મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    અમેરિકામાં સરોગસીના કેસ વધ્ય

    અમેરિકામાં સરોગસી એક મોટો બિઝનેસ બની ગઇ છે, અને તેના પગલે પગલે સરોગસી સંબંધિત કેસમાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે. અમેરિકાનાં દરેક રાજ્યમાં સરોગસીના જુદા-જુદા કાયદા છે, જેના કારણે મહિલાઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે દેશભરમાં સરોગસી મુદ્દે સમાન કાયદો બનાવવાની માગ થઇ રહી છે, કેમ કે મોટા ભાગનાં રાજ્યોમાં પેઇડ સરોગસીના નિયમ છે, જેનું સરળતાથી ઉલ્લંઘન થઇ રહ્યું છે.

    માંસાહારી કરતાં શાકાહારી મહિ

    મહિલાઓમાં થતાં યુરિનરી ઇન્ફેક્શન અંગે તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માંસાહાર કરતી મહિલાઓની સરખામણીએ શાકાહારી મહિલાઓને યુરિનરી ઇન્ફેક્શનનું જોખમ ઓછું રહે છે.

    બ્યુટી મંત્રઃ સુંદરતાની સલામ

    આપણે સહુએ અનેક વખત જોયું પણ હશે અને અનુભવ્યું પણ હશે કે કોઇ ફંકશનમાં જવા માટે તૈયાર થઇ રહ્યા હોઇએ અને ફ્રેન્ડ કે સ્વજન મહિલા કહે કે અરે, તારી રેડ લિપસ્ટિક આપજે તો! અથવા તો તારું મેકઅપ બ્રશ આપને... લિપસ્ટિક હોય કે મેકઅપ બ્રશ હોય કે પછી બ્યુટી કેરની અન્ય કોઇ પણ વસ્તુ આપવાની ના કોણ પાડે? સામાન્ય રીતે કોઈ ના પાડતું નથી. આપણે ખૂબ પ્રેમથી અને ઉત્સાહથી આવી વસ્તુઓ આપી તો દઇએ છીએ, પણ આ શેરિંગ જોખમી છે. ચાલો, આજે જાણીએ આવી કઈ કઈ વસ્તુઓને કદી કોઈની સાથે શેર ન કરવી જોઈએ.

    સ્ત્રીઓને ફિટ અને ફાઇન રાખવા આ...

    કેલ્શિયમ એ શરીર અને ખાસ કરીને હાડકાં માટે ખૂબ જ અગત્યનું તત્ત્વ છે જ્યારે મહિલાઓ 40 વર્ષની વયે પહોંચે છે ત્યારે તેમનું મેટાબોલિઝમ અને હોર્મોન્સમાં નોંધપાત્ર પરિવર્તન આવે છે જેના લીધે કેલ્શિયમ અને વિટામિન-ડીની ઊણપ સર્જાય છે. આનાથી થતી મુશ્કેલીઓ તેના નિવારણ માટે કેલ્શિયમ અને વિટામિનનું મહત્વ જાણવું જરૂરી છે.

    મહાન સ્પ્રિન્ટર એલિસન ફેલિક્

    અમેરિકાની ટ્રેક એન્ડ ફિલ્ડના ઇતિહાસમાં હાઇએસ્ટ ઓલિમ્પિક મેડલ્સ જીતનાર મહિલા એથ્લીટ એલિસ ફેલિક્સે 2022ની સિઝન બાદ ટ્રેક એન્ડ ફિલ્ડને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે.

    યુકેની શાળાઓના ક્લાસરૂમ્સમાં ‘incel -involuntary celibates’ ચળવળના કારણે જાતિય કનડગતની સંસ્કૃતિ વધી રહી હોવાને પ્રમાણિત કરતા સર્વે અનુસાર70 ટકા શિક્ષિકા સ્ત્રીદ્વેષ સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો શિકાર બનતી હોવાનું બહાર આવ્યું છે. ટીચર્સ યુનિયન NASUWTના સર્વેમાં લગભગ 60 ટકા શિક્ષિકાએ વિદ્યાર્થીઓ તરફથી જાતિય કનડગત અને સ્ત્રીદ્વેષનો અનુભવ કર્યાનું જણાવ્યું હતું.

    સામાન્ય પરિવારમાં જન્મેલાં વ

    હૈયે જો હામ હોય અને મહેનત કરી છૂટવાની તૈયારી હોય તો વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાંસલ કરી જ શકે છે, પછી ભલેને તે ગમેતેટલું ઊંચું કેમ ન હોય. વિનીતા સિંહ પણ આવું જ એક સફળ વ્યક્તિત્વ છે. એમાં વિનીતા સિંહનો સમાવેશ થાય છે. મધ્યમ પરિવારમાં ઉછરેલી હોવા છતાં એક સમયે એક કરોડ રૂપિયાના તગડા પગાર સાથેની જોબનો અસ્વીકાર કરીને નાના પાયે પોતાનો બિઝનેસ શરૂ કરનાર વિનીતા સિંહ આજે આશરે 800 કરોડ રૂપિયાની કંપની સુગર કોસ્મેટિક્સના સીઈઓ છે.

    ઓળખ જાળવવા માટે મહિલાઓમાં લગ્

     મહિલાઓને ખરા અર્થમાં સ્વતંત્ર ક્યારે ગણી શકાય? તેના જવાબમાં લગ્ન બાદ અટક બદલવાની કે ન બદલવાની સ્વતંત્રતાને પણ ગણવામાં આવે છે. વાસ્તવમાં, બ્રિટનમાં લગ્ન બાદ મહિલાઓમાં પતિની અટક અપનાવવાના બદલે પોતાની જ અટક જાળવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેથી તેઓની ઓળખ યથાવત્ રહે. રસપ્રદ વાત એ છે કે કોરોના મહામારી દરમિયાન આ પ્રકારની અરજીમાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

    એન્ટિ એજિંગ ક્રીમનો ઉપયોગ ક્ય

    અત્યારની ફાસ્ટ લાઇફને કારણે દરેક વ્યક્તિનું જીવન વધારે વ્યસ્ત થઇ ગયું છે. આમાં પણ ખાસ કરીને મહિલાઓનું. ઘર અને કરિયરને બેલેન્સ કરતી સ્ત્રી પોતાની ત્વચાની સારસંભાળ નિયમિત રીતે રાખી શકતી નથી. કામનું ટેન્શન અને ખોરાકની અસર પણ ત્વચા પર પડે છે. ટૂંકમાં, એવું કહી શકાય કે બદલાયેલી લાઇફસ્ટાઇલને કારણે હેલ્થકેર અત્યારે જરૂરી બની ગઇ છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો એની સીધી અસર ત્વચા પર પડે એ સ્વાભાવિક છે. પરિણામે સ્ત્રીઓના ચહેરા ઉપર સમય કરતાં પહેલાં જ ઉંમરનો આભાસ થવા લાગે છે.

    બ્યૂટી મંત્રઃ સ્ટાઇલમાં ઉમેર

    એક સમય હતો જ્યારે યુવતીઓમાં એક જ કલરની નેઇલપોલિશ કરવાનો ટ્રેન્ડ હતો. હવે દુનિયા સાથે નેઇલપોલિશની સ્ટાઇલ પણ બદલાઇ છે. સિંગલ કલર નેઇલપોલિશનું સ્થાન હવે નેઇલ આર્ટે લીધું છે. યુવતીઓ અલગ અલગ પ્રકારના નેઇલ પેઇન્ટ કરવાનું પસંદ કરે છે. બ્યુટી માર્કેટમાં નેઇલ આર્ટનું ચલણ વધ્યું છે. પહેલાં પાર્ટી, લગ્ન અને ખાસ પ્રસંગોએ મહિલાઓ નેઇલ આર્ટ કરવાનું ભૂલતી નહોતી. હવે નેઇલ આર્ટ કોમન બન્યું છે. તો આવો આજે જાણીએ ડિફરન્ટ પ્રકારની નેઇલ આર્ટ અંગે...