આજે સહુ કોઇની લાઇફસ્ટાઇલ ભાગદોડભરી થઇ ગઇ છે. આમાં પણ જોબ કરતી બહેનોએ ઘડિયાળના કાંટે કામ કરવું પડે છે.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
પુરુષોની સરખામણીએ મહિલાઓને જ્યારે હૃદયરોગનો હુમલો આવે છે ત્યારે તેમના છાતીના દુખાવાના ચિન્હોને ડોક્ટર્સ તણાવ અને ચિંતા સમજીને ખોટું નિદાન કરે તેવી સંભાવના વધી જતી હોવાની ચેતવણી એક અભ્યાસના તારણોને આધારે આપવામાં આવી છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને તાજેતરમાં શેફાલી રાઝદાન-દુગ્ગલને એક મહત્ત્વની જવાબદારી સોંપી છે. પ્રમુખ બાઇડેને મૂળ કાશ્મીરનાં પણ દસકાઓથી અમેરિકામાં સ્થાયી થયેલાં કાશ્મીરી પંડિત પરિવારનાં 50 વર્ષીય શેફાલીની નેધરલેન્ડ્સમાં અમેરિકાના રાજદૂત તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી છે.
ચહેરાના સારા દેખાવ માટે મહિલાઓ ફેશવોશથી માંડીને અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ સંભાળના મામલે નખની મોટા ભાગે ઉપેક્ષા થતી જોવા મળે છે. હકીકત તો એ છે કે ત્વચાની જેમ જ નખને પણ વિશેષ કાળજીની જરૂર પડે છે. નખને હેલ્ધી બનાવવા માટે અમુક સરળ ઉપાય અજમાવી જુઓ.
એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે વર્ષ ૨૦૪૦ સુધીમાં સૌથી ખતરનાક સ્કિન કેન્સરના દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ જશે અને વિશ્વમાં તેના 68 ટકા દર્દીઓ બચી નહીં શકે. આ કેન્સરને મેલેનોમા કહે છે.
સોનેરી પીળા રંગમાં લાલ છાંટ ધરાવતું આ ખટમીઠું ફ્રૂટ જેટલું સ્વાસ્થ્ય માટે સારું છે એટલું જ સૌંદર્ય માટે પણ ગુણકારી છે.
ઇંગ્લેન્ડને 2017માં વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર મહિલા પેસ બોલર આન્યા શ્રુબ્રસોલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે 2009 અને 2017માં ચેમ્પિયન બનેલી ટીમની સભ્ય હતી.
કેલ્શિયમ એ શરીર અને ખાસ કરીને હાડકાં માટે ખૂબ જ અગત્યનું તત્ત્વ છે જ્યારે મહિલાઓ 40 વર્ષની વયે પહોંચે છે ત્યારે તેમનું મેટાબોલિઝમ અને હોર્મોન્સમાં નોંધપાત્ર પરિવર્તન આવે છે જેના લીધે કેલ્શિયમ અને વિટામિન-ડીની ઊણપ સર્જાય છે. આનાથી થતી મુશ્કેલીઓ તેના નિવારણ માટે કેલ્શિયમ અને વિટામિનનું મહત્વ જાણવું જરૂરી છે.
અમેરિકાની ટ્રેક એન્ડ ફિલ્ડના ઇતિહાસમાં હાઇએસ્ટ ઓલિમ્પિક મેડલ્સ જીતનાર મહિલા એથ્લીટ એલિસ ફેલિક્સે 2022ની સિઝન બાદ ટ્રેક એન્ડ ફિલ્ડને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે. ફેલિક્સે સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી. તેણે જણાવ્યું હતું કે વર્તમાન સિઝનમાં હવે ટ્રેક એન્ડ ફિલ્ડ ઉપર આનંદ માણવાનો સમય છે. જો તમે ચાલુ વર્ષે એથ્લેટિક ટ્રેક ઉપર મને જોશો તો મને આશા છે કે હું તમારી સાથે એક પળ માટે સંસ્મરણનો હિસ્સો બનવાનો પ્રયાસ કરીશ.
વાળમાં રિબોન્ડિંગ અને સ્મૂધનિંગનો ક્રેઝ યુવતીઓમાં વધી રહ્યો છે. રિબોન્ડિંગ કર્યા બાદ ત્રણ દિવસ સુધી હેર વોશ કરવાના નથી હોતા. રિબોન્ડિંગની અસર વાળમાં એક વર્ષ સુધી રહે છે. એક વર્ષ પછી નવા વાળ આવવા લાગે છે, જે સીધા હોતા નથી. આમ તો રિબોન્ડિંગ અને સ્મૂધનિંગ બન્ને વાળને સીધા કરવાની એક પદ્ધતિ છે, પરંતુ બન્નેના કેટલાંક સારાં-નરસાં પાસાં છે જે સહુએ જાણવા જરૂરી છે.
