજ અમદાવાદની 19 વર્ષની રિયા સિંઘાએ પોતાના નામે કરી લીધો છે. આ સ્પર્ધા રાજસ્થાનના ગુલાબી શહેર જયપુરમાં આયોજિત કરાઈ હતી. 2015માં મિસ યુનિવર્સ ઈન્ડિયા જીતનાર ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાના માથે તાજને મુક્યો હતો. પોતાની સુંદરતા અને બુદ્ધિમતાથી આ પ્રતિષ્ઠિત સ્પર્ધા જીતવા પર રિયાનો પરિવાર ખૂબ ગૌરવ અનુભવી રહ્યો છે.
